________________
શારદા સિદ્ધિ
૬૯૭
સિકદર બાદશાહુ થઈ ગયા. એમની વાત તેા તમે ઘણી વાર સાંભળી છે. એમણે કેટલી સપત્તિ ભેગી કરી હતી ! પણ સાથે શું લઈ ગયા ? એમના જીવનના અંતિમ સમયના એક પ્રસંગ કહું. બાદશાહ સિકદર એવા જુલ્મી હતા કે એમણે લોકો ઉપર જુલ્મ ગુજારીને ઘણું ધન ભેગું કર્યું. જ્યારે એ છેલ્લે બિમાર પડયા ત્યારે એમને માટે ઘણાં ઈલાજો કર્યાં. ઘણાં વૈદ, હકીમા અને ડૉકટરો આવ્યા. સૌએ તન-મન-ધનથી પેાતાની શક્તિ રેડીને ઉપચારો કર્યાં પણ એમનુ' ન્રુ શાંત થતુ નથી, ત્યારે સિકન્દરે આવેશમાં આવીને હકીમાને કહી દીધુ` કે “ જો તમે પદર દિવસમાં મારી બિમારી નહિ મટાડા તા તમને બધાને ઘાણીમાં પીલીને મારી નાંખવામાં આવશે. ” આ સાંભળીને હકીમા અને વૈદો તે બિચારા ધ્રુજી ઉઠયા, કારણ કે ઈલાજો અને ઉપચારો કરવામાં બાકી રાખી ન હતી પણ કોઈ ઈલાજ કારગત ન નીવડે એમાં એ શુ કરે ? આ ખાદશાહ કેવા નિર્દય અને જુલ્મી હતા એ તે સૌ જાણતા હતા, કારણ કે ભયંકર જુલમેા કરી કરીને એમણે ધનના ઢગલા ભેગા કર્યા હતા, કંઈકના પ્રાણ લીધા હતા, કંઈકને તારાજ કર્યાં હતા. હકીમે તે મરણના ભયથી ડરીને બેગમ પાસે ગયા ને બેગમને બધી વાત કરી. બેગમ પણ સમજી ગઈ કે આ ઠીક નથી. બાદશ હતુ... આયુષ્ય પૂરું થયુ હશે તેા રહેવાના નથી પણ આ બિચારા નિર્દોષ હકીમાના કચ્ચરઘાણ કાઢી નાંખે એ ભયંકર જુલમ કહેવાય છતાં એ હકીમાને ઉપરથી દમદાટી દેતા ખાલી કે
“ આદશાહકા હુકમ ઠીક હૈ, તુમ લાગાંને બેઠે બેઠે દરમાયા ખાયા હૈ, તે અમ રોગ કયુ' ન મિટાએ આ હકીમેાએ કહ્યુ. બેગમસાબ ! હમ કરે કયા! જમ ખુદાતાલાકી મરજી નહીં. તા એક ભી દવાઈ કામ દેતી નહિ. આપણે તે કને દોષ આપીએ છાએ પણ એ લોકો તે ખુદાને દોષ આપે છે, એટલે હકીમા બેગમને કહે છે કે ખુદાની મરજી નથી એટલે આટલી કિંમતી દવાઓ કરવા છતાં બાદશાહને આરામ થતા નથી, ત્યારે બેગમ કહે છે “ તુમેરી દવાઈ મે' તિલેસ્માત (ચમત્કાર) હય અયસા સાપુત બાદશાહ કે પાસ બતા દો, ફિર માના જાયગા કિ તુમ્હારી કસુર નહિ, ખુદાતાલાકી મરજી અસી હય. ” બેગમની વાત સાંભળીને હકીમા ખુશ થયા ને દવાના ચમત્કાર બતાવવાનુ` કબૂલ કર્યું. બેગમે કહ્યું કે આવતી કાલે તમે બધા બાદશાહ પાસે આવજો. હું પણ ત્યાં હાજર રહીશ. નક્કી કર્યાં મુજબ હકીમેા અને વૈદો આવ્યા ને બેગમસાહેબ પણ હાજર થયા. બેગમે બાદશાહની તબિયત બાબતમાં હકીમાને ઘણાં પ્રશ્નો પૂછ્યા અને બદશાહને કેમ આરામ નથી થતા એ માટે થાડી દમદાટી પણ દીધી.
હકીમેાએ કહ્યુ` નામદાર ! કયા કરે ? ખુદાતાલાકી મરજી નહિ. હય, હમારી કૈસે ભી તિલેસ્માતિક (ચમત્કારીક) દવાઈકા નતીજા નહીં આતા ! બેગમે કહ્યુ, યહુ કયા કહા ? કિસ કે સમજાતે હા ? દવાઈ મેં તિલેસ્માત ય ઔર નતીજા નહિ ? ફિર ભી ખીચમેં ખુદાતાલાકોલાતે ? અચ્છા ! બાદશાહુ સલામત કે દિખાએ તુમ્હારી કોઈ ભી દવાઈકા ! તિલેસ્માત ય કયા ? તે ફિર માના જાયગા. ખુદાતાલાકી મરજી હી
શા. ૮૮