________________
શારદા સિત
૭૦૭ ભીમસેન છૂટો પડે ત્યારથી તે ઘણાં દુખો વૈયા હતા. અન્ન અને દાંતને તે વૈર થયું હતું. માંડ ખાવાનું મળતું હતું ને પિતે ભયંકર દુઃખો વેઠયા હોવાથી એનું શરીર તદ્દન દુબળું બની ગયું હતું છતાં સતીત્વના તેજથી તેનું મુખ ઝળકી રહ્યું હતું. સુશીલાને સારા વસ્ત્રો તથા અલંકારેથી શણગારી ત્યાં તે વાજિંત્રને અવાજ અને ભીમસેનના જયનાદને મંગલ ઇવનિ સંભળાવા લાગે એટલે સુચનાએ કહ્યું બહેન! હવે મારા બનેવી આવી ગયા. હમણાં જ તમને એમના દર્શન થશે. સુશીલા તે પતિનું સ્વાગત કરવા હર્ષઘેલી બની ગઈ. હવે સુશીલા એના પતિનું સ્વાગત કેવી રીતે કરશે ને શું બનશે તેના ભાવ અવસરે. કા
ક
વ્યાખ્યાન નં. ૭૩ આસો સુદ ૧૫ ને મંગળવાર
તા. ૨-૧૦-૭૯ અનંતજ્ઞાની, સ્વાદુવાદના સર્જક, વિસંવાદના વિસંજક, તીર્થકર ભગવતેએ જગતના જીવોના કલ્યાણ માટે અમૃતમય વાણીને ધોધ વહાવ્યો છે. ભગવાનની વાણીના એકેક શબ્દ શાશ્વત સુખને રણકાર રહે છે. ભગવાને પોતે શાશ્વત સુખને મેળવવા માટે સંસારના સુખેના સ્વાદ અને પરિગ્રહની મમતા છોડી ત્યારે આમિક સુખ મેળવ્યું. જયારે આજના યુગમાં માનવ માત્રને સુખ મેળવવાની તીવ્ર તમન્ના છે પણ પરિગ્રહની મમતા છોડવી નથી ને શાશ્વત સુખ મેળવવું છે એ કયાંથી મળે? શાશ્વત સુખ મેળવવું હોય તે સંસારના ભૌતિક સુખોની મીઠાશ અને પરિગ્રહની મમતા છોડવી પડશે. જ્ઞાની પુરૂષ કહે છે કે જીવને સંસાર ચક્રમાં ઘુમાવનાર હોય તે પરિગ્રહ નામને એક ગ્રહ છે. પરિગ્રહના પાપનું માપ નીકળી શકે તેમ નથી. પાસે અઢળક ધનના ઢગલા પડ્યા હોય છતાં વધુ ને વધુ મેળવવાની ઝંખના જીવમાત્રમાં પડેલી છે. જ્યાં સુધી પરિગ્રહની વૃત્તિનું મહાપાપ અંતરના અનંત આકાશમાં ડોકિયું કરતું હોય ત્યાં સુધી આશાના આકાશમાં પ્રગતિના દર્શન થઈ શકતા નથી. ખાવા-પીવા અને ઓઢવાનું મળ્યું હોય છતાં એની તીવ્ર ઝંખનામાં જીવન વીતાવી રહ્યો છે. સવારથી સાંજ સુધી આશાનું ખપર ભરવા માટે પરિગ્રહને લેલુપ માણસ ભીખ માગતા શરમાતો નથી. જેમ કાણાવાળી ટપલી કદી ભરાતી નથી તેમ ગમે તેટલી મહેનત કરે છતાં આશા-તૃષ્ણની ટેપલી કદી ભરાવાની નથી, પણ મનુષ્યને જેમ મળતું જાય છે તેમ અસંતેષની આગ ભડકે બળતી જાય છે. આ સંસાર સુખની સામગ્રી મેળવીને સુખે જીવનાર તે કઈક જ હશે. મોટર અને બંગલામાં મહાલતા ધનવાનોને પણ એમના સુખમાં ઉણપ લાગે છે જેથી રાત દિવસ કમર કસીને મહેનત કરવામાં મશગુલ રહે છે. પાંચ સાત પેઢીઓ જામેલી હોય, ધંધે ધીખતે હોય છતાં હજુ સુધી તૃપ્તિના ઘરમાં આવ્યા નથી. માણસ માને કે હું સમૃદ્ધિ મેળવીને શાંતિથી જીવીશ તે તે બની શકવાનું નથી. પીડા વધારીને કીડા કરવા ચાહતા હો તે તે બની શકે ?
કે . .