________________
શારદા સિદ્ધિ
૭૭
ભૂતના વળગાડ જેવી ઉપાધિ જેટલી વધારે એટલી જીવને સત્તામણી વધુ છે. જાગ્યા ત્યારથી ઉંધે નહિ ત્યાં સુધી જપે નહિ, જન્મ્યા ત્યારથી મરે નહિ ત્યાં સુધી એ જપે નહિ. જેમ ભૂતના વળગાડ જ્યાં સુધી નીકળે નહિ ત્યાં સુધી જીવને જપવા દે નહિ, એમ કાયા, ઈન્દ્રિયો, કુટુંબ, કંચન, ઘર, દુકાન, માલસામાન વિગેરે ઉપાધિએ જીવને સતાવ્યા કરે છે છતાં ખૂબીની વાત તા એ છે કે અજ્ઞાન મૂઢ જીવને એ સતામણીએ સતામણી રૂપ લાગતી નથી પણ જ્ઞાની ભગવતા કહે છે કે ઉપાધિ ઓછી એટલી સતામણી અને વલાપાત એછે. સિદ્ધ ભગવાનને કંઈ ઉપાષિ નથી તા એમની કઈ સતામણી નથી. આ ઉપાધિઓના લીધે સ'સારી જીવાની દુદર્શાના પાર નથી. અને સિદ્ધ ભગવાનને ઉપાધિ નધી એટલે અખૂટ, અતૂટ, અનત આનંદ અને 'સુખના ભંડાર ભર્યાં છે. આવા સિધ્ધ ભગવાનના પદની પ્રાપ્તિ કરવા માટે મન, વચન અને કાયાથી આપણે એમની આરાધના કરીએ, એમનુ ધ્યાન ધરીએ, એમના ગુણગાન કરીએ તે આપણાં કર્મોનો ક્ષય થાય અને આપણે એવા સિધ્ધ ભગવતના ઉચ્ચપદને પામી શકીએ.
જેમને સિદ્ધના શાશ્વતા સુખા મેળવવાની લગની લાગી છે એવા ચિત્તમુનિ અને ભૌતિક સુખા અને સ'પત્તિના મહાસાગરમાં મહાલતા બ્રહ્મદત્ત ચક્રવર્તિ બંને વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો છે. બ્રહ્મદત્ત ચક્રવર્તિને ખખર નથી કે આત્મિક સુખાના આનંદ કેવા હેાય છે! કહેવત છે ને કે ખાખરની ખિસકેલી સાકરના સ્વાદને શુ સમજે ? એમ ભાગમાં સુખ માનનારા બ્રહ્મવ્રુત્ત ત્યાગીના સુખને કેવી રીતે સમજી શકે ? માટે મુનિને કહે છે કે તમે ભાગસુખાને છોડીને દીક્ષા શા માટે લીધી ? એ અમને કહેા. ત્યારે ચિત્તમુનિ કહે છે હું બ્રહ્મદત્ત સાંભળ.
નવીન શ્લાક કડી શ્રવણે સુણી, ભવનધિ તરતા કઈ પ્રાણીઓ, પરમ ચાગી કનૈયો જ સાંભળી, વિરતિ ભાવ સ્વ અંતર હલસ્ત્યા.
જ્ઞાની ગુરૂરાજે વિશાળ જન સમુદાયની વચમાં એક એવી ગાથા સ`ભળાવી કે એને સાંભળાને હળુકમી જીવા શીલ અને ગુણૈાથી યુક્ત બની જાય છે. એ ગાથા શ્ર્લોકના અક્ષરો બહુ ઓછા હતા ને એમાં ભાવ ઘણાં હતા. એમાં મુખ્યત્વે જ્ઞાનદર્શીન, ચારિત્ર, દાન, શીલ, તપ વિગેરેના ઉપદેશ હતા. ઘણાં માણસાએ એ ગાથા સાંભળી. એના અથ-પરમાથ અને ભાવા સાંભળ્યે પણ જેની જેની પાત્રતા હાય છે તે તે પ્રમાણે પોતાના અંતરમાં ઝીલી શકે છે. મુનિના ઉપદેશ સાંભળીને કંઈક જીવા સંસાર છોડીને સંયમી બની ગયા. કઇક તપમાં જોડાયા, કઈક જ્ઞાનમાં જોડાયા, કંઈક ભવભ્રમણ અટકાવનાર સભ્યત્વને પામી ગયા, કઇક માર વ્રતધારી બન્યા, અને કઈક દાનના મહિમા સમજયા.
બંધુએ ! દાન દાનમાં પણ ઘણા ફરક છે. જે દાનની પાછળ માત્ર સમ્યગ્ દન-જ્ઞાન-ચારિત્રની પુષ્ટિ થાય છે એ દાન સુપાત્ર દાન છે. એવું દાન મુનિની ભક્તિ