________________
૬૩૨
શારદા સિલિ ભલે આજે એક પણ ચીજને ત્યાગ ન કર્યો હોય પણ માત્ર એકાદ ચીજમાંથી પ્રમાણ ઓછું કર્યું પણ બીજે દિવસે એને તપ ત્યાગથી આગળ વધતા રહેવું જોઈએ.
આહાર સંજ્ઞાની ભાવિમાં કેવી વિકરાળતા થાય છે તે જુઓ. અજ્ઞાની જીવ સંજ્ઞાથી ઊંધુ માને છે ને ઉંધુ કરે છે. બસ, ખાધા વિના કેમ ચાલે? એમાં શું પાપ છે? પણ એને એ વિચાર નથી આવતું કે હું આ ભવમાં આ મીંચીને ખાધા કરું છું, આહાર સંજ્ઞામાં જોડાયેલો રહું છું. તેના સંસ્કારો ભવાંતરમાં મને ભયંકર ભૂખ લગાડશે. પછી ત્યાં કયાં જઈશ? જ્યારે અહીં ભૂખ એટલી તીવ્ર નથી, તેમ છ કલાક પહેલા તે ખાધેલું છે. જીવનમાં એકવાર નહિ પણ એકેક મહિનામાં કેટલીય વાર મનગમતા રસ ચાખેલા છે. તે પણ આહાર સંજ્ઞા જોરદાર પીડી રહી છે. રેજ દિવસ ઉગે ને એની વેઠ અને એની ગુલામી કર્યે રાખવી પડે છે. એમાં પણ કાલના રસ કરતાં આજે જુદા જુદા રસ જોઈએ. ઈષ્ટ રસની આટલી બધી અસહ્ય ભૂખારવી દશા છે તે પછી ખબર નથી કે જ્યારે ભવાંતરમાં જીવ નરકમાં જશે ત્યારે અસંખ્ય વર્ષોની કારમી ભૂખ વેઠવી પડશે. રેજ એકાદ વાર તે નહિ પણ આખા આયુષ્યકાળ દરમ્યાનમાં એકેય વાર ખાવાનું નહિ મળે ત્યાં પછી મનગમતા રસની તે વાત જ કયાં કરવાની ! ત્યાં કારમી ભૂખની વ્યથા કેવી રીતે સહન થશે? આટલા માટે જ્ઞાની ભગવતે વારંવાર ટકેર કરીને કહે છે હે ભવ્ય જી! આહાર સંજ્ઞાને ઘટાડી તમે બને તેટલે તપ કરો. આહાર સંજ્ઞા ઉપર કાપ આવી જવાથી ચિત્તની સ્વસ્થતા આવે છે. ચિત્તની સ્વસ્થતા આવવાથી દુર્ગતિના દ્વાર બંધ થાય છે. તેમજ ભવિષ્યમાં એ સંજ્ઞાની લત જીવને સતાવી શકતી નથી. ભવિષ્યના આ મહાન લાભને વિચાર કરીને સંજ્ઞાઓ ઉપર કાપ મૂકી માનવજીવનને સફળ બનાવી દો.
દેવાનુપ્રિયો! પુદ્ગલની સેવા રૂપી ભેજન એ જ્ઞાનપ્રકાશી અને જ્ઞાનાનંદી ચેતનને સ્વભાવ નથી. સહજાનંદી આત્માને સ્વભાવ અજન, અનાહારીપણું અને તપ છે. સમગ્ર વિશ્વમાં માનવની જે કઈ મહાન શક્તિ હોય તે તે તપની છે. વિવિધ પ્રકારના તપથી આત્માનું પરિવર્તન કરી શકાય છે, તપ રૂપી ધીખતી અગ્નિમાં કર્મના ગંજ બળીને સાફ થઈ જાય છે. એ માટે આપણું શાસનપતિ, ચરમ તીર્થકર મહાવીર ભગવાને અઘેર તપ કર્યા છે. તપથી રાગ-દ્વેષ, કામ, ક્રોધ, મદ, મત્સરાદિ અનેક દેને દૂર ફગાવી શકાય છે. તપમાં આત્માનું મહાન ઓજસ વધે છે. મહાન ગુણ ખીલે છે ને શક્તિ વિકસ્વર થાય છે. શ્રી જિનેશ્વરદેવે બતાવેલા તપમાર્ગની આરાધના શૂરવીર ને ધીર આત્માઓ કરી શકે છે. પછી ભલે ને એ સ્ત્રી હોય કે પુરૂષ હોય. આત્માની શક્તિ અનંત છે. આજના કાળમાં ભાઈએ કરતાં બહેને વધારે તપ કરે છે. બાકી શારીરિક દૃષ્ટિએ જોઈએ તે પુરુષો કરતાં સ્ત્રીઓનું શરીર વધારે કમળ હોય છે છતાં તપશ્ચર્યામાં તમારા કરતાં બહેનેનું પરાક્રમ વધારે હોય છે ને પુરૂષ વધુ