________________
૬૮૨
શારદા સિદ્ધિ જાય છે, અને વધારામાં રાગ-દ્વેષ, કષા, અવિરતિ વિગેરેના સેવનથી અઢળક અશુભ કર્મબંધનની કમાણી થાય છે. ખાન-પાન અને રંગરાગમાં રમવું એ બધી માટીની રમત છે. એ ક્ષણિક ને નાશવંત છે. એમાં કદી તૃપ્તિ થતી નથી. ‘ડી વાર તૃપ્તિ લાગે પણ ઉલટુ મનનું ભૂખારવાપણું વધતું જાય છે માટે એમાં મોહ રાખવા જેવું નથી. પશુ કરતાં લાખ દરજજે ઉંચો જન્મ મળ્યો એ જીવન પશુ કરતા લાખ દરજે ઊંચું જીવવા માટે મળ્યો છે. આપણી જિંદગી બહુ નાની છે. પાંચ પચ્ચીસ વર્ષની જિંદગીમાં કૂદવું હોય તેટલું કૂદી લ્યો પણ એ વાત ન ભૂલશે કે ભાવિ ભયંકર છે.
જંગલમાં બકરા ઘેટા સરોવરમાં પાણી પીતા હોય, પાણી ઠંડુ ને સ્વચ્છ હોય, જંગલ લીલુંછમ હોય, પવન પણ ઠડે આવતું હોય ત્યાં દૂરથી વાઘ કે સિંહની ગર્જના સંભળાય એટલે બધા ભાગાભાગ કરી મૂકે છે. શીતળ પાણી, લીલુંછમ ઘાસ અને મઝાને ઠંડો પવન આ બધું મૂકીને જીવ લઈને ભાગે છે ને? એ સમજે છે જે નહિ ભાગીએ તે મરી ગયા સમજે. હમણુ સિંહ કે વાઘ આવશે એમ સમજીને જીવવા ખાતર ભાગે છે. એ તે પશુ છે. એમને મરવાની આટલી બધી બીક લાગે છે ત્યારે આપણે તે મનુષ્ય છીએ. તે વિચાર કર્યો કે આપણાં જીવન પર મૃત્યુની તલવાર લટકી રહી છે. એ દરેક દર્શન માને છે ને? અરે, આસ્તિક તે શું? નાસ્તિક પણ માને છે. આયુષ્ય પૂરું થયા પછી એક ક્ષણ પણ તમારું કઈ સાંભળનાર નથી. હવે આ પુદ્ગલના નાચમાં જે અચાનક આયુષ્યને બંધ થાય તે કઈ ગતિ થાય ? તેને વિચાર કરો. પુદ્ગલની પળોજણમાં જિંદગીની જિંદગી ચાલી ગઈ ને કંઈ આરાધના કરી નહિ. જેની પળોજણમાં જિંદગી વિતાવીને કર્મો બાંધ્યા એ જીવને પરલેકમાં કર્મ ભગવતી વખતે સાથ નહિ આપે. એ તે પિતાને બધું ભેગવવું પડશે.
જે કુટુંબને તમે સારી રીતે પાળે છે, છે અને એના પ્રત્યે મેહ કરો છે એ તમને કયાં સુધી સાથ આપશે ? જ્યાં સુધી સ્વાર્થ હશે ત્યાં સુધી. સૌ પિતાના સ્વાર્થના સગા છે. કેઈ આત્માના સગા નથી. આજના કુટુંબમાં વાતાવરણ કેવું છે આરાધનામય કે સ્વાર્થમય? સ્વાર્થ મય વાતાવરણ હોય ત્યાં સ્વાર્થની વાત હોય છે, માની લે કે તમે સુરતથી મુંબઈ જઈને આવો ત્યારે તમારી માતા, પત્ની અને બાળકો શું પૂછે છે? માતા કહેશે કે બેટા! તું આવ્યો? મારા માટે કંઈ લાવ્યો? પત્ની પૂછશે કે મારા માટે ફોરેનની સાડી, વીટી વિગેરે લાવ્યા કે નહિ? મોટા ભાગે આવું જ પૂછાય છે. નાના નાના બાળકે પૂછે કે બાપાજી... અમારા માટે કંઈ સારું સારું ખાવાનું લાવ્યા કે નહિ? હું તમને પૂછું છું કે તમે આટલા બધા બેઠા છે એમાં કોઈની માતા પૂછે છે ખરી કે બેટા ! મુંબઈ ગયે હતું તે કયા કયા ધર્મસ્થાનકે ગ હતો? તે સંત સતીજીના દર્શન કર્યા? વ્યાખ્યાન સાંભળ્યું ? એમાંથી તે શું પ્રેરણા લીધી? શું શું વ્રત પચ્ચખાણ કર્યા ? અરે ! તમારા શ્રીમતીજી પૂછે છે ખરા