________________
Ga}
શારદા સિદ્ધિ
મારા લાયક કઈ કામ સેવા હોય તા ફરમાવે. ભીમસેન ! તારી ઉદારતાને ધન્ય છે ! તુ તા હૈયું વિશાળ રાખીને છૂટી ગયા પણ મારી કઈ ગતિ થશે ? ભાઈ! તું તારા રસનું તુંબડુ' સ્વીકારી લે અને મને પાપમાંથી મુક્ત કર. ભીમસેને કહ્યુ` મહાત્મા ! જેવી આપની ઈચ્છા. એમ કહીને ભીમસેને સન્યાસીની આજ્ઞાના સ્વીકાર કર્યાં. એ જ પળે સન્યાસીની આંખમાં અજવાળુ થયુ. ષ્ટિ આગળ ખંધાયેલા આવરણા તૂટી ગયા ને અધત્વ નાશ પામ્યું'. સન્યાસીએ આંખ ખોલીને જોયુ. તા સામે મુગટધારી વિજયસેન રાજા, અને ભીમસેન રાજા તથા ઘણા મોટા જન સમુદાય ઉભે છે.
ઉપકારના બદલા વાળતા સન્યાસી” :- સંન્યાસીનું અંધત્વ ચાલી જતા એના આનદના પાર ન રહ્યો. ક્રીથો તે ભીમસેનના ચરણમાં પડી વારવાર ક્ષમા માંગીને એના ઉપકાર માન્યા ત્યારે પવિત્ર અને સરળ હૃદયના બીમસેને કહ્યું મહાત્મન્ ! આમાં મારી કેઈ વિશેષતા નથી, આ બધા કના ખેલ છે. તમારા અશુભ કમના કારણે તમને અંધત્વ મળ્યુ' હતું. એ કમ પુરુ' થયુ' ને શુભ કર્માંના ઉદય થયા એટલે તમને પ્રકાશ મળ્યા. હું તેા નિમિત્ત માત્ર છું. મારું એમાં કાંઈજ નથી. સન્યાસી આનંદમાં આવીને ઉપકારના ભાવમાં આંસુ સારતા કહે છે તમે સૌ ચાલતા થા. હું હમણાં જ સુવણૅ રસના તુંબડા લઇને આવુ છુ.. હવે મારે કોઈ રસના ખપ નથી. મને આત્મરસ લાધી ગયા છે. એમ કહીને સન્યાસી ગયા અને થેડીવારમાં રસના ચાર તુંબડા લઈને આવ્યા, અને ચારે ચાર તુંબડા ભીમસેનને ખૂબ પ્રેમથી અપણુ કરી એને પગે લાગીને ચાલ્યા ગયા.
આ તરફ સુશીલાને લેવા માટે સુલોચના રાણી ગયા હતા. તે ટૂંકા રસ્તેથી રાજમહેલમાં પહોંચી ગયા, અને રાજાને સમાચાર કહેવડાવી દીધા કે સુલોચના રાણી સુશીલાને લઈને રાજમહેલમાં પહેાંચી ગયા છે. જ્યાં સમાચાર મળ્યા ત્યાં ભીમસેનનું હૃદય હર્ષોંથી નાચી ઉઠયું. હવે જલ્દી સુશીલાને મળવાની અધીરાઈ આવી ગઇ છે. વિજયસેન રાજાએ કહ્યુ-ભીમસેન ! હવે તમારું' કુટુંબ મળી ગયું. તમે હાથી ઉપર એસા, ત્યારે ભીમસેને ના પાડી. ખૂબ કહ્યું ત્યારે દેવસેન અને કેતુસેનને બેસાડયા ને પોતે તે પગપાળા ચાલ્યા. આ તરફ સુશીલાને પણ પોતાના પતિના દન કરવાની અધીરાઈ આવી છે, કારણ કે ત્રણ ત્રણ વર્ષોંથી પતિના વિયાગ છે. એ વિયેાગમાં પણુ કેવા કારમા ને અસહ્ય દુઃખો વેઠયા છે. જ્યાં પતિને મળવાની આશા પણ છેડી દીધી હતી ત્યાં અચાનક પતિના દર્શન થવાના છે એ વિચારે હુ થી એના રોમાંચ ખડા થઈ જતા હતા. એના આનંદની અવધિ ન હતી, તેથી એ ચચળ મનથી પેાતાના પ્રાણવલ્લભ પતિની રાહ જોઈ રહી હતી.
સુશીલાની બહેન સુલોચનાએ રાજમહેલમાં આવીને તરત પેાતાની વહાલી મોટી બહેન સુશીલાને રાજરાણીને ચાગ્ય વઆલફારો પહેરાવીને સુશોભિત મનાવી. જ્યારથી