________________
૨૪
શારદા સિદ્ધિ છે. વાણીના સાર મધુર વચન ખેલવુ, ભગવાનના ગુણલા ગાવા તે છે. એવી રીતે ટ્રેટસ્થ સારા વ્રત ધારળ = ” આ મનુષ્ય દેહના સાર વ્રત ધારણ કરવા તે છે. ગાડીને બ્રેકની જરૂર છે, ઘેાડાને લગામની જરૂર છે, હાથીને અ'કુશની જરૂર છે. નૌકાને શઢની જરૂર છે, પ્લેન ચલાવવા માટે પાયલેટની જરૂર છે, અને સ્ટીમરને ચલાવવા માટે કેપ્ટનની જરૂર છે એવી રીતે માનવ દેહ રૂપી નૌકાને ચલાવવા માટે અને વ્રત નિયમ રૂપી શની જરૂર છે. સ’તને ઉપદેશ સાંભળીને સૌએ શક્તિ પ્રમાણે વ્રત. નિયમા અંગીકાર કર્યાં. તેમાં સૌથી પહેલું પ્રાણાતિપાત વિરમણ વ્રત છે તેમાં સ ંતે સમજાવ્યુ` કે હિંસા કરવાથી કેટલું પાપ કમ બંધાય છે ને અહિંસાનું પાલન કરવાથી કેવા મહાન લાભ થાય છે. कैवल्योदय कारिणी मत्रवतां संतापसंहारिणी,
सहृत् पद्मविहारिणी कृतिहरी दीनात्मनां देहिनाम् । सद्बोधामृतधारिणी क्षतितले नृणां मनोहारिणी,
जीवाज्जीवदया सतां सुखकरी सर्वार्थसंदादिनी ॥
કેવળ જ્ઞાનના ઉદય કરનારી, સસારી જીવાના કષ્ટને હણનારી, શુદ્ધ હૃદયરૂપી કમળમાં વિચરનારી, દીન પ્રાણીઓના દુષ્ટ કને ક્ષય કરનારી, પૃથ્વી ઉપર સમ્યગ્ જ્ઞાન રૂપી અમૃતને વર્ષાવનારી. સજ્જનેાના મનને હરનારી, સમનેરથાને પૂર્ણ કરનારી, સુખદાયી એવી શાસનની વિજયવતી જીવયા જીવ'ત રહેા.....અહિં’સાનુ પાલન કરનાર જીવ આ ભવમાં ને પરભવમાં મહાન સુખી થાય છે. જેણે સઘળાં આગમના અભ્યાસ કર્યાં હોય, મહામહેનતે તપ કર્યાં હાય, અત્યંત હર્ષોંથી સુપાત્રને કિ’મતી વસ્તુઓનુ' દાન કર્યું' હોય ગુરૂદેવની ખૂબ ભક્તિ કરી હાય આ બધાની સાથે જો અહિંસાનું પાલન ન કર્યું` હોય તે એ બધુ નિરક છે. જ્યાં હિ'સા છે ત્યાં ધર્મ નથી પણ અધમ છે. આવેા ઉપદેશ સાંભળીને એક શ્રીમ'ત અને શ્રદ્ધાવત શ્રાવકે પહેલુ વ્રત અ'ગીકાર કર્યું કે મારે મેાટકી હિ'સા કરવી નહિ. આ પહેલુ' વ્રત અ`ગીકાર કરીને શેઠ ખૂબ સાવધાનીપૂર્વક એનુ... પાલન કરવા લાગ્યા. બંધુઓ ! વ્રત અંગીકાર કરવુ તેા રહેલ છે પણ જીવન સાથે એનુ પાલન કરવુ' મહામુશ્કેલ છે. શેઠને વ્રત અંગીકાર કર્યાં ઘણા સમય થયા. એક વખત એક દેવને વિચાર થયા કે આ શેઠ એના વ્રતનું પાલન તેા ખરાખર કરે છે પણ કસેાટી આવે ત્યારે કેવા મક્કમ રહે છે એની હું પરીક્ષા કરુ.. પરીક્ષા કરવા માટે શાસનદેવી રૂમઝુમ કરતા પધાર્યાં ને શેઠને કહ્યુ' મહાનુભાવ! હું તમારા ઉપર પ્રસન્ન થઈ છુ.... માંગ....માંગ તું માંગે તે આપુ'. શેઠે કહ્યું કે દેવી ! મારે કોઈ ચીજની કમીના નથી. મારે ક'ઈ માગવુ' નથી. આપે મને દર્શન દીધા એ મારુ' સદ્ભાગ્ય માનું છું કારણુ કે દેવના દર્શન મૃત્યુલેાકના માનવીને મહા દુલ ભ છે. દેવીએ કહ્યુ શેઠ! તમારે ઘેર