________________
શારદા સિદ્ધિ
૬૭૫
સળગતી ભઠ્ઠીમાં શેકાતા એ શ્રીમંત નવપદના શરણે પહોંચી જાય અને પેાતાની જીવનનૈયા નવપદના શરણમાં ઝુકાવી દઈ ને એ પેાતે નવપદના ધ્યાનમાં તદાકાર બની જાય પછી ભલે દેવાળુ' નીકળવુ હોય તેા ય નીકળે ને દરોડો પડવા હોય તા ય ભલે પડે મારું' એમાં કંઈ જવાનુ નથી, કારણ કે મને તે નવપદ મળી ગયા છે. આવી ખુમારી એનામાં પ્રગટી જાય અને પછી એના જીવનમાં જે ચમત્કારો સર્જાવા માંડે, હૈયામાં જે ઠંડક વળવા માંડે, દુઃખ આવે તે પણ હસતા મુખે સહન કરી લેવાની જે તાકાત પ્રગટવા લાગે એ જોઇને એ શ્રીમ'તને પણ કબૂલ કરવુ' પડે કે ખરેખર, નવપદ એ જગતની તમામ તાકાતાને પગ નીચે રાખે એવી એક સર્વોપરિ તાકાત છે. બંધુએ ! જીવનમાં નવપદની આંશિક શક્તિના એક વાર પણ જેને આ રીતે સાક્ષાત્કાર થઈ જાય છે એ જીવનના કોઈ પણ સયાગામાં પછી સુખમાં કે દુઃખમાં, સચેાગમાં કે વિયેાગમાં, જેલમાં કે મહેલમાં ગમે ત્યાં હોય પણ એ નવપદને ભૂલી શકતા નથી. નિરાશ’સભાવે રાત-વિસ નવપદનુ રટણ એ એનુ જીવન બની જાય છે. સતી મયણાસુંદરી અને શ્રીપાળ રાજાનુ જીવન આજે પણ આ વાતની સાક્ષી પૂરે છે. આમ તે સાગરિકનારે ઘણાં ય લાકડાના પાટીયા અને હાડીએ ઉભી હૈાય છે પણ એનુ ખરું મૂલ્યાંકન કિનારે ઉભેલા માણસ નહિ પણ મરિયે ડૂખતા માણસ કે જે એકાદ પાટીયુ કે હાડીના સહારો લઈને મરતા મરતા ખચીને કિનારે આવી ગયેા હોય એ જ આંકી શકે. નવપદની ઓળી એ તેા ભવસાગર તરવાની ડેાડી છે. ડૂબતા સ'સારી જીવા જો એને સહારો લે તે તર્યા વિના રહે નહિ, પણ આપણી પાસેથી ચાલી જતી એ હાડીને પકડીને આપણે એમાં બેસી જવુ પડે. નહિતર તે જે એમાં જઈ ને બેસી જાય એ સામે કિનારે પહેાંચી જાય ને નહિ બેસે એ તે રાહ જોતાં રહી જશે, માટે સમય આવ્યે છે એને વધાવી લે. નવપદ રૂપી નૌકામાં બેસી જાઓ ને માનવજીવનને સફળ બનાવી લે. આવા અવસર ફીફીને નિહ મળે.
ગઈ કાલે નવપદમાં પહેલા અરિહંતપદની આરાધના કરવાની હતી. આજે બીજા દિવસે સિધ્ધ ભગવાનની આરાધના કરવાની છે. અનત અનંતકાળથી કામ, ક્રોધ, લાભાર્દિ મલિન વૃત્તિઓથી ખરડાયેલ આત્માને નિર્મળ બનાવવા માટે આ માનવભવમાં અતિ, સિદ્ધ આદિ નવપદ્મની આરાધના એ મહાસ્નાન છે. આ પવિત્ર નવપદની આરાધના અને ઉપાસનામાં આત્માને જેમ જેમ સ્નાન કરાવ્યા કરશે તેમ તેમ એ મલિન વૃત્તિએના મેલ દૂર થતા જશે. માનવભવમાં આ બધું કરી શકાય છે, તેથી જ્ઞાની ભગવાએ માનવભવના ઉંચા મૂલ્ય આંકયા છે. મનુષ્ય ધારે તે અરિહ ંતપદની અને સિદ્ધપદની આરાધના કરી શકે છે. આ પદોમાં એવી મહાન શક્તિ રહેલી છે કે એની આરાધના કરતાં કરતાં આત્મા ઉપર રહેલી મલીન વૃત્તિએને દબાઈ જવુ' પડે છે. આ મલીન વૃત્તિએ એક પ્રકારની નથી, અનેક પ્રકારની છે, જેમ કે કામ-ક્રોધ, લાભની વૃત્તિ,