________________
७०४
શારદા સિદ્ધિ પેલા પ્રૌઢ માણસે જાણે કંઈ જ સાંભળ્યું નથી એ દેખાવ કરીને એમની પાસે ગયે ને કહ્યું કે ભાઈઓ! તમે સારા વક્તા લાગો છો. કઈ કોલેજમાં ભણો છે? એમ પૂછીને ખૂબીથી વાતને વિષય ફેરવ્યો. આજના ભણેલા પ્રૌઢની પ્રૌઢતાને ક્યાંથી પારખી શકે? કેલેજીયનેએ કહ્યું કે અમુક કેલેજમાં, પ્રૌઢે પૂછયું કે એ કોલેજમાં શિક્ષણ સારું છે ને? તમારા પ્રેફેસર કેવા છે? ત્યારે પેલાઓએ હસીને કહ્યું કે વાત મૂકો ને આજની પરિસ્થિતિની! હિસ્ટરીને પ્રોફેસર તે સાવ તુંડમિજાજી છે. કેમીસ્ટ્રીને પ્રોફેસર તે સાવ ધંબા જેવો છે. મેસને જરા સારો પણ મહેતે મારે ય નહિ ને ભણાવે નહિ એ. ઇંગ્લીશને પ્રોફેસર તે કેટલીય વાર ગેરહાજર રહે છે. એકે ય વાતની સરખાઈ નથી. અમને તે હવે આ કેલેજમાં ફાવતું નથી, એટલે કેલેજ બદલવાની વિચારણા ચાલે છે. હવે કયાં જવું એ પણ મૂંઝવણ છે. ટાઈપિસ્ટ-શર્ટહેન્ડ શીખવું છે પણ એ માટેને કેઈ સારે કલાસ શેળે જડતું નથી. કેલેજીયને વાત આગળ ચલાવતાં કહ્યું કે અમારા ભાભીને બ્લાઉઝ સીવતા આવડતું નથી ને દરજી તે પાવરવાળા થઈ ગયા છે. તે સીધે જવાબ પણ આપતા નથી. એમને માટે બ્લાઉઝ વેતરનાર શોધીએ છીએ તે પણ મળતું નથી. અમારા વાઈફ આમ તો મેટ્રિકયુલેટેડ છે પણ રસોઈ કરતાં જ આવડતું નથી. એમને રસોઈ કરતાં શીખવવા માટે રસેઈઓ રાખે છે તે પણ વિશ્વાસુ કયાં મળે છે? શિક્ષણ મેળું થઈ ગયું છે. આ તે કઈ લાઈફ છે! - કેલેજીયનની વાત સાંભળીને પેલા પ્રૌઢે કહ્યું-ભાઈઓ! તમે શા માટે પ્રોફેસર અને શિક્ષકની ગરજ કરે છે? ચેપડીઓ મેળવીને, વાંચીને દરેક ચીજ શીખી લે ને! ઈતિહાસ, ગણિત, ઈગ્લીંશ. શીવણ, વેતરણ તથા પાકશાસ્ત્રની ચોપડીઓ કયાં નથી મળતી? ત્યાં તે પેલા કેલેજીયન યુવાને બેલી ઉઠયા કે મિસ્ટર! તમે શું કહેવા માગે છે? શું શિક્ષક વિના માત્ર પુસ્તકોથી શિક્ષણ મેળવાતું હશે? પ્રૌઢ કહ્યું સામાન્ય જ્ઞાન મેળવવા માટે પ્રોફેસર કે શિક્ષક જોઈએ, બ્લાઉઝ વેતરવાનું શીખવા માટે શીખવનાર જોઈએ, તે આધ્યાત્મિક જ્ઞાન શીખવા માટે કોઈ ઉપદેશક ન જોઈએ એમ ? અનંતકાળથી જે અંધકારથી આત્મા અવરાયે છે તેને કેઈ પ્રકાશ આપવાની જરૂર નહિ? આજે જગતમાં જે શાંતિ છે તે સાધુ સંતના શિક્ષણને આભારી છે. કેવી રીતે જીવવું એ બતાવનાર સંત છે. સંતેની સંસ્થા તે આશીર્વાદ રૂપ છેઃ એને તમે મૂર્ખાઓ ભારરૂપ કહે છે ? કામ, ક્રોધ, મોહ આદિથી બચાવીને આ જગતમાં શાંતિ રખાવનાર હોય તે સંતનું શિક્ષણ છે. ગમે તેટલા પૈસા મેળવે, વિજ્ઞાનની શોધની સગવડે મેળ પણ તમારા જીવનમાં ધનમાલની, વ્યવહારની અનેક ચિંતાઓ નડે છે, એને દૂર કરી તમારા દિલને ઠારવા માટે સાધુ સંત વિના કણ છે? સાધુ સંતોને ત્યાગ કે મહાન છે. એમનું પોપકારી કાર્ય કેવું છે! એ તે તપાસવું