________________
શારદા સિદ્ધિ ( “ભીમસેનનું સ્વાગત અને શેઠ શેઠાણને તિરસ્કાર - સુશીલાને પતિને મળવાને હર્ષ હતું એટલે પાલખી ઝડપભેર રાજમહેલ તરફ રવાના થઈ. ભીમસેન
અને વિજ્યસેન પણ કુમારો સાથે રાજમહેલ તરફ આવી રહ્યા હતા. ખુદ નગરનરેશ પિતાના સાઢુભાઈ ભીમસેન નરેશની સાથે પગપાળા રાજમહેલ તરફ જઈ રહ્યા છે એ જાણીને તેમને જોવા માટે ને તેમને સત્કાર કરવા માટે નગરજને ચોરે ને ચૌટે, ગેખે ને ઝરૂખે ઉભા હતા અને જ્યાં જ્યાંથી તેઓ પસાર થતાં ત્યાં ત્યાં પ્રજાજને તેમને પુષ્પોથી, ચોખાથી વધાવતા હતા, અને જેરશેરથી તેમને જયનાદ બેલાવતા હતા. કંઈક નગરજને અંદરો અંદર વાતો કરતા હતા કે જુએ, આ કેણ છે? ખબર છે? પેલા લક્ષ્મીપતિ શેઠને ઘેર આ માણસ મહિને બે રૂપિયાના પગારમાં નોકરી કરતે હતે. શેડ બે રૂપિયામાં તે એની પાસે કેવી કાળી મજુરી કરાવતા હતા, અને એની પત્ની પાસે ભદ્રા શેઠાણી કેટલું કામ કરાવતી હતી, માર મારતી હતી ને છેવટે ભદ્રાએ એના ઉપર કલંક ચઢાવીને બાવડું પકડીને હસેડીને બહાર કાઢી મૂકી, અને બિચારી ઝૂંપડી બાંધીને રહેતી હતી તે ઝૂંપડી પણ ભદ્રાએ બાળી મૂકી એટલે નિરાધાર બનીને કુંભારને ઘેર કામ કરતી હતી. ત્યાંથી હમણાં નગરશેઠની હવેલીએ કામ કરે છે. મહારાણી પાલખી લઈને એને તેડવા નગરશેઠને ઘેર ગયા છે. એ પણ હમણું આવી પહોંચશે. આપણા રાજાની સાળી અને સાઢુભાઈએ આપણું જ નગરમાં કેટલા દુઃખ વેઠયા? અત્યાર સુધી કોઈએ એમને ઓળખ્યા નહિ. આજે એમના પુણ્યને ઉદય થયે. હવે એમનું બધું દુઃખ ચાલ્યું ગયું. આમ અંદરોઅંદર વાતો કરતા હતા. • “ભીમસેનને જોતાં વાંદરાને જાગેલો ઉલાસ -” ચાલતાં ચાલતાં મહારાજા નગરના ચોકમાં આવ્યા. હજારે નગરજને એમનું સ્વાગત કરે છે. ત્યાં રસ્તાની બાજુ ઉપર ઝાડ હતા. એ ઝાડ ઉપર વાંદરાઓનું ટોળું બેઠું હતું. તેમાંનાં એક કપિરાજને (વાંદરાએ) પ્રજાજનોને રાજાનું સ્વાગત કરતા જોઈ સ્વાગત કરવાનું મન થયું. ઝાડ ઉપર બેઠા બેઠા એણે તે હુપાહુપ કરીને પિતાને હર્ષોલ્લાસ વ્યક્ત કર્યો. તે કયાંકથી સુગંધી પુષ્પોની એક સુંદર માળ ઉપાડી લાવ્યો હતો તે એવી રીતે ફેકી કે એ સીધી ભીમસેનના ગળામાં પડી, અને બીજા છૂટ પુષ્પોની વૃષ્ટિ કરી. ભીમસેને ઉચું જોયું તે કપિરાજ એના સામું જોઈને હુપાહુપ કરીને હર્ષની ચીચીયારીઓ કરી રહ્યો હતે. ને બે હાથ જોડી નમન કરી રહ્યો હતો. વાંદરાની આ ભક્તિ જોઈને લોકોને ખુબ આશ્ચર્ય થયું કે આ ઝાડ ઉપર કૂદાકૂદ કરતે વાંદરો આ શું કરી રહ્યો છે? ત્યાં વાંદરાએ શું કર્યું?
મર્કટ કંથા લાકર દીની, ભીમ ભૂપ કે ડાર,
ફેક ન લગે લેક મત કે કે, ઇસમેં માલ અપાર. સરોવરમાં ભીમસેન સ્નાન કરવા ગયે ત્યારે વાંદરો આવીને એની મેલી ગોદડી ઉઠાવી ગયા હતા તે જ ગંદી અને જીર્ણ ગેરડી વાંદરાએ ઝાડ ઉપરથી ભીમસેન