________________
શારદા સિદ્ધિ વ્રત અંગીકાર કરવાના છે. આપણે ત્યાં પહેલા સાત પ્રતિજ્ઞાઓ થઈ છે. અષાડ સુદ પૂર્ણિમાથી મહાન તપના માંડવા રોપાયા હતા તે તપશ્ચર્યાને અખંડ શ્રોત આજ સુધી ચાલુ રહ્યો છે. વસુબહેને શરૂઆત કરી હતી ને ભાવનાબાઈ મહાસતીજી તેની પૂર્ણાહુતિ કરે છે. આજના દિને તપસ્વી ભાવનાબાઈને અંતરના અભિનંદન સાથે આશીર્વાદ આપું છું કે તે ભવિષ્યમાં આથી પણ વધુ ઉગ્ર તપશ્ચર્યા કરી કર્મોના કોષોને બાળી આત્માને તેજસ્વી બનાવે.
મ
વ્યાખ્યાન નં. ૬૫ આસો સુદ ૪ ને સેમવાર
- તા. ૨૪-૯-૭૯ અનંતજ્ઞાની તીર્થકર ભગવતેએ ભવ્ય જીના આત્મકલ્યાણ માટે ઉદ્ઘેષણા કરી કે હે ભવ્ય છે ! જાગે. ભાવ નિદ્રામાંથી જાગે. કયાં સુધી ઉંધ્યા કરશે ? ભાવનિદ્રા એટલે “ માનિ નામ શાન, રજ પરિઝ થતા” જીવનમાં જ્ઞાન, દર્શન,ચારિત્રની શન્યતા. અનાદિકાળથી જીવ ભાવનિદ્રામાં સૂવે છે. ભાવનિદ્રામાં સૂતેલા જીવને એ ભાન રહેતું નથી કે મારું સ્વરૂપ શું? હું કોણ છું? મારું શું છે? તેથી જે પિતાનું નથી તેને પિતાનું માનીને પકડી બેઠે છે ને જે પિતાનું છે તેને સાવ છોડી દીધું છે. આ જીવને સ્વથી સુખ મળે છે તે પરથી પીડા મળે છે. આ જીવ સ્વને છોડીને પરના પ્રેમમાં પડે છે તેથી સુખી થવાને બદલે દુઃખી બને છે. આત્માને જે પિતાનું કંઈ પણ હોય તે તે જ્ઞાનદર્શન ચારિત્ર છે.
સારો , નાગલંગ ગુણો सेसा मे बाहिराभावा, सव्वसंजोगलक्खणा ॥ જ્ઞાન દર્શનથી યુક્ત એ એક મારો આત્મા જ શાશ્વત છે. બાકી તે બધા બાહ્ય ભાવે છે, અને એ સર્વ સંગોના લક્ષણે છે.
જ્ઞાન એટલે તત્વને સાચે બેધ. દર્શન એટલે તવની સાચી શ્રદ્ધા અને ચારિત્ર એટલે તત્વમાં રમણતા. આ જ્ઞાન, દર્શન, ચારિત્રને જૈન ધર્મમાં રત્નત્રયી કહેવામાં આવે છે. આ રત્નત્રયી આત્માને અત્યંત હિતકારી છે. આ રત્નત્રયી એ પરમગ છે. એ જ પરમધર્મ છે. જેને આ રત્નત્રયી મળે તેનું જીવન ધન્ય ધન્ય બની જાય છે. જેને આ રત્નત્રયીની પ્રાપ્તિ નથી થઈ તે સંસારિક દષ્ટિએ કદાચ ધનવાન હોય પણ આધ્યાત્મિક દૃષ્ટિએ તે તદ્દન ગરીબ છે.
આ માનવભવરૂપી રત્નાદ્વીપમાં આવીને આ દુર્લભ કિમતી રત્ન મેળવી લેવાના છે. આ રને જેની પાસે હોય તે કદી દુઃખી થતું નથી. રત્નત્રયી વિનાનું જીવન મીઠા વિનના ભજન જેવું નિરસ છે, શૂન્ય છે. માનવજીવનને સાચે આનંદ રત્નત્રયીની