________________
શારદા સિલિ હવે તને સંસારની વાત કરું. સંસાર અવસ્થામાં પણ મને એટલે કે ચિત્તના જીવને ઋદ્ધિ, દાસ, દાસી, હાથી, ઘેડા, મણ સુવર્ણ આદિ ધન-ધાન્ય સંપન્ન અને ઇતિ–તેજ પ્રતાપ, રૂપ વિપુલ પ્રમાણમાં હતી. આનું તાત્પર્ય એ છે કે જે પ્રકારે તમે નિદાનના કારણે દેવલેકમાંથી ચવીને બ્રહ્મરાજા અને ચુલની રાણીને ત્યાં બ્રહ્મદત્ત નામના પુત્ર રૂપે જન્મીને ચકવતિ પદને ભેગવી રહ્યા છે એવી જ રીતે હું તમારે ભાઈ ચિત્ત પણ નિયાણા રહિત તપના પ્રભાવથી દેવકમાંથી ચવીને સુસમૃદધ ધનસાર શેઠને ત્યાં પુત્રપણે જ છું. જે પ્રકારને તમારો વૈભવ છે એ જ મારો વૈભવ હતું. હું પણ એ અવસ્થામાં એટલે કે સંસારમાં હતું ત્યારે દરરોજ એક કરોડ સેનામહોરે દાનમાં આપતે હતે. દરેક ઋતુઓમાં અનુકૂળ, સુખદાયક અને મનોહર ભવ્ય પ્રસાદો હતા. તેમાં નિવાસ કરીને સઘળા ભેગેને ઉપગ કરતે હતે. રથ, ઘોડા અને હાથીની મારે ત્યાં કમી ન હતી. મારે અનેક સુકુમાર પત્નીઓ હતી. મારે ત્યાં ૩૨ પ્રકારના નાટક થતા હતા. એ જોતાં હું અલૌકિક સુખ ભોગવતે હતે. ટૂંકમાં મારે ત્યાં કેઈપણ વસ્તુને અભાવ ન હતું. સંસારના સઘળા સુખે મને પ્રાપ્ત થયા હતા. પૂર્વે કરેલા સુકૃત્યને પ્રભાવ મને દિન પ્રતિદિન આનંદિત
બનાવતું હતું. આ પ્રમાણે ચિત્તમુનિએ બ્રહ્મદત્ત ચક્રવતિને કહ્યું. હવે બ્રહ્મદત્ત : ચક્રવતિ ચિત્તમુનિને શું કહેશે તેને ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૬૮ આ સુદ ૭ ને ગુરુવાર “સમ્યક્ દર્શનને પ્રભાવ” તા. ૨૭-૯-૭૯
અનંતજ્ઞાની ભગવંતે અનાદિકાળથી મહમદિરાના પાન કરી ભવવનમાં ભટકતા ના ઉદધારને માટે દ્વાદશાંગી સૂત્રની રજુઆત કરી. જ્ઞાનીની વાણુના એકેક શબ્દ અલૌકિક ભાવ ભરેલા છે. તેની શ્રદ્ધા થાય તે મેહ મદિરાના કેફ ઉતરે, ભવભ્રમણ ટળે, અને સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય. સમ્યગદર્શન એ જીવને મોક્ષની નજીક લઈ જનારો અલૌકિક ગુણ છે. સમ્યગુદર્શન થતાં આત્મામાં એક પ્રકારનું તેજ પ્રગટ થાય છે. એ તેજ સંચય કર્યા પછી આત્મા મેહ ઉપર એક નિશ્ચિત પ્રકારને કાબૂ મેળવે છે. જેમાં એ મોહનીય કર્મથી ઉત્પન્ન થતી ઘણા કાળ સુધીની દૂરગામી અસરોને કઈને કઈ પ્રકારે રેકે છે યા નાબૂદ કરે છે. આ રીતે આત્મામાં એક મહત્વને ગુણ પ્રકાશને પંજ વેરે છે. આ ગુણનું નામ છે સમ્યગદર્શન. સમ્યગદર્શન પ્રાપ્ત થયા પછી જીવ અર્ધ પુદ્ગલ પરાવર્તનકાળમાં સિધિને હાંસલ કરી લે છે.