________________
શારલ સિદ્ધિ
. ૧૩ દયાળકમારે દયા ખાતર સ્વીકારેલ દેશવટો -કુમારે સિપાઈઓને પિતાજીને કહેવાની ના પાડી હતી પણ માણસના પેટમાં અન ટકે છે, પણ વાત ટકતી નથી, સિપાઈઓએ ખાનગીમાં રાજાને વાત કરી દીધી એટલે રાજાને ખૂબ ક્રોધ આવ્યું અને કુમારને પિતાની પાસે બોલાવ્યું ને આંખ લાલ કરીને કહ્યું કે રાત્રે ચેર પકડાયે હતું કે નહિ ? કુમાર સમજી ગયે કે વાત પિતાજીને પહોંચી ગઈ લાગે છે. એટલે કુમારે નીડરતાથી કહ્યું પિતાજી ! ચોર પકડાય હતે પણ મેં એને છોડાવી મૂકે. શા માટે છોડાવી મૂક? કુમારે કહ્યું આપ એને મારી નાંખે એ માટે અરે મૂર્ખ ! એને ફરીને ચોરી કરવા માટે તે છેડાવી મૂકે ને ? ના, પિતાજી ! મેં એને ચોરી ન કરવાની પ્રતિજ્ઞા કરાવીને છૂટો કર્યો છે. શું આમ રાજ્ય કંઈ દયાથી ચાલતા હશે? પિતાજી! દયામાં તે દેવી તાકાત છે. કદાચ દયાથી રાજ્ય ન ચાલે તે દયા ગુમાવવી પડે એવા રાજ્યને શું કરવાનું ? કુમારને જવાબ સાંભળીને રાજા ગુસ્સે થયા ને કુમારને ચાર તમાચા મારીને કહ્યું તે મારી આજ્ઞા વિના ચોરને છોડાવી મૂક? મારાથી આ સહન નહિ થાય. જે આવી દયા રાખવી હોય તે મારા રાજ્યમાંથી ચાલ્યા જા. કુમાર તે જ ક્ષણે કંઈપણ લીધા વિના પિતાજીને પગે લાગીને ત્યાંથી ચાલી નીકળે.
બંધુઓ ! કુમાર દયાનું પાલન કરવામાં કેટલે દેઢ રહ્યો ! દયા ખાતર હસતા મુખે દેશવટો સ્વીકારી લીધું. સાથે રાતી પાઈ લીધી નથી. તેથી વનવગડામાં જે કંઈ .. ફળફૂલ મળે તે ખાઈને ચાલતા ચાલતે એક મોટા શહેરમાં પહોંચ્યા. હવે ક્યાં જવું? પિટ ભરવા માટે કરી તે કરવી પડે ને? અહીં તે કઈને ઓળખતે નથી. મનમાં વિચાર કરતા રાજદરબારના રસોડા પાસે જઈને ઉભો રહ્યો ત્યારે રસેઇયાએ એને પૂછયું ભાઈ! તું અહીં શા માટે ઉભો છે? ત્યારે કુમારે કહ્યું મારે નેકરી કરવી છે, ત્યારે રસોઈયાએ કહ્યું આ રાજાનું રડું છે. અમારે રસેડામાં એક માણસની જરૂર છે. તારે રહેવું હોય તે રહી જા. કુમાર રસડા ખાતામાં નેકરી રહ્યો. રસેઈઓ રઈ કરે અને જે કામ બતાવે તે કુમારને કરવાનું. રસોડામાં અનાજ લાવવું, સાફ કરવું, શાકભાજી લાવવા વિગેરે કામકાજ કુમાર કરવા લાગ્યા. કર્મની કળા કેવી છે! ક્યાં એના પિતાને ત્યાં રાજકુમાર તરીકે એને સન્માન મળતું હતું. ખમ્મા ખમ્મા થતી હતી. રોજ નવા મિષ્ટાન્ન જમતે, ગાડી મોટરમાં ફરતે, સેનાના પલંગમાં મખમલની ગાદીમાં સૂતે, તેના બદલે આજે ક્યાં એને નેકર બનીને કાળી મજુરી કરવી પડે છે ! છતાં એના મનમાં વિચાર સરખે નથી આવતું કે મારે બીજાના માટે દુઃખ વેઠવા પડયા. એને તે સુખ જતું કરીને અહિંસાનું પાલન થાય છે ને ! એને આનંદ હતે. એ તે મનમાં એ વિચાર કરતા હતા કે મને જે દુઃખ આવ્યું છે એ મારા પાપકર્મના ઉદયથી આવ્યું છે. દુઃખ ભોગવતાં મારા પાપકર્મને કચરો સાફ થઈ રહ્યો છે. દુનિયામાં મારા કરતાં તે ઘણું જ દુઃખી છે. એના કરતાં તે હું ઘણે સુખી છું. આમ વિચારી આનંદથી દિવસે વીતાવતા હતા.