________________
શારદા સિદ્ધિ
६४७ હાસ્પિતાલમાંથી ડીસમીસ થવાને. કેમ આ વાત સાચી છે ને? બસ, એ જ રીતે માનવભવમાં સમજવાનું છે. આત્માના રોગ મટાડવા દવા, પથ્ય ન પળાય અને કુપથ્યનું સેવન ચાલુ રાખે તે અંતે મહારોગી બનીને માનવભવમાંથી ડીસમીસ થઈને દુર્ગતિના દુઃખે ભેગવવા ચાલ્યા જવાનું. આત્માને રોગના જુથ એટલા બધા લાગુ પડયા છે કે જે વિચારતા પણ હૃદય કંપી જાય. તે રોગને દૂર કરવા માટે ક્ષમા, સરળતા, સમતા, નમ્રતા, સંતોષ, વિષ પ્રત્યે વિરાગભાવ, ચારિત્ર, અનાસક્તભાવ આદિ અકસીર દવાઓ છે. આ દવાઓનું પાન કરવાથી આત્મા નિરોગી અવસ્થાને પામી શકે છે. આ બધું માનવભવ રૂપી હેસ્પિતાલમાં થઈ શકે તેમ છે, માટે અમૂલ્ય તકને નિરર્થક ન ગુમાવતા આત્મસાધનામાં તેને સદુપયોગ કરો.
જેમણે આત્માની નિરોગી અવસ્થા પ્રાપ્ત કરવા સંયમ અંગીકાર કર્યો છે તેવા ચિત્તમુનિ અને બ્રહ્મદત્તની વાત ચાલે છે. તેમાં બ્રહ્મદત્ત ચક્રવતિ સમજે છે કે મેં પૂર્વભવમાં જમ્બર પુણ્ય કર્યા તેનું ફળ મને મળી ગયું. ચિત્તમુનિએ મારા જેવી સાધના કરી નથી. જે મારા જેવી સાધના કરી હોત તે શું એમને પણ મારા જેવા મહાન સુખ ન મળત! એમની સ્થિતિ આવી કંગાલ કેમ છે? સંપત્તિ, સુંદરી અને સૌદર્યના સુખમાં જે મસ્ત બન્યા છે ને જેને મોહને ન ચ છે એવા બ્રહ્મદત્ત ચક્રવતિ આત્મિક સુખના ભંડારને જોઈ શક્તા નથી. ભૌતિક સુખમાં આનંદ છે છે એમ માનીને ઉત્તમ માનવભવ ભૌતિક સુખમાં વેડફી રહ્યા છે.
જ્ઞાની આત્માઓ સંસારના સુખે વિષના કરા સમાન સમજીને છેડી દે છે. જેવી રીતે કિપાક વૃક્ષના ફળ આકર્ષક, મનોહર, મધુર અને સ્વાદિષ્ટ છે છતાં તેનું પરિણામ ભયંકર છે તે રીતે સંસારના સુખે દેખાવમાં સુંદર હોવા છતાં તેનું પરિણામ ભયંકર જાણીને મહાનપુરૂષે તેને છેડી દે છે. સંસારિક સુખે ગમે તેટલા મળે ને ગમે તેટલા ભગવે છતાં તૃપ્તિ થવાની નથી. જેમ સૂર્યમુખી કમળ સૂર્યને દેખીને ખીલે છે ત્યારે ભ્રમર એની ઉપર આવીને બેસે છે. કમળમાં મુગ્ધ બનેલે ભ્રમર સૂર્યોદયથી સૂર્યાસ્ત થવા આવે ત્યાં સુધી એને રસ ચૂસે છે ને એની સુંગધ લે છે છતાં તૃપ્તિ થતી નથી. છેવટે સાંજ પડતા હમણાં ઉડી જાઉ છું તેમ વિચારે છે પણ મેહ છેડીને ઉડી શકતો નથી ને અંતે મરણને શરણ થાય છે. આવી રીતે જે આત્માઓ સંસારના સુખમાં જીવનના અંત સુધી મુગ્ધ બનેલા રહે છે, જે સમજીને છોડતા નથી તે એક દિવસ પેલા ભ્રમરની જેમ અંતે મરણને શરણ થઈ દુર્ગતિમાં ચાલ્યા જાય છે, માટે સમજીને સાધના કરી લે.
ચિત્ત મુનિ ત્યાગી છે ને બ્રહ્મદત્ત ભેગી ભ્રમર છે. ચિત્તમુનિની એવી ભાવના કે ચક્રવતિ સંસારના સુખમાં, પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ખેંચી ગયો છે તે હું એને સાચે માર્ગ સમજાવું. જે સમજીને છેડી દે તે એનું કલ્યાણ થાય. નહિતર એના