________________
૧૫૮
શારદા સિતિ આખી ગંગાનદી ખાલી કરી નાંખી, આ વાત સાંભળતા તમારા મુખ સામે હું જોઉં છું તે તમને હસવું આવે છે કે એ કેટલે તર થયે હશે કે આખા તળાવનું ને નદીનું પાણી પી ગયો ! એને હસવા પહેલા તમારી તૃષ્ણ કેટલી છે? જે મળી જાય તે આખા જગતનું ભેગું કરી લેવાની દાનત કેવી વિકરાળ છે. તેને વિચાર કરી લેજે. અનંતકાળમાં કેટલું ભેગું નથી કર્યું ! કેટલું ભોગવ્યું નથી ? એને વિચાર કરીને પછી પેલા વહેપારીની તૃષા ઉપર હસજે. બાકી તૃષ્ણા તે મહા ભયંકર છે. એને કોઈને ડર નથી. કહ્યું છે કે
यौवनं जराया ग्रस्त, मारोग्यं व्याधिभिर्हतम् ।
जीवितं मृत्युरभ्येति, तृष्णैका निरुपद्रवा ॥ * યુવાની વૃદ્ધાવસ્થાથી ગ્રસ્ત છે, તંદુરસ્તી બિમારીઓથી દબાયેલી છે, અને જીવનની સામે મૃત્યુ આવી રહ્યું છે પણ તૃષ્ણા જ એક આ જગતમાં નિરૂપદ્રવ છે. એને કોઈને ભય નથી. આવી તૃષ્ણ ભયંકર રાક્ષસી છે.
પેલા અંગારક વહેપારીએ તે સ્વપ્નામાં કામ ચાલુ જ રાખ્યું. આખી દુનિયામાં ફરી વળે, નદીઓ, કૂવા, સરોવર જે આવ્યા તે બધા પી પીને ખાલી કર્યા છતાં હજુ તૃષા છીપતી નથી. એના મનમાં થાય છે કે હજુ પણ પાણી મળે તે પી જાઉં. આ જીવનું જે ચાલતું હોય તે તૃષ્ણના બધા દરવાજા ખુલ્લા છે એટલે એ દુનિયાના કોઈ ખૂણામાં ધન રહેવા દે નહિ. તૃષ્ણની આગ કેટલી સળગી છે ! અગ્નિને પૂછે તને કેટલા લાકડા ખપે? કેટલા લાકડા મળ્યા પછી તું શાંત થાય? અગ્નિને જે વાચા હોત તે એ શું કહેત? દુનિયાભરના લાકડા મને ખપે છે. મને ગમે તેટલા લાકડા આપો તે પણ હું શાંત થવાની નથી. જ્ઞાનીઓ કહે છે કે તૃષ્ણ પણ અગ્નિ જેવી છે, માટે જે તમારે સુખી થવું હોય તે તૃણ ઓછી કરો. ચક્રવતિને ચામરો વીંઝાતા હોય છતાં જો એ ત્યાગને આશક ન હોય તે એનું અંતર અતૃપ્ત હોઈ શકે છે. અને પર્ણકુટિરમાં વસતા માનવના મુખ પર પણ સંતેષનું સોનેરી સ્મિત ફરકી શકે છે જે એનું જીવન પ્રતિબદ્ધ હોય તે. “તૃણુમાંથી પિતના મુદ્રાલેખ સાથે અને તેના સથવારે આપણે જે દિવસે ધર્મની ધરતી ઉપર ચાલવા માંડીશું એ દિવસ મુક્તિનગરી આપણને સામેથી તેડવા આવશે.” માટે જે જલદી મેક્ષમાં જવું હોય તે તૃષ્ણા ત્યાગ કરીને તૃપ્તિના ઘરમાં આવી જાઓ.
વહેપારીએ આખી દુનિયાના પાણી પીધા છતાં એની તૃષા મટી નહિ. હજુપણ ફાંફાં મારે છે પણ હવે તે કયાંય એને પાણી દેખાતું નથી. એવામાં ત્યાં તેણે એક ખાબોચિયું જોયું. તેમાં પાણી નથી પણ રગડે કાદવ છે. એમાં એણે પિતાનું કપડું કાઢી કાદવ પર પાથરી દીધું. કપડું ભીંજાયું. એને લેચે લઈ ઉચે પકડી મોંમાં નિચે છે. એના ટીપા મેઢામાં પડે છે ને માને છે કે હાશ..પાણી પીધું. .