________________
શારદા સિદ્ધિ આવું દુઃખ કેમ આવ્યું ? તેનું મૂળ કારણ વિચારો. સુખ પામવાના અને દુઃખ ટાળવાના ઉપાય અને જનાઓ વિચારો છે પણ એ તે બધી જડ ક્રિયાઓ અને ઉપલકીયા વિચારણાઓ છે. કેઈ દિવસ આ ઘરમાં ધર્મની વિચારણા ચાલતી નથી. હું તે પરણીને આવી ત્યારથી આજ દિવસ સુધીમાં મેં સુપાત્ર દાન દેતા, ધર્મમાં પૈસા વાપરતા કે ગરીબના દુઃખે મટાડતા જોયા નથી. તેમજ સામાયિક પ્રતિક્રમણ કે ચૌવિહાર કોઈ કરતું નથી. જો તમે સમજે તે તમને જણાશે કે લેકે આપણા ઉપર ઈર્ષ્યા કરે છે એજ બતાવે છે કે આપણું પુણ્ય હવે ઘટવા માંડયું છે, અને પાપના ઉદયની તૈયારી છે, માટે પાપને ઉદય થતાં પહેલાં ધર્મની આરાધના કરવા માંડે. આપણું ઘર તે જાણે નાસ્તિકનું જ ન હોય તેમ લાગે છે, મારે અવિનય હોય તે માફ કરજે, પણ મારું અંતર તે દુઃખથી વલેવાઈ રહ્યું છે એટલે મારાથી બોલાઈ જાય છે કે ભગવાન ! મેં પૂર્વભવમાં કેવા પાપ કર્યા હશે કે જે ઘેર ધર્મ નહિ તે ઘેર મારે આવવું પડ્યું! આટલું બોલતાં નિર્વાણની આંખમાં દડદડ આંસુની ધારા વહેવા લાગી હૈયું ભરાઈ ગયું.
નિર્વાણીની આવી કિંમતી બધભરી વાણી સાંભળીને આખું કુટુંબ સ્તબ્ધ બની, ગયું. સાસુ કહે છે બેટા નિર્વાણી ! તારી વાત તદ્દન સાચી છે. તારા એકેક બેલ" લાખ રૂપિયા કરતા પણ કિંમતી છે. અમે સુખ ભોગવ્યું પણ સુખ આપનાર ધર્મને કદી યાદ નથી કર્યો ! બેટા ! તું રડીશ નહિ. શાંત થઇ અને તારે જે કહેવું હોય તે દિલ ખોલીને ખુશીથી કહે. અમને કેઈને દુઃખ થતું નથી. નિર્વાણી કહે છે બા-બાપુજી! હું મારા પિયરમાં ખૂબ ધર્મ કરીને આવી છું એટલે મને અહીં ધર્મ નથી મળ્યો એનું પારાવાર દુઃખ થાય છે. મારા પિતાજીને ત્યાં તે દરરોજ નિયમિત ઉપાશ્રયે જવાનું, સાધુ સાવીને ભાવની ભાવનાની, સાધુ સાધ્વીજી પધારે ત્યારે ભાવપૂર્વક દાન દેવાનું, સવારે પ્રાર્થના કર્યા વિના દૂધ પીવાનું નહિ, મહિનામાં દશ તિથિને લીલેતરીને ત્યાગ, કંદમૂળ તે કદી ઘરમાં આવે જ નહિ, સાધર્મિક બંધુઓને યથાશક્તિ સહારે દેવાને, ગામમાં સાધુ સાધ્વીજી બિરાજતા હોય અને સુપાત્રે દાન દેવાને લાભ ન મળે તો રોજ એક વિગયને ત્યાગ કરવાને. દરરોજ સામાયિક પ્રતિક્રમણ કરવાના. આ અમારે નિયમ હતે, પ્રતિક્રમણ કરીને મારા પિતાજી આધ્યાત્મિક પુસ્તક વાંચે અને અમારું આખું કુટુંબ સાંભળે. હું આવું બધું જોઈને આવી હતી ને અહીં તે મોજમઝા સિવાય બીજું કંઈ ન મળે એટલે મારા હદયના ટુકડે ટુકડા થઈ જતા પણ હું સૌથી નાની રહી તેથી મારાથી કેમ બેલાય? એટલે અકળાઈ મૂંઝાઈને રાત્રે પ્રભુને એક જ પ્રાર્થના કરતી હતી કે,
હેજે અચકાઉં ના સધળું ભલે ચામું જતું, ખીલે જે બાગ તે એ ફૂલ ભલે કરમાતું, મારે તે જોઇએ બસ તારું શરણ કે ભગવાન.