________________
૭૦૨
શારદા સિદ્ધિ ચિત્તમુનિ એમાં લલચાય એવા ન હતા. એ સમજતા હતા કે સંસાર તે ભડભડત દાવાનળ છે. એકાંત સ્વાર્થનું ઘર છે. જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી સગાઈ છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. * એક જંગલમાં એક વૃદ્ધ ડોશીમાં રહેતા હતા. એમને સાત દીકરા હતા. એક વખત અચાનક કોલેરાને રોગ ફાટી નીકળે. એ રેગમાં ડોશીમાના સાતે સાત દીકરા ભરખાઈ ગયા, એટલે ડેશીમા કરૂણ સ્વરે રૂદન કરવા લાગી. જંગલમાં કેઈ આશ્વાસન આપીને છાની રાખનાર કે પ્યાલે પાણી પાનાર કેઈ ન હતું એકલી અટુલી ૨ડતી હતી, અને રડતી રડતી બોલતી હતી કે અરેરે....મારા દીકરાઓ ! તમે મને એકલી મૂકી નિરાધાર કરીને ચાલ્યા ગયા! હવે મારું શું થશે? આ ઉપરથી સમજાય છે ને કે ડેશી કેમ રડતી હતી? દીકરા ભરયુવાનીમાં ચાલ્યા ગયા અને મનુષ્ય ભવ હારી ગયા એટલા માટે રડતી ન હતી પણ હવે પોતાનું શું થશે અને પિતે નિરાધાર બની એટલા માટે રડતી હતી. બધા જ પોતાના સ્વાર્થના કારણે રડે છે. આ સમયે શંકર-પાર્વતી બંને વિમાનમાં બેસીને ફરવા નીકળ્યા. પાર્વતીજીએ આ ડોશીમાનો કરૂણ વિલાપ સાંભળ્યો ને દષ્ટિ કરી તે ડોશીમાં પિતાના દીકરાના મડદા પાસે બેસીને રડે છે. આ કરૂણું દશ્ય જોઈને પાર્વતીજીનું હૃદય પીગળી ગયું. એણે શંકરજીને કહ્યું નાથ ! આપ વિમાન નીચે ઉતારો. શંકરજીએ કહ્યું પણ છે શું? પાર્વતીએ કહ્યું જુઓ તે ખરા, આ વૃદ્ધ ડેશીમાના સાતે સાત વહાલસોયા દીકરા મરી ગયા છે, તેથી બિચારી કે કરૂણુ વિલાપ કરે છે !
“પ્રેમનું પારખું કરતા શંકરજી!” શંકરજીએ કહ્યું-સંસાર આ સ્વાર્થને ભરેલું છે. પાર્વતીજીએ કહ્યું તમારું પુરૂનું હૃદય તે કઠેર હોય છે. તમને ન લાગે. માતાને તે દીકરા વહાલા જ હેય ને! શંકરે કહ્યું કે એ ડોશીને એના દીકરા ઉપર કેવો પ્રેમ છે એનું પારખું કરવું છે? તે તને બતાવું. પાર્વતીજીએ કહ્યું હતું...મને બતાવે એટલે શંકરજીએ દેવમાયાથી ત્યાં એક પાકી કેસરી કેરીઓનું ઝાડ બનાવી દીધું. એની સુગંધ તે એવી મધુર કે ન પૂછો વાત. ડોશીમા તે નીચું જોઈને રડતા હતા. ત્યાં એને કેરીની સુગંધ આવી એટલે ઉચે જોયું તે સામે આંબાના ઝાડ પર સુંદર પાકી કેરીઓ આવી છે. આ જોઈને કેરી ખાવા માટે ડેશીમાનું મન લલચાયું. સામે સાત સાત દીકરાના મડદા પડયા છે. આવા આઘાતના દુઃખમાં પણ કેરી ખાવાનું મન થયું એટલે વિચાર કરવા લાગી કે મારા દીકરા ગયા એ ગયા. હવે હું ગમે તેમ કરું પણ કોઈએ પાછા મળવાના નથી. હું ભૂખી છું તેથી લાવને કેરીઓ ખાઈ લઉં. કેરી લેવા માટે એણે હાથ લંબાવ્યું પણ ડાળીએ પહોંચી શકે નહિ. કૂદકે માર્યો તે પણ કેરી હાથમાં આવી નહિ. હવે શું કરવું? કેરી ખાવાની તીવ્ર ઈચ્છા થઈ છે પણ કેરી મળતી નથી. શું કરવું? ગમે તેમ કરીને કેરી તે ખાવી જ છે એટલે