________________
૭૦૦
શારદા સિદ્ધિ લગની ખૂબ હોય છે. એમને પૈસા મળી ગયા પછી એને રસ પૂર્ણ થઈ જાય છે? ના. ત્યાં તો વધુ તૃષ્ણ જાગે છે. જેમ સનેપાતના તાવવાળાને ડૉકટર મેલેરીયા સમજીને ઈંજેકશન આપે તે સનેપાત વધી જાયને? એમ લક્ષ્મીને સનેપાત પણ એ જ છે ને? ભેડા ઘણાં કુકા હાથમાં આવે કે સનેપાત ઓર વધે. મળ્યાને રસ રહેતું નથી પણ પછી તે નવું મેળવવાને રસ જાગે છે. કહ્યું છે કે “સાતવાન સદાઝિતિ સ્ટ ટ્યfધctત સ્ત્રાતઃ શારિમિતા સે રૂપિયા મેળવવાની ઈચ્છા હતી તે સે મળ્યા. હવે એ સેને રસ ખૂટે ને હજારને રસ જાગે, પછી લાખની ઈચ્છા, આગળ વધતા કરેડની ઈચ્છા થાય છે. આ શું રસની વૃદ્ધિ છે? ના. અંદરને સંતાપ દશગણે વધે. ટૂંકમાં આ બધા નાશવંત પદાર્થોમાં તમારે રસ ટકવાને નથી, માટે જ્ઞાની ભગવંતો કહે છે કે આધ્યાત્મિક શાસ્ત્રમાં અખૂટ ને અતુટ રસ છે. આધ્યાત્મિક શાસ્ત્રમાં ડૂબકી મારવાથી કે અનુપમ રસ આવે છે તે અનુભવે. તે રસ કયારે ખૂટશે જ નહિ એ અમાપ રસ છે. આ પવિત્ર ભૂમિ પર પહેલા આર્યપ્રજાને આધ્યાત્મ શાસ્ત્રની રૂચી હતી. રાજસભાઓમાં પણ આધ્યાત્મ શાસ્ત્રોના રસની છોળે ઉછળતી હતી. આજે એ બધું નષ્ટ થઈ ગયું છે. આજે તે જ્યાં ને ત્યાં ભૌતિકવાદની દાંડી પીટાય છે. એના કારણે દુઃખ પણ વધ્યું છે. અશાંતિ વધી છે, કલેશ, કષાય અને રગડાઝઘડા વધ્યા છે અને સુખશાંતિ અને સમાધિને નાશ થઈ ગયેલ છે. આત્મિક શાંતિ, સુખ અને સમાધિ માટે તે શાસ્ત્રના રસની જરૂર છે.
ઉત્તરાધ્યયન સૂત્રના તેરમા અધ્યયનમાં ચિત્ત અને બ્રહ્મદત્તની વાત ચાલે છે. તેમાં ચિત્તમુનિ આદયાત્મિક રસમાં આનંદ માનનારા છે અને બ્રહ્મદત્ત ચક્રવતિ ભૌતિક રસમાં આનંદ માનનારા છે, તેથી ચિત્તમુનિને કહે છે કે તમારા ત્યાગમાં કેટલું બધું કષ્ટ છે! જુઓને, તપ કરી કરીને તમારું શરીર કેવું સૂકાઈ ગયું છે! આ બધું બોલાવનાર જે કઈ હોય તે પિતાના ભાઈ પ્રત્યેને રાગ છે. રાગના કારણે આવા શબ્દ કહી સંસારના ભેગ-સુખને ભેગવવાનું આમંત્રણ આપી રહ્યો છે, પણ એની સામે ચિત્તમુનિ પણ જબ્બર વૈરાગી છે. એમણે સંસારનું સ્વરૂપ સમજીને વિચારીને દીક્ષા લીધી છે, એટલે બ્રહ્મદત્ત ચક્રવતિ એમને ગમે તેટલા પ્રભને આપે છતાં એમનું મન પીગળે તેમ નથી. એક વખત જેમના દિલમાં એક વાત સમજાઈ ગઈ કે સંસારના સુખો ક્ષણિક ને નાશવંત છે. એ ક્ષણિક સુખોની પાછળ અનંતકાળનું દુઃખ છે.
આ રે વૈભવના ભંડાર પાછળ, દુઃખનો સાગર છલકે સેનાના પિંજરમાં કેદ પૂરી તને, દુનિયા જોને કેવી મલકે. સંસારને ક્ષણિક સુખની પાછળ દુઃખને મહાસાગર ઉછાળા મારી રહ્યો છે. તેની અજ્ઞાની જીવને ક્યાંથી ખબર પડે ! આ સંસારમાં જીવને ગમે તેટલું સુખ ભલે ને હોય પણ જીવને મોક્ષગતિ ન મળે ત્યાં સુધી નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ આ આ ચાર ગતિ રૂપે જેલમાં પૂરાયેલે છે. આ જેલમાં એના ગુના પ્રમાણે સજા ભોગવી