________________
શારક સિનિ :
૬૭૮ ક્ષેત્રમાં વિકારો અને તૃષ્ણાઓ ભરપૂર ખીલે છે. આવા અસાર, અધ્રુવ અને અનિત્ય એવા સંસારમાં રહીને ત્રણે કાળમાં આત્માનું કલ્યાણ થવાનું નથી. આત્મ કલ્યાણ કરવા માટે તે સંયમ શ્રેયકારી છે એમ સમજીને મેં એ સંસારના સુખે છેડીને આત્મકલ્યાણ કરવા માટે એ મુનિરાજ પાસે દીક્ષા લીધી છે. જે હું આજે તમારી સામે આવીને ઉ છું સાધુપણામાં તે મહાન સુખો છે. સંયમ એ આત્મ કલ્યાણ કરવા માટે શ્રેયકારી માર્ગ છે. આ પ્રમાણે ચિત્તમુનિએ બ્રહ્મદત્તને કહ્યું. હવે બ્રહ્મદત્ત ચક્વતિ ચિત્તમુનિને શું કહેશે તેના ભાવ અવસરે.
ચરિત્ર – સુચના રાણી પિતાની મોટી બહેન સુશીલાને મળવા માટે આવે છે. કામવાળી રાણીની બહેન છે તે જાણતાં નગરશેઠ અને શેઠાણ ધ્રુજી ઉઠયા. સુચના રાણને સુશીલા કામ કરતી હતી ત્યાં લઈ આવ્યા. સુશીલા તે બિચારી મોટી લાજ તાણી વાસણ ઉટકી રહી હતી. સુચના દોટ મૂકીને બેલી મોટી બહેન...મોટી બહેન સુશીલાએ ઉંચું જોયું કે અહીં વળી મને મોટી બહેન કહીને બોલાવનાર કેણું મળ્યું? સામે નજર કરી તે પિતાની નાની બહેન સુલોચના દોડતી આવી રહી છે. એ હજુ કંઈ વિચાર કરે તે પહેલાં સુચના દોડતી ત્યાં આવી ને બેલી, અરેરે. મોટી બહેન! તમારી આ દશા ! એમ કહેતી.
દાનો લલના લિપટ ગઈ હૈ, મોહવશ હઈ મલાલ,
સરવર ઉમડ પડી આંખો સે, ફૂટ પડ પરનાલ, બંને બહેને એકદમ ભેટી પડી. એકબીજાના ખંભે માથા મૂકીને ખૂબ રડી. આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી, પછી હૈયું હળવું કરીને સુલેચના કહે છે મોટી બહેન ! તમારી આ દશા ! મને ખબર મળ્યા કે મારા નગરમાં તમે ત્રણ ત્રણ વર્ષથી આવ્યા છો ને આવા કાળી-મજુરીના કામ કરે છે? ત્યાં તે મારું હૈયું ચીરાઈ ગયું. મોટી બહેન ! તમને ખબર તે હતી ને કે આ નગરમાં હું રહું છું તે મને મળવું હતું ને ? શું મોટી બહેન ! તમે મને પારકી ગણ? એમ કહીને સુચના કરીને ખૂબ રડવા લાગી, ત્યારે સુશીલા કહે છે મારી નાની બહેન ! છાની રહે, રડીશ નહિ, આ તે સૌ કર્મના ખેલ છે. કર્મની સત્તા આગળ કોનું ચાલ્યું છે તે મારું ચાલે? સૌએ પિતાના કરેલા કર્મો તે ભોગવવા પડે ને? રડીશ નહિ. ચાલ, એ બધી દુઃખની વાત જવા દે પણ તું એ કહે કે મારા બનેવી તે ક્ષેમકુશળ છે ને?
સશીલાની સહિષ્ણુતા”:- સુચનાએ કહ્યું. મોટી બહેન ! તમે કેટલા બધા સહનશીલતાવાળા છે કે આટલા દુઃખમાં પણ તમે મારા સમાચાર પૂછે છે, પણ આપના દુઃખની કંઈ વાત કરતા નથી, ત્યારે સુશીલાએ સુચનાના સામું જોઈને કહ્યું કે અરેરે...બહેન ! મારી તે હું શી વાત કરું? મને તે મારા કર્મોએ ચારે બાજુથી સાફ કરી નાંખી છે. હવે મારા જીવનમાં શું રહ્યું છે? અમે રાજપાટ