________________
શારદા સિદ્ધિ
છેડયા પછી જ્યાં ગયા ત્યાં દુઃખ સિવાય બીજું કંઈ જોયું નથી, અને હવે તે મને મારા જીવનમાં સુખ આવે તેવું કંઈ દેખાતું નથી. ત્રણ ત્રણ વર્ષથી તારા બનેવી અમને મૂકીને ગયા છે ત્યાર પછી તે અમારા માથે દુઃખ પડવામાં બાકી રહી નથી. એક મહિનામાં પાછા આવવાનું કહીને ગયા તે ગયા ફરીને એમના સમાચાર નથી. એમનું શું થયું હશે ? એ પતિનું મુખ મને ક્યારે જોવા મળશે. આટલું બોલી સુશીલા ખૂબ રડી, ત્યાં સુચનાએ કહ્યું મોટી બહેન મોટી બહેનતમે રડે નહિ. ઉભા થાઓ. હું તમને એક આનંદના સમાચાર આપું. એ જાણીને તમને ખૂબ આનંદ થશે.
“નિરાશામાં પ્રગટલું આશાનું કિરણ”:- હતાશ થયેલી સુશીલાએ કહ્યું બહેન ! મારા શું આનંદના સમાચાર હાય! સુચનાએ કહ્યું-બહેન ! મારા બનેવી આ નગરમાં પધાર્યા છે, અને તારા બનેવી સાથે બંને બાળકને સાથે લઈને વાજતે ગાજતે રાજમહેલમાં જઈ રહ્યા છે. આ સાંભળીને સુશીલાની જીવનસિતાર ઝણઝણી ઉઠી. ખુશીનું એક ગીત એના હૈયામાં ગુંજી ઉઠયું. વિરહની આગમાં શેકાઈ ગયેલું તેનું દિલ ફરીથી ખીલી ઉઠયું. સુશીલા આ સમાચાર સાચા માની ન શકી છતાં માનીને પૂછયું તે બહેન ! તારા બનેવી સીધા મારી પાસે કેમ ન આવ્યા? એ આવ્યા હોય તે મારી પાસે આવ્યા વિના રહે જ નહિ. સુચનાએ કહ્યું, મોટી બહેન! મારા બનેવી તારા બનેવીને મળ્યા એટલે એમણે પહેલા તે તારા સમાચાર પૂછયા, તે ખબર પડી કે તું ઝૂંપડીમાં રહે છે. ત્યાં તપાસ કરાવી તે તમે ત્યાં ન હતા. ખબર પડી કે તમારી ઝૂંપડી ભદ્રા શેઠાણીએ બાળી મૂકી છે, અને તમે ને બંને બાળકે ફરીથી ઘર વિનાના નિરાધાર બનીને કયાંક ચાલ્યા ગયા છે, એટલે બંને સાઢુભાઈએએ તમારી નગરની બહાર અને નગરમાં ખૂબ તપાસ કરી. ખૂબ તપાસ કરતાં તમારા બંને બાળકો મળ્યા પણ તમે ન મળ્યા. બાળક પાસેથી તમે કયાં છે તે સમાચાર મળ્યા. બાળકેએ તમારા દુઃખની થોડી ઘણી વાત કરી. તમારા દુઃખની વાત સાંભળીને મારા બનેવી તે મૂછ ખાઈને જમીન ઉપર ઢળી પડયા, અને ભાનમાં આવ્યા ત્યારે બાવરા બનીને એ તારી શોધમાં દોડવા લાગ્યા. ત્યાં એમને ખબર પડી કે તમે અહીં કામ કરો છે એટલે એ આવવા તૈયાર થયા, પણ તમારા બનેવીએ એમને ખૂબ સમજાવીને અહીં આવતા રોક્યા, કારણ કે તમને આવા દુઃખમાં જઈને એમના મન ઉપર અસર થઈ જાય તેથી આવવા ન દીધા, અને મને તેડવા મોકલી. એમનું સ્વાગત કરવા માટે તમારા બનેવીએ હાથી-ઘડા શણગારીને મંગાવ્યા પણ
જ્યાં સુધી તમે ન મળે ત્યાં સુધી એ હાથી કે ઘોડા પર બેસવાની એમણે ચોખ્ખી ના પાડી. તેઓ પગપાળા ચાલતાં હજારો નગરજને સાથે મહેલ તરફ જઈ રહ્યા છે. હવે તમે પણ જહદી પધારે. સુશીલા શેઠની રજા લઈને સુચનાની સાથે કેવી રીતે જશે ને શું બનશે તે અવસરે.