________________
૬૭૨
શારદા સિદ્ધિ વણિક બાદશાહ પાસે આવ્યો એટલે બાદશાહે એને આદર સત્કાર કરીને પિતાની પાસે બેસાડ્યો અને એ કેટલે સત્યવાદી છે તે જાણવા માટે પૂછ્યું ભાઈ! તમારી પાસે કેટલી સંપત્તિ છે! વણિકે કહ્યું. દશ હજાર રૂપિયા. ફરીને પૂછ્યું કે તમારી ઉંમર કેટલી? તે કહે છે ત્રણ વર્ષની. તમારે દીકરા કેટલા? તે કહે છે ચાર. તમારે કેટલા દીકરાને તમારી મિલ્કત આપવાની છે? વણિકે કહ્યું. સાહેબ ! એની મને ચોક્કસ ખબર નથી. વણિકને જવાબ સાંભળીને બાદશાહને ખૂબ ક્રોધ આવી ગયે કે એની પાસે લાખોની સંપત્તિ છે છતાં કહે છે દશ હજારની. ઉંમર તે ત્રેપન વર્ષની દેખાય છે ને કહે છે ત્રણ વર્ષની, અને મિલ્કત કેટલા દીકરાને આપીશ એની શું એને ખબર નથી કે આવું હલાહલ જુહુ બેલે છે! લાલઘૂમ આંખ કરીને બેગમને કહે છે દેખ, આ તારી સખીનો પતિ કેટલે સત્યવાદી છે ! તું તે કહેતી હતી ને કે એ બહુ શ્રીમત છે ને એના મુખ ઉપરથી પણ દેખાય છે કે એ શ્રીમંત છે, છતાં કહે છે કે મારી પાસે તે દશ હજારની સંપત્તિ છે. વળી નજરે ત્રેપન વર્ષને હોય તે દેખાય છે ને કહે છે કે હું તે ત્રણ વર્ષને છું. તેમજ પિતાના કેટલા દીકરાને સંપત્તિને વારસો આપવાનું છે એ તે અભણને પણ ખબર હોય ને આ કહે છે મને એની ચેકકસ ખબર નથી. આ બધું કેવું હડહડતું જુઠું બેલે છે! આને તું સત્યવાદી કહે છે? . બેગમ કહે છે. નાથ! જરા શાંત થાઓ. આવું નજરે દેખીતું ફેરફાર બેલે છે માટે એની પાછળ કઈને કોઈ રહસ્ય હશે. એને પૂછે તે ખરા કે એ કેવી રીતે આમ કહે છે ? ડાહ્યા માણસનું કર્તવ્ય છે કે જ્યારે સામા માણસની બેલચાલ અને દેખાવ મગજમાં બંધબેસતા ન આવે ત્યારે તરત જજમે ટ આપતા પહેલાં પૂછવું ને વિચારવું જોઈએ કે આમ કેમ કહેતા હશે? માની લે કે કઈ તમને અહીં આવીને એમ કહી જાય કે “ગધેડું તળાવમાં પડ્યું ને બળી ગયું.” તે શું તમે આ વાતને સાચી માનશે ખરા ? “ના” તરત જુઠ્ઠી કહી દે. દેખીતી રીતે તે બેટી જ વાત છે કે ગધેડું કંઈ તળાવમાં બળી જાય ખરું? એ તે ઠરી જાય, પણ ખુલાસે પૂછીએ તે ખબર પડે કે ગધેડા પર ચુનાનું છાલકું હતું ને તળાવમાં પડયું એટલે ચુને ભીને થતાં ફદફદી ઉઠયો, તેથી ગધેડે બળી ગયે. (હસાહસ) આ વાત સાચી છે ને ? તમે પણ પહેલાં તે સાચી ન માની લે ને? પણ હવે માનશે ને? આવી રીતે ડાહ્યા માણસ બેસે ત્યારે તેલ બાંધતા પહેલાં જ પૂછવું જ જોઈએ કે આમ કેમ? બેગમે કહ્યું આપ પૂછે.
બાદશાહે વણિકને પૂછ્યું કે શેઠ! તમે ત્રણ વર્ષને છું એમ શાથી કહો છો? વણિકે કહ્યું નામદાર ! હું ત્રણ વર્ષથી ધર્મ પામે છું એટલે એ જ મારી સાચી જિંદગી છે, બાકીની જિંદગી તે ધર્મ વિના એળે ગુમાવી છે. જે મૂખ હોય તે ગુમાવેલી જિંદગીને પિતાની માને. ખરેખર તે ધર્મમાં ગાળેલા વર્ષો ઉંમરમાં ગણાય