________________
૭૦૨
શારદા સિદ્ધિ ઉંચી થવા માટે પોતાના દીકરાનું મડદું ઢસેડીને લાવી અને એની છાતી ઉપર પગ મૂકીને કેરી લેવા હાથ લંબાવે છે.
વિમાનમાં બેઠેલા શંકરજી કહે છે હે પાર્વતીજી! આ માતાને દીકરા ઉપર કે પ્રેમ છે તે તમે બરાબર જોઈ લેજે. ડોશીમાએ કરી લેવા હાથ લાંબો કર્યો પણ આ તે દેવની માયા છે એટલે ઝાડ જરા ઉંચુ થયું, ત્યારે ડોશીમાએ દીકરાની છાતી ઉપર ઉભા રહીને બે ત્રણ ઠેકડા માર્યા, પણ ન પહોંચી એટલે બીજું મડદું લાવીને પેલા મડદા ઉપર ગોઠવીને એના ઉપર ચઢી તે પણ ન પહોંચી ત્યારે એક પછી એક એમ સાતેય દીકરાના મડદા એકબીજા પર બેઠવીને એના ઉપર ચઢી. ત્યાં આંબો અદશ્ય થઈ ગયે. આ બધું જોઈને પાર્વતીજી તે સ્તબ્ધ બની ગયા. હાય...આ શું? કલૈયા કુંવર જેવા દીકરાના મડદા પડયા છે. હમણું તે કેટલી મૂરતી હતી. એ એને ગરાપ કયાં ગયે? ખરેખર માતાને પ્રેમ નથી પણ સ્વાર્થ છે. આ દુનિયામાં જ્યાં જુએ ત્યાં સ્વાર્થ ભરેલો છે.
બંધુઓ! આ ડોશીમાનું દષ્ટાંત સાંભળીને તમને હસવું આવ્યું કે દીકરાના મડદા ઉપર ચઢીને કેરી લેવા ગઈ! પણ તમે સમજી લે કે સંસાર કેવો છે? આ સંસાર આખો સ્વાર્થ ભરેલો છે. આવા સ્વાર્થ ભર્યા સંસારની ઘેલછા છેડીને બને તેટલો જીવનમાં સત્સંગ કરી લે. સત્સંગ જીવને સ્વાર્થ અને પરમાર્થના ભેદને સમજાવનાર છે. જીવનમાં સાધુ સમાગમ બહુ જરૂરી છે. એનાથી જીવનમાં ઘણું ગુણે આવે છે ને જીવનમાંથી પાપ અને દુઃખ ઘટે છે, પણ આજના વિલાસી વાતાવરણમાં કોઈને ધર્મનું નામ સાંભળવું ગમતું નથી ત્યાં સત્સંગ તે કયાંથી ગમે? અરે, તે તે ધર્મ કરતા નથી પણ જે કરે છે એની પણ મજાક ઉડાવે છે, અને ધર્મની પણ હાંસી કરે છે.
એક વખત એક જગ્યાએ આજના સુધરેલા ચાર પાંચ કેલેજીયને બેઠા હતા. ત્યાંથી એક પ્રૌઢ વયને ધમષ્ઠ પુરૂષ પસાર થતો હતો તેને દેખીને પેલા કોલેજીયન પરસ્પર વાત કરવા લાગ્યા કે આજના જુનવાણીના લોકેને તે જાણે ધર્મની ઘેલછા લાગી છે. સાધુની પાછળ તે જાણે ગાંડા ઘેલા બની જાય છે. એ લેકેને બીજું જ્ઞાન પણ શું છે? ચાર દિવાલોમાં રહીને જેરશેરથી ઉપદેશ આપ્યા કરે અને આવા ભેળા ભગતડા હા જી હા કર્યા કરે છે. એમનાથી તે અમે વધુ જાણીએ છીએ. હવે બીજું જાણવાની જરૂર પણ શી છે? લાયબ્રેરીમાં બધી જાતના પુસ્તકો છે. ત્યાં જઈને વાંચી લઈએ એટલે બધું જાણવા મળી ગયું. સાધુ નવું શું કહેવાના હતા ? વિલાયતમાં, જર્મનીમાં, જાપાનમાં ને અમેરિકામાં શું ચાલે છે એનું કયાં એમને જ્ઞાન છે? આ સાધુઓ સમાજને તથા દેશને ભારરૂપ છે. એમની જરૂર જ શી છે? આ સરકારે તે એવા કાયદા ઘડવા જોઈએ કે સાધુએ હવે જોઈએ નહિ. પેલા ધમીઠ માણસે આ બધી વાત સાંભળી તેથી તેનું હૃદય રડી ઉઠયું. એ બિચારે બીજું શું કરે?