________________
બાદો સિદ્ધિ તમે કયાં ગયા હતા બાળકની કરૂણ કથની સાંભળતા વિજયસેનનું હૃદય ચીરાઈ જવા લાગ્યું પણ હવે શું થાય? મૌનપણે સાંભળતા કેતુસેનને તેડી લીધું અને દેવસેને ભીમસેનની આંગળી પકડી. સૌ હવે નગર તરફ ચાલવા લાગ્યા. '
“બહેનને મળવા ઉત્સુક બનેલી સુલોચના” :- જતાં જતાં વિજ્યસેને સુભટને આજ્ઞા ફરમાવી કે જાઓ, મહારાણીને સમાચાર આપો કે તમારા બહેન, બનેવી અને બાળકે આ નગરમાં પધાર્યા છે અને તેઓ રાજમહેલમાં આવી રહ્યા છે. બીજા સુભટને આજ્ઞા કરી કે તમે નગરશેઠની હવેલીએ જાઓ ને ત્યાં જઈ રાણી સુશીલાદેવીને આ શુભ સમાચાર આપે ને તેઓને અત્યંત આદરભાવથી રાજમહેલમાં તેડી લાવે. આજ્ઞાનું પાલન કરવા માટે બંને સુભટો રવાના થઈ ગયા. નગરના મહારાજા, એમના સાઢુભાઈ અને બે બાળકને લઈને નગરમાં થઈ પગપાળા ચાલતા રાજમહેલ તરફ પધારે છે. આ વાત કઈ છાની રહે? જોતજોતામાં તે વાત આખા નગરમાં પ્રસરી ગઈ. સુભટે ઉતાવળા જઈને મહારાણી સુચનાને મંગલ સમાચારની વધામણી આપી, એટલે તરત જ પિતાની મેટી બહેનને મળવા માટે પાલખીમાં બેસીને નગરમાં આવી. ત્યાં જ તેને વિજ્યસેનના સુભટો મળ્યા. તેમણે કહ્યું સુશીલારાણી નગરશેઠની હવેલીએ કામ કરે છે એટલે રાણીએ પાલખીને નગરશેઠની હવેલી તરફ લેવડાવી.
કોઈએ નગરશેઠને સમાચાર આપ્યા કે તમારે ત્યાં રાણીસાહેબ આવે છે. હવે આ તમારું આવી બન્યું સમજી લેજે. શેઠ-શેઠાણને તે બિંચારાને વાતમાં કંઈ સમજાયું નહિ. અમારો શું ગુને છે, વાંક છે કે આવી બન્યું! એમના તે હાજા ગગડી ગયા. ત્યાં તે સુચના રાણી પાલખીમાંથી ઉતરીને હવેલીએ આવ્યા. મહારાણી સુચનાને પિતાની હવેલીએ આવેલા જોઈને શેઠ-શેઠાણ હાંફળા ફાંફળા થઈ ગયા. એમના સત્કાર માટે હાથ જોડીને ઉભા રહ્યા અને અત્યંત આદરભાવથી સુચના રાણીને પિતાની હવેલીમાં લાવ્યા ને બોલ્યા રાણી મા ! આજે આપ અમારે ઘેર પધાર્યા. ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય અમારા કે અમારું ઘર પાવન થયું પણ જે સંદેશ મોકલ્યો હોત તે હું પિતે આપની સેવામાં હાજર થાત. આપે શા માટે આટલે શ્રમ વે? એમ કહીને નગરશેઠે વિનય કર્યો.
“બેસતમ કામ કરતી સુશીલા” – શેઠના આંગણમાં માણસે સમાતા નથી. શેરબકોર મચી ગયો છે, પણ બિચારી સુશીલા તે ઘરનું કામ કરી રહી છે. એને આ વાતની કંઈ ખબર નથી કે હવે મારા પાપ પૂરા થયા છે ને પુણ્યને ઉદય જાગે છે, એટલે મને તેડવા માટે મારી બહેન જાતે આવી છે. એ તે આ નગરશેઠની હવેલીએ કાળી મજુરી કરે છે. ત્રણ ત્રણ દિવસથી પિતાના વહાલસોયા લાલને જોયા છે નથી. તે શેઠ શેઠાણીને કહેતી કે મને થોડી વાર ઘેર જવા દે. મારા બાલુડા ભૂખ્યા તરસ્યા હશે. એમની ખબર લઈને આવું છું. ત્યારે શેઠ શેઠાણી કહેતા કે જે તારે