________________
શારદા સિદ્ધિ કરવામાં છે. મુનિ પિતાના જીવનમાં એકલી સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના ને વૃદ્ધિ કર્યું જાય છે. તેમજ પોતાના સમાગમમાં આવનારને પણ એની પ્રાપ્તિ કરાવે છે, તેથી મહાલાભ એ થાય કે વીતરાગ પરમાત્મા શ્રી અરિહંત દેવ પ્રત્યે ભક્તિ અને બહુમાન વધે છે, અને એમની પવિત્ર આજ્ઞા જીવનમાં ઉતારતાં હિંસા, જૂઠ, ચોરી, મદ, મત્સર, માયા, આડાર, વિષય, પરિગ્રડની લેલુપતા, કામ, ક્રોધ, લેભ વગેરે દોષ ઘટતા જાય છે તેથી જાતે તે સુખી થવાય છે ને જગતને પણ આવા ગુણીયલ જીના નિમિત્તથી રાહત મળે છે. સુપાત્ર દાનનું મહાન ફળ છે. એક દષ્ટાંત આપીને સમજાવું.
એક બ્રાહ્મણ ખૂબ શ્રીમંત હતે. એક વખત એના મનમાં એવો વિચાર થયે કે હું બ્રાહ્મણની ભક્તિ કરું તે મને પુણ્ય મળે એટલે એણે એક મેટ ભજન સમારંભ ગોઠવ્ય ને ઘણાં બ્રાહ્મણોને જમવાનું આમંત્રણ આપ્યું, પણ જમણવારમાં કઈ વ્યવસ્થા કરનારો સારો માણસ તે જોઈએ ને? એ માણસ શોધતું હતું ત્યાં એને એક ગરીબ જૈન વણિક મળી ગયે. એને બ્રાહ્મણે કહ્યું કે જે ભાઈ! તું આજનો દિવસ અહીં રહેજે અને આ રડાનું ધ્યાન રાખજે ને જમવા આવનાર બ્રાહ્મણને બરાબર પીરસજે. તારી મહેનતના બદલામાં જમણવારમાં જેટલી ચોખ્ખી રસોઈ વધે એ બધી તારી, બેલ કબૂલ છે ને? વણિકે કહ્યું. ભલે, જૈન વણિક બધું કામ કરવા લાગે. બપોરે ટાઈમ થયા. બ્રાહ્મણ અને મહેમાને બધા જમવા આવ્યા. સૌ જમીને ગયા પછી ઘણી રઈ વધી. બ્રાહ્મણના કહેવા પ્રમાણે મીઠાઈ વિગેરે જે વધ્યું એની માલિકી વણિકની થઈ. બ્રહાણે જમણવાર પત્યા પછી કહ્યું કે ભાઈ! આ જે કંઈ વધ્યું છે તે તારું.
વણિક વિચાર કરવા લાગે કે આજે મને સુપાત્ર દાન દેવાને મહાન લાભ મળે તે કેવું સારું ! તદ્દન નિર્દોષ આહાર છે. એ તે હર્ષભેર શહેરમાં ઉપડે અને જ્યાં જૈન સાધુ સાધ્વીજીએ બિરાજમાન હતા ત્યાં જઈને નમ્રભાવે ભાવના ભાવી અને કહ્યું કે નિર્દોષ અને સૂઝતો આહાર છે. આ ગરીબ માણસને લાભ આપી કૃતાર્થ કરે તે મારો ઉધાર થાય ને મારા આત્માનું કલ્યાણ થાય. આ પ્રમાણે ખૂબ આગ્રહપૂર્વક ભાવના ભાવતા ગામમાં જે સંત સતીજીએ હતા તે ત્યાં પધાર્યા. ઉત્કૃષ્ટ ભાવથી સાધુ સાધવીને ગૌચરી વહેરાવી. વણિકે ઉત્કૃષ્ટભાવે સુપાત્ર દાન આપ્યું એના પ્રભાવે મરીને શ્રેણુક રાજાને પુત્ર નંદિષેણ બન્ય. આ છે સુપાત્ર દાનને પ્રભાવ.
ચિત્ત મુનિ બ્રહ્મદત્તને કહે છે કે અમારા નગરમાં પધારેલા મહાત્માએ અનેક પ્રકારને ધર્મ સમજાવ્યો. એમાં ઘણાં છવા વિવિધ પ્રકારે ધર્મ પામ્યા. એ રીતે મને પણ એમની વાણી સાંભળીને સંસાર અસાર લાગે. મનમાં થયું કે આ સંસાર તે એક પાપનું પિંજર છે. સંગ અને વિયેગનું ઘર છે “સંસાર એટલે વિકારે અને તૃણુને ખીલવવા માટેનું રસાળ ક્ષેત્ર, સંસાર એટલે તૃણું અને વિકારોની ગુલામીમાં ઈદ્રને નાચવા કૂદવાનું કીડાંગણું. જે સંસાર રૂપી