________________
૭૦૫
શારા સિદ્ધિ નથી ને ગમે તેમ બોલે છે? માટે સમજીને ધર્મ ઉપર શ્રદ્ધા કરે અને જીવન પવિત્ર બનાવો. પ્રૌઢના ઉપદેશથી કેલેજીયનેને ધર્મ પ્રત્યે શ્રદ્ધા થઈ . ભાઈના નેહમાં અનુરક્ત એવા બ્રહ્મદત્ત ચક્રવતિ પણ ચિત્તમુનિને કહે છે તે મુનિરાજ! મને તમારી પ્રવજ્ય બહુ દુઃખરૂપ લાગે છે, માટે એ બધું છેડીને મારા રાજ્યમાં પધારો ને સુખ ભેગ. હવે ચિત્તમુનિ શું જવાબ આપશે તે અવસરે.
ચરિત્ર – “સંન્યાસીને થયેલો પશ્ચાતાપ” :- ભીમસેન રાજાના પુણ્યને ઉદય થયું છે એટલે એને પિતાની ચીજો સામેથી મળી જાય છે. જેમાં રૂપિયા નવા લાખના રત્ન ભર્યા હતા તે મેલી ગોદડી વાંદરો સામેથી આપી શકે તે લઈને ભીમસેન રાજા આગળ ચાલે છે. ત્યાં એક અંધ સંન્યાસી બાવો દેડતે દેડતે માર્ગ વચ્ચે આવીને બૂમો પાડવા લાગ્યું કે મને કઈ બચાવે...બચાવો. મને ઘણી વેદના થાય છે. હું તે સાવ લૂંટાઈ ગયો છું. અરેરે....મને આવી કુબુદિધ કયાંથી સૂઝી ? ભીમસેન તરત એ બાવાને ઓળખી ગયે, અને એક સુભટને આજ્ઞા કરી કે એ સંન્યાસીને અહીં લઈ આવો. મારે એમની સાથે વાત કરવી છે. સુભટ સંન્યાસીને લઈ આવ્યો. ભીમસેને કહ્યું. નમસ્કાર સિધ્ધપુરૂષ! કુશળ તે છે ને? તમારી આંખેને આ શું થઈ ગયું? ત્યારે સંન્યાસીએ કહ્યું કેણુ ભાઈ! ભીમસેન! હા, મહાત્મન ! હું ભીમસેન છું એટલે સંન્યાસીએ કહ્યું ભાઈ! હું તે તદ્દન બરબાદ થઈ ગયો છું. અરેરે...મેં તને કેટલું દુખ આપ્યું છે ! તારી સાથે દગો રમે તેનું હું આ ફળ ભેગવી રહ્યો છું. મહાનુભાવ!, તું મને ક્ષમા કર. મને મારા પૂર્વના પાપને ખૂબ પશ્ચાતાપ થાય છે. મારું અંતર રોજ રડે છે. ભાઈ! શી વાત કરું ! તારો રસ મેં લઈ લીધો ને વિધાતાએ મારી આંખે લઈ લીધી. મારા એ પાપને બદલે મને આ ભવમાં મળી ગયે. હું દરરોજ તારી પ્રતીક્ષા કરતા હતા પણ આ અંધને તારા દર્શન ક્યાંથી થાય? મારા મહાન પુણ્યદયે આજે મને તારા દર્શન થયા છે. ભાઈ ભીમસેન ! મારા અપરાધને ક્ષમા કર. હું તે વેશથી સંન્યાસી છું, પણ સંન્યાસીના વેશમાં રહીને મેં તે શેતાનના કામ કર્યા છે. લક્ષમીની લાલચમાં લલચાઈને તારા જેવા નિર્દોષની અનેક આશાઓનું ખૂન કર્યું છે. હે ભીમસેન ! તું હવે એ રસની તુંબડીને સ્વીકાર કર, અને મને મારા પાપના બેજથી હળવો કર. આટલું બોલતાં સંન્યાસીની આંખમાં ચોધાર આંસુ છલકાઈ ગયા, અને રડતા રડતે પોતાના પાપને પશ્ચાતાપ કરતાં કરતાં ભીમસેનના ચરણમાં નમી પડશે.
“સંન્યાસીએ મેળવેલી આંખ” :- સંન્યાસીની અંધ દશા જોઇને ભીમસેનને એની ખૂબ દયા આવી, એણે સંન્યાસીને ઉભા કરીને કહ્યું- મહાત્મા! આપ એ બધું ભૂલી જાઓ. જે બનવાનું હતું તે બની ગયું. તમારું અંતર પાપના પશ્ચાતાપથી રડી રહ્યું છે એ ઘણું છે. હૈિયાને ભડભડ બળતે પસ્તા તમારા જીવનને સુખી કરશે. તમે તે સિદ્ધપુરૂષ છો, સંન્યાસી-જ્ઞાની છે. આપને હું વિશેષ શું કહી શકું! છતાં