________________
શારદા સિદ્ધિ
}es
થયેલા મુસાફરો એ ઘડી વડ઼ેલાની છાયામાં વિસામા ખાય છે ને થાક ઉતારે છે એવી રીતે સ`સાર તાપથી આકુળ વ્યાકુળ થયેલા મુસાફરો, આચાર્ય ભગવત રૂપ વડલાની શીતળ છાયામાં વિસામે ખાય છે, શાંતિ અનુભવે છે. આચાર્ય ભગવંતા પોતાના જ્ઞાનના પ્રભાવથી અનેક જીવાને તારે છે. આચાય . ભગવ'તના ૩૬ ગુણા છે. આજે એમના ગુણાનું યાન-સ્મરણ આદિ કરીને આપણે એમના પદને પામવા માટે આરાધના કરવાની છે. મહાન પુરૂષોના ગુણલા ગાતા, એમની ઉપાસના કરતા એમના જેવા ખની શકાય છે. ચરિત્ર :- “ શેઠના ઘેરથી વિદાય લેતી સુશીલા – ” સુલોચના રાણીએ સુશીલાને સમાચાર આપ્યા કે મારા બનેવી અને મને બાળકો પગપાળા ચાલીને રાજમહેલ તરફ જઈ રહ્યા છે ને હુ તમને તેડવા આવી છું, માટે બહેન! તમે જલ્દી ચાલેા. નગરશેઠ તેા આ બધુ' સાંભળીને આશ્ચર્યથી દિગ્મૂઢ બની ગયા. એના મનમાં ડર હતો કે હમણાં રાણી મને કંઈક કડક શબ્દો કહેશે પણ સુશીલા બિચારી તા પોતાના કર્મોને દોષ આપે એવી હતી. કોઈના દોષ કાઢતી નથી. એણે કહ્યુ.. બહેન ! હું મારા શેઠની રજા લઈ લઉં. સુશીલાએ શેઠને નમસ્કાર કરીને કહ્યું. આપે મારા ઉપર ઘણા ઉપકાર કર્યાં છે. આપની ઉદારતાને ધન્ય છે! હવે આપ રજા આપે તે હું' મારી બહેન સાથે જાઉં. આ રીતે વિનયથી સુશીલાએ શેઠને વંદન કરીને રજા માંગી, ત્યારે શેઠે કહ્યું' અરે ! આપ આ શું કરો છે ? વદનના અધિકારી તે આપ . છે. મે... આપની પાસે કામકાજ કરાવીને આપના અક્ષમ્ય અપરાધ કર્યાં છે. મને ક્ષમા કરો. આપ રાજરાણી છે તે મેં આપની પાસે કાળી મજુરી કરાવી ! આમ પશ્ચાતાપ કરતા નગરશેઠે કહ્યું મને માફ કરો, ત્યારે સુશીલાએ કહ્યું. શેઠ! એમાં આપના કોઈ અપરાધ નથી. આપના કોઈ દોષ નથી. દોષ તે મારા પાપ ક`ના છે. મેં પૂ`ભવમાં એવા કોઈ પાપ કર્મ કર્યાં હશે કે એ પાપને બદલે આજે હું વાળી રહી છું. તમે તા મારા દુઃખને હળવું કર્યું' છે. હું તમારે ત્યાં રક નાકરાણી બનીને દુઃખની મારી આવી હતી હું કઈ રાણીના રૂપમાં આવી ન હતી, માટે આપે એવા પશ્ચાતાપ કરવાની જરૂર નથી. બસ, હવે મને તમે સુખેથી રજા આપે। તા હું વિદાય લઉ. આમ કહીને સુશીલાએ નગરશેડને સાંત્વન આપ્યું.
બંધુએ ! સુશીલા કેવી પવિત્ર છે! અત્યાર સુધી તે દુઃખો વેઠયા ને કાળી મજુરી કરી. ત્રણ ત્રણ દિવસથી શેઠ-શેઠાણીએ પાતાના બાળકોને મળવા પણ જવા દ્વીધી નથી છતાં એના કેટલા ઉપકાર માને છે ! હવે તે શેઠને ખબર પડી કે આ રાજાની સાળી છે ને પાછી રાજાની રાણી છે. ખુદ મહારાણી એને તેડવા માટે આવ્યા છે. હવે કયાં અને શેઠની રજા લેવાની જરૂર હતી ! પણ ગુણવાન આત્માએ વિનય ગુણુ ચૂકતા નથી. નગરશેઠે ખૂબ પ્રેમથી ખને રાજરાણીએની ભક્તિ કરી અને નજરાણું લેટ ધર્યું. સુશીલાના શરીર પર કપડા ફાટલા તૂટલા હતા તે બદલાવી સારા વસ્ત્રાલંકારો પહેરાવી દીધા ને પાલખીમાં બેસાડી શેઠે બંનેને ભાવ ભરી વિદાય આપી.