________________
શારદા સિદ્ધિ
૬૧૫ ' વિજયસેન રાજાની પાછળ ઘણા પ્રજાજને પણ ચાલ્યા. બધા ચાલતાં ચાલતાં જ્યાં આચાર્ય ભગવંત બેઠા હતા ત્યાં આવ્યા. રાજાએ તે દૂરથી સંતને જોયા એટલે ઘોડા ઉપરથી નીચે ઉતરી ગયા. માથેથી મુગટ ઉતાર્યો, શસ્ત્રાસ્ત્ર બાજુમાં મૂક્યા. ઉઘાડા પગે ધર્મશેષ મહારાજ પાસે આવ્યા. ઉત્કૃષ્ટ ભાવથી વંદણ કરી, નગરજનેએ પણ વંદણ કરી. જોતજોતામાં તે નગરના પાદરમાં ઘણી માનવમેદની એકત્ર થઈ ગઈ એટલે એક વડના વૃક્ષ નીચે આચાર્ય ભગવંતે તે સૌને ધર્મદેશના આપવાને પ્રારંભ કર્યો. દેશના પૂરી થયા બાદ મુનિ આકાશગમન કરીને ચાલ્યા ગયા, કારણ કે તે જંઘાચરણ મુનિ હતા. તેઓ ગયા પણ તેમના દર્શનથી અને વાણીથી જે આનંદ થયો છે તે આનંદમાં ભીમસેન મસ્ત બની ગયે છે.
ભીમસેનને અત્યારે દેએ રાજશાહી પિશાક અને દિવ્ય અલંકારોથી શણગારી દીધું હતું છતાં ઘણું દુઃખ વેઠયું છે તેથી એના દેહ ઉપર દુઃખના ઉઝરડા અને શરીર સૂકાઈ ગયેલું દેખાતું હતું. ઘણું સમય પહેલાં આ વિજયસેન રાજાએ ભીમસેનને ઉજજૈનીમાં જે હતું તેમાં ને અત્યારે એમને ઘણે ફરક દેખાતું હતું તેથી ભીમસેનને ઓળખે મુશ્કેલ હતું છતાં ધારી ધારીને જોતાં એને ઓળખી કાઢયે ને વ્યાખ્યાન પૂરું થતાં મુનિરાજ ચાલ્યા ગયા એટલે તરત એમણે ભીમસેનને પ્રેમથી બેલા કે અહિ ! અવંતી નરેશ ભીમસેન ! આજે આપ મારા આંગણે પધાર્યા છે? આ શબ્દો સાંભળતા ભીમસેનની ભાવસમાધિ પૂરી થઈને તરત વિજયસેન રાજા સામે જોયું. અહો ! આ તે પોતાના સાહુભાઈ છે. ઘણાં વર્ષે પિતાના નેહીનું મિલન થતાં એમની આંખ હર્ષના આંસુથી ઊભરાઈ ગઈ ને હૈયું હર્ષથી નાચી ઊઠયું, અને બેલી ઉઠયા હે વિજયસેન નરેશ! આપ અહીં કયાંથી ?
દેને સાદ્ધ મિલ પ્રેમસે, કબસે આપ પધારે,
નીચ અનુજ પરસંગ, તુહે ચાર પરદેશ સિધાશે.” બંને સાદ્રભાઈ એકબીજાને ભેટી પડયા ને પ્રેમથી મળ્યા. આ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજા પિતાના સાઢુભાઈ થાય છે. એમની રાણી સુલોચના સુશીલાની સગી બહેન હતી. આ વાત ભીમસેન જાણતું હતું, પણ ઉત્તમ અને સજજન પુરૂ દુઃખના સમયે કેઈ સગે કે સનેહીને ઘેર જવાનું પસંદ કરતા નથી. જે ભીમસેન આવ્યો ત્યારે રાજાની પાસે ગયો હોત ને પોતાના દુઃખની વાત કરી હોત તો આટલાં દુઃખ વેઠવા ન પડત. પણ સ્વમાની આત્માઓ દુઃખ સહન કરે છે પણ દુઃખમાં કઈને આશ્રયે જતા નથી. તે રીતે ભીમસેન કે સુશીલા રાજા પાસે ગયા ન હતા પણ આજે અનાયાસે બંને ભેગા થઈ ગયા. ભીમસેને સુપાત્ર દાન દીધું ને દેવેએ દુંદુભી વગાડી તેથી વિજયસેન રાજાને આવવાનું બન્યું અને તેમણે પિતે જ ભીમસેનને ઓળખે, બંને સાતૃભાઈઓ મળ્યા. બંનેની આંખમાંથી મિલનના હર્ષાશ્રુઓ વહી રહ્યા. ત્યાં વિજયસેન રાજા બોલી ઊઠયા.