________________
વ્યાખ્યાન નં. ૬૭ આ સુદ ને બુધવાર
તા. ૨૬-૯-૭૯ તૃપ્તિના ઘરમાં આવવા શું કરશે?” સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેને! જગતના છના કલ્યાણ માટે જ્ઞાનીઓએ આગમ વાણી પ્રકાશી. આગમની વાણી વિકૃતિને દૂર કરી સંસ્કૃતિના સરળ માર્ગે લઈ જનારી છે. આજે જ્યાં જુઓ ત્યાં આર્ય સંસ્કૃતિનું પતન થઈ રહ્યું છે. આ સંસ્કૃતિના પતનકાળમાં એનું સંરક્ષણ કરવાના પ્રયત્ન આયે દેશમાં થયેલા મહાપુરૂષ અને એમને અનુસરનારા આર્ય લેકે કરતા આવ્યા છે. આજના લેકોને મૂળમાં એ સમજાવવાની જરૂર છે કે પૂર્વે આત્માના સ્થાનની ઉચ્ચ શ્રદ્ધાના કાળમાં જે આબાદી, સુખશાંતિ અને માનવતા ખીલેલી હતી તે આજે કયાં દેખાય છે? જો માનવના દિલમાં ષસ્થાનની શ્રદધાને દિપક જલશે તે એને ઉદધાર થશે અને તે જ સુખ, શાંતિ, આબાદી અને માનવતાને ચાંદ સેળે કળાએ ખીલી ઉઠશે. આત્મા છે, તે નિત્ય છે, એણે કરેલા કર્મના ફળ ભેગવવા પડે છે. આ વાત જે લક્ષમાં ન હોય તે એ સંસ્કૃતિનું જીવન કયાંથી જીવી શકે? કારણ કે આ દુનિયા તે પ્રત્યક્ષમાં ધન, સત્તા અને સન્માન બતાવે છે તેથી એને મેહ કેણ છેડી શકે? જેને ષસ્થાનની પાકી શ્રદ્ધા થાય તેને એમ સમજાય કે જે હું મોહનીયાદિ કર્મના બંધને ઉભા રાખીશ તે એના ભયંકર કટુફળ મારે પિતાને ભેગવવા પડશે, માટે અહીં આત્માના બંધને મારે તેડી નાંખવા જોઈએ નહિતર ભાવિ અસંખ્યકાળ ભટકવું પડશે. આત્માના બંધન કેમ તૂટે અને આત્માને અનંતકાળ કેમ રખડવું ન પડે તેવું પ્રત્યક્ષ સમજાવનાર આ કાળમાં અરિહંત ભગવાન કે કેવળી ભગવાનને વેગ આપણને મળ્યો નથી. અરે ! મન:પર્યવજ્ઞાની કે અવધિજ્ઞાની સંતે પણ આપણી સમક્ષ ઉપસ્થિત નથી, એટલે કઈ બાબતમાં આપણને સંશય થાય તે એનું નિવારણ કરનાર કોઈ નથી, છતાં એટલું આપણું સદ્ભાગ્ય જરૂર છે કે આલંબન રૂપે આપણને તીર્થકર ભગવાનની વાણી સાંભળવાને સુયોગ મળ્યો છે. તીર્થકર ભગવાનની વાણી કેવી અપૂર્વ છે. તેમની વાણીના પ્રભાવે માનવના જીવનમાં કેટલે પલટો થાય છે ! જુઓ.
ભરત ચક્રવતિએ રાજ્ય ઉપર પિતાની હકૂમત ચલાવી ત્યારે ૯૮ નાના ભાઈએ કોધથી ધમધમી ઉઠ્યા ત્યારે ભગવાન 2ષભદેવે એમને શું ઉપદેશ આપ્યો આ વાત ખૂબ જાણવા જેવી, સમજવા જેવી અને વિચારવા જેવી છે.
“ભગવાન ગષભદેવ પાસે ફરિયાદ કરતા અકુણું પુછો”: 2ષભદેવ ભગવાને પિતાના બધા પુત્રોને રાજયનો હિસ્સો વહેંચી આપીને દીક્ષા લીધી, ત્યાર પછી ભરત મહારાજાની આયુધશાળામાં ચક્ર રત્ન ઉત્પન્ન થયું, પછી અનુક્રમે ચૌદ રતને,