________________
૫૦
શારદા સિમિત હતી એટલે થોડા સમયમાં ઘણું જ્ઞાન મેળવી લીધું. એક વખત બૌધ્ધાચાય જૈન મતનું ખંડન કેવી રીતે થાય એની યુક્તિએ સમજાવતા હતા. તે વખતે હુંસ અને પરમહંસ મુનિએ એ યુક્તિની નબળી કડીએ નાંધવાનુ ગુપ્ત રીતે શરૂ કર્યું. કાગળની ચખરકી ઉપર આ નોંધ કરી પણ કમનસીબે એ ચબરી આડી અવળી મૂકાઈ જવાથી એક બૌદ્ધ વિદ્યાર્થીના હાથમાં આવી ગઈ. એણે લઈ ને બૌધાચાય ને આપી. આ ચમરકીના લખાણ ઉપરથી આચાર્ય અનુમાન કરી લીધું કે નક્કી આ મઢમાં ગુપ્ત વેષે જૈનના અનુયાયી આવ્યા હાવા જોઈ એ. આટલા વિદ્યાથી એમાં જૈન કાણુ છે એની ખાત્રી કરવા માટે એમણે મેડી રાત્રે વિદ્યાથી એના ખ'ડમાં છત ઉપરથી ઘડા ગબડાવ્યા. એકાએક ધડાકા થા એટલે ઔધ વિદ્યાથી એના મુખમાંથી શબ્દો નીકળ્યા કે “ બુધ' શરણં ગચ્છામિ, ” ત્યારે હુ`સ અને પરમહુ`સના મુખમાંથી “ નમે અરિહંતાણુ ” શબ્દો નીકળ્યા, એટલે બૌધાચા ને ખાત્રી થઈ ગઈ કે નક્કી આ જૈન છે.
""
ફ્રીને વધુ ચાકસાઈ કરવા માટે બીજી પરીક્ષા કરી, તેમાં હંસ અને પરમહ’સને લાગ્યું' કે નક્કી અમારી પરીક્ષા છે તેથી બંને જલ્દી પાછલા બારણેથી નાસી છૂટયા. બૌધ્ધોએ એમના પીછો પકડયા. આ બંને ભાઈ એ ઘણુ* દોડયા પણ 'સમુનિ પકડાઈ ગયા અને પ્રૌધોએ એમનુ” કરપીણ રીતે ખૂન કરી નાંખ્યું. પરમહુ'સમુનિ શૂરપાળ રાજા પાસે પઢોંચી ગયા. બૌધ્ધો શોધતા શોધતા ત્યાં પહોંચી ગયા. બૌોધએ શૂરપાળ રાજાને પરમહંસને પોતાને સાંપી દેવાનુ કહ્યુ ત્યારે શૂરપાળ રાજાએ કહ્યું કે એ મુનેિ મારા શરણે છે. મારુ' એમને અભય વચન છે, માટે તમે ચાલ્યા જાએ, એટલે ઔધો નિરાશ થઈને પોતાના મડ તરફ ચાલ્યા ગયા, પછી રાજાના ઈશારાથી પરમહુસ મુનિ તક જોઈને ત્યાંથી નીકળી ગયા. આ સમયે એમના ગુરૂ હરિભદ્રસૂરિ ચિંતાડમાં બિરાજતા હતા. ભય ભરેલા વાતાવરણમાં પરમહંસ મુનિ ગુરૂદેવ પાસે પહેાંચ્યા. આવીને ગુરૂના ચરણમાં પડીને સઘળી વાત કહી. કહેતા કહેતા તે પરમહંસ મુનિની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તે રડતા રડતા કહે છે ગુરૂદેવ ! આપની આજ્ઞા વિના, આપની આશિષ લીધા વિના આપની આજ્ઞાનુ' ઉલ્લંઘન કરીને અમે ઉપરવટ થઈને અભ્યાસ કરવા ગયા તેના જ આ કરૂણ અંજામ આવ્યો છે. પેાતાના સગા ભાઈ હું સમુનિનું જીવન આ રીતે ખતમ થયુ' એમ કહીને પાતે અવિનય કર્યા બદલ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડીને ગુરૂની માફી માંગી કે ગુરૂદેવ! હવે કદી આવુ' નહિ કરું.... અવિનયની જે ભૂલ થઈ ગઈ તે થઈ ગઈ પણ મારો ભાઈ તે મે' ગુમાવી દીધા ને! એના તેમના દિલમાં કારમો આઘાત હતા.
હરિભદ્રસૂરિને પણ આવા રત્ન જેવા શિષ્ય ગુમાવ્યા તેને સખત આધાત લાગ્યા. પરમડુ સમુનિની વ્યથાને તા કેાઈ પાર જ ન હતા. એ તે જાણે પોતાના ગુરૂને આ દુઃખદ સમાચાર આપવા અને પોતાના ભૂલની માફી માંગવા જ આ