________________
૬૯૨
શારદા સિદ્ધિ છે, અને પુણ્યની લમી માણસ અધમી હોય તે પણ ધર્મની પ્રેરણા આપે છે. તે સારા કાર્યમાં વપરાય છે. આજે જ્યાં જુઓ ત્યાં પિસા તે ખૂબ દેખાય છે. માણસે દાન પુણ્ય ઘણાં કરે છે. લાખ રૂપિયા દાનમાં વાપરે છે પણ પૈસા તે બે નંબરના ને? એક ભક્ત ગાય છે કે
છૂપા દાન પણ કહે છું પણ એ દઉં છું ક્યારે? - બે નંબરના નાણાંને સંતાડી શકું ના જ્યારે,
જે મારો ટેકસ બચાવે હું એને દાન કરે છે, મને કીતિ જે બંધાવે એને હું દાન કરું છું, બાકી જે માંગે એનું અપમાન કરૂં છું.
જીવની કેવી દશા છે ! આ સરકારના લફરા વધ્યા ને તમારા ચેપડા પણ એક નંબરના અને બે નંબરના થઈ ગયા. જીવન એટલા પુણ્ય ઘટયા કે આજની સરકાર તમારા પર કેટલા ટેકસ નાંખી રહી છે ! છતાં વૈરાગ્ય આવે છે ! યાદ રાખજે. ધર્મ વગર જીવની સિદ્ધિ નથી. '
એક મોટા શહેરમાં સુમનલાલ નામે એક શ્રીમંત શેઠ વસતા હતા. શેઠને ચાર દીકરા હતા. ચારે સુખી ઘર પરણ્યા હતા. પુણ્યોદયે લક્ષ્મી ઘણી છે. દીકરા વહુ બધા શેઠની આજ્ઞા પ્રમાણે રહે છે. આથી સુમનલાલ શેઠ છાતી ફુલાવીને ફરતા કે જ આ દુનિયામાં મારા જેવું સુખી કોણ છે? શેઠના ઘરમાં ગાડી-મોટર-નોકર ચાકર બધું હતું પણ સુખના મૂળ રૂપ ધર્મનું નામનિશાન દેખાતું ન હતું પૂર્વભવમાં પુણ્યની કમાણી કરીને આવ્યા છે તે આ ભવમાં બેઠા બેઠા ખાઈ રહ્યા છે, આનંદ કરે છે પણ કાયમ માટે દિવસે સરખા રહેતા નથી. એક વખત એ નગરના રાજાને પ્રધાન બદલાય. એ ન પ્રધાન ખૂબ ટૂંકી દૃષ્ટિને હતે. પ્રજામાં જે કંઈ શ્રીમંતને દેખે કે એનું ધન કઈને કઈ રીતે રાજાના ભંડારમાં ભરવું એવી દષ્ટિ હતી. એટલે એ નવા નવા ટેકસ વધારીને પ્રજાને ચૂસવા લાગે. તે સિવાય બીજી ઘણી રીતે પ્રજાને હેરાન કરવા લાગે તેથી નગરમાં ત્રાસ ત્રાસ વ્યાપી ગયે. પ્રધાનને ત્રાસ જોઈને મોટા મોટા વેપારીઓએ ભેગા થઈને નક્કી કર્યું કે હવે આ નગરમાં રહેવા જેવું નથી. બીજે ક્યાંક જઈને રહીએ. એમ વિચાર કરીને બધા વહેપારીઓ બધે વહેપાર સંકેલીને બીજા ગામમાં જઈને વસ્યા.
“પુત્રવધુની ચેતવણુથી નગર છોડતા શેઠ: ” આ સુમનલાલ શેઠના મનમાં એ અભિમાન છે કે આ નગરમાં હું મોટો છું. મારું કેઈ નામ લઈ શકે તેમ નથી, પણ શેડના મોટા દીકરાની વહુ મનમાં વિચાર કરવા લાગી કે આ નગરમાં પ્રધાનના ત્રાસના કારણે મોટા મોટા વહેપારીઓ ગામ છોડીને ચાલ્યા ગયા ને મારા સસરા હજુ કેમ શાંતિથી બેઠા છે? એટલે વહુએ સાસુને વાત કરી કે બા ! બધા શેઠીયાઓ લગભગ નગર ખાલી કરીને ચાલ્યા ગયા ને મારા સસરા તે નિશ્ચિત બનીને