________________
શારદા સિદ્ધિ
૬૮૯ ઉપર ફેંકી. એ સીધી ભીમસેનના પગ આગળ પડી. ભીમસેને તરત એને હર્ષ થી લઈ લીધી, ત્યારે વિજયસેન રાજાએ કહ્યું ભીમસેન ! આ શું કરે છે? આવા ગંદા ને મેલા ગાભાને તમે શું સ્પર્શ કરે છે ? છી....છી..છી...એને અહીંથી ફેંકી દે. રાજાના માણસે પણ છી છી કરીને ભીમસેનના હાથમાંથી લઈને ફેંકી દેવા માટે આવ્યું. ત્યારે ભીમસેને કહ્યું આ ગંધાતે ગાભે નથી, આ તે મહાદુઃખમાં કાળી મજુરી કરીને મેળવેલી આ અમૂલ્ય ભેટ છે. આ માત્ર કંથા નથી પણ અમૂલ્ય રત્નને એ ખજાને છે, પછી ચાલતાં ચાલતાં ભીમસેને કંથાની કથા વિસ્તારપૂર્વક વિજયસેન રાજાને કહી સંભળાવી, એટલે વિજયસેને તરત એ કંથાને સંભાળીને રાખવાની સુભટને સૂચના કરી.
બંધુઓ ! જ્યારે માણસના પાપને પડદે ખસે છે ને પુણ્યનો ઉદય થાય છે ત્યારે ચારે બાજુથી બધું મળી જાય છે. જ્યારે મહાન દુઃખમાં હતા ને ધનની જરૂર હતી ત્યારે મહા દુઃખ વેઠીને લાવેલુ ધન વાંદરો હુપાહુપ કરીને ઉઠાવી ગયા ને પૂણ્યને ઉદય થયે ત્યારે હુપાહુપ કરીને રની ગોદડી ફેકી ગયે. ભીમસેનને સાઢુભાઈ મળ્યા, પુત્ર મન્ય, રત્નની ગોદડી મળી. હજુ રાણી સુશીલા મળી નથી. એની રાહ જોવાય છે. હવે સુશીલા રાણીને લઈને સુચનારાણી આવી રહી છે. હવે શું બનશે તેનાભાવ અવસરે.
- વ્યાખ્યાન નં. ૭૧ આ સુદ ૧૦ ને રવિવાર
તા. ૩૦-૯-૭૯ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનાદિ અનંત સંસારમાં કર્મથી પરવશ બનેલે આત્મા ચાર ગતિઓમાં પાંચ જાતિ રૂપે અનંતકાળથી પરિભ્રમણ કરતે આવ્યું છે. સુખાભાસ રૂપ સુખમાં આનંદ, હર્ષ કે ઉન્માદને આધીન બનતે તથા પાપદય જનિત સાંસારિક દુઃખમાં શેક, આકંદને ધારણ કરતા સંસારી આત્મા અનંત ભૂતકાળમાં કયાંયે કઈ રીતે કરીને ઠામ બનીને રહ્યો નથી. જન્મ–જો–મૃત્યુ અને એના કારણરૂપ કર્મ અને કષાયન કલેશની પરંપરાને વૃદ્ધિ પમાડતે આ જીવાત્મા પિતાના સાચા સ્વરૂપને ઈ બેઠો છે. તેથી તેનું સંસાર પરિભ્રમણ સતત ચાલુ રહ્યું છે. સંસારી જીવને પૌગલિક ઈષ્ટ સંગજન્ય કે અનિષ્ટ વિયોગજન્ય સુખ ગમે છે પણ ઈષ્ટ વિગજન્ય કે અનિષ્ટસંગજન્ય દુઃખ ગમતું નથી. આવા દુખેથી તે ભાગતે ફરે છે. આ સંસારી જીવને મૃત્યુ ગમતું નથી. તેના પ્રત્યે તેને ભારે અરૂચી છે. ખૂબ નફરત છે. એને જન્મ ગમે છે. ઈટ લાગે છે, પ્રિય-અતિપ્રિય લાગે છે. યૌવન ગમે છે. ઈન્દ્રિયે થનગનતી રહે, કાયામાં બળ, જેમ, તાકાત કે સંસ્કૃતિ રહે તે એને ગમે છે, પણ ડાચા બેસી ગયા હોય, શરીરના અંગેઅંગમાં કરચલીઓ પડી ગઈ હોય, કાને શા. ૮૭