________________
૬૮
શારદા સિદ્ધિ પગલિક પદાર્થોની વિનાશકારિતા અને આયુષ્યની ક્ષણભંગુરતા સમજીને મેં દીક્ષા લીધી છે. આ પ્રમાણે ચિત્તમુનિએ કહ્યું ત્યારે પિતાની સંપત્તિ તરફ મુનિરાજને આકર્ષવા માટે બ્રહ્મદત્ત ચક્રવતિ કહે છે તે ચિત્તમુનિ! ,
उच्चोयए महु कक्के य बंभे, पवेड्या आवसहा य रम्मा।
રૂમ નિહં વિત્ત ઘળઉં, પાદિ વાહ શુજાઉં ! ૧૩ . તમારે ઘેર ગમે તેટલી સંપત્તિ હશે પણ મારા જેવી સંપત્તિ નહિ હેય. મારે ત્યાં ઉચ્ચ-ઉદય-મધુ-કર્ક અને બ્રહ્મ આ પાંચ પ્રકારના પ્રાસાદો-મહેલે છે. આ મહેલ ખાસ મારા માટે બનાવેલા છે. એ પણ દેવકૃત છે. એમાં તે કંઈ પૂછવાપણું જ ન હોય. તે સિવાય બીજા પણ મારે ઘણું સુંદર મહેલે છે. તે બધા પ્રચુર-પુષ્કળ મણી માણેક હીરા આદિ રૂપ ધન સમૃદ્ધિથી ઠાંસી ઠાંસ ભરેલા અને પાંચાલ દેશના વિશિષ્ટ એવા સાદર્ય આદિ ગુણથી સંપન્ન છે, માટે હે ચિત્તમુનિ ! આપ એને સ્વીકાર કરે. આ પ્રમાણે કહીને બ્રહ્મદત્ત ચક્રવર્તિ ચિત્તમુનિને કહે છે કે પાંચાલમાં અને ભરતક્ષેત્રમાં જેટલી વિશિષ્ટ વસ્તુઓ છે તે બધી વસ્તુઓ મારા ભવમાં છે, માટે આપ આ ભવનેને સ્વીકાર કરે. *. બંધુઓ ! ચકવતિના એવા પ્રબળ પુણ્ય હોય છે કે ચક્રવર્તિને રહેવા માટે જે જે રાતમાં જેવી જેવી સાનુકૂળતા જોઈએ તેવા મહેલે, દેવે એમને માટે તૈયાર કરે છે, એટલે કહે છે કે હે મુનિ ! - “ ઉદય, ઉચ્ચ, મધુ, કર્ક, બ્રહ્મ આ સુખ મહાલય ને વળી રાજ્ય આ.”
પાંચ પ્રકારના દેવકૃત મહેલ, ધન-ધાન્ય, ઝવેરાત આદિ સમૃદ્ધિથી ભરેલા છે. તેને આપ સુખપૂર્વક ભેગ. તમારે ઘેર ગમે તેવા મહેલે ને બંગલા હશે પણ મારા મહેલની જેમ દેએ બનાવ્યા નહિ હોય! પહેલાં તે તમને ખબર ન હતી કે મારા પૂર્વભવના ભાઈને ઘેર આવી સમૃદ્ધિ છે તેથી તમે છોડીને નીકળી ગયા પણ હવે આપણે બંને ભાઈઓ ભેગા થયા છીએ માટે ચારિત્ર છોડી મારા મહેલમાં આવી જાઓ. આ રીતે બ્રહ્મદત્ત ચિત્ત મુનિને પિતાના તરફ આકર્ષવા માટે પિતાની સમૃદિધનું વર્ણન કરે છે. જેમ નદી કિનારે આવેલા હડા નામના વૃક્ષે પાણીના પૂર આવતા. વાવાઝોડું થાતાં જડ મૂળમાંથી ઉખડી જાય છે પણ આ મુનિને વૈરાગ્ય હડા નામના વૃક્ષ જે ન હતું, તેથી ચક્રવતિ ગમે તેટલી સંપત્તિના પ્રભને આપશે છતાં એનાથી એમનું મન ચલિત નહિ થાય ને પિતાને સંયમમાં દઢ રહીને બ્રહ્મદત્તને કેવા કેવા જવાબ આપશે તે અવસરે.
- આજે આયંબીલની ઓળીને ત્રીજો મંગલકારી દિવસ છે. ત્રીજા દિવસે આપણે ત્રીજા પરમેષ્ઠી ભગવાન આચાર્ય દેવની આરાધના કરવાની છે. વડલે જેમ ગંભીર હોય છે તેમ જિનશાસનમાં આચાર્ય ભગવંતે ગુણગંભીર હોય છે. તાપમાં આકુળવ્યાકુળ