________________
૬૪૦
શારદા સિહિ ન જાય તે માટે રાજાએ સખત ચેકી પહેરો ગોઠવી દીધું છે, એટલે કંઈ માલપૂઆમાં ગાપચી મારી શકે જ નહિ. ઘણાં કદઈએ માલપૂઆ તળી રહ્યા છે. આ સમયે એક કંઈના મનમાં વિચાર થયે કે આ હા....કેવા સરસ માલપૂઆ બની રહ્યા છે ! આપણને તે બે જ માલપુઆ જ મળશે. અમે ચાર માણસ છીએ તેથી અડધે અડધે ખાવા મળશે. જે અહીંથી બે માલપૂઆ ચોરીને ઘેર લઈ જાઉં તે આખે માલપૂઓ ખાવા તે મળે!
બંધુઓ ! જીભને માલપૂઆ ખાવાનું મન થયું. એટલે ચેરી કરવાનું મન થયું. એક પાપ જીવને કેટલા પાપકરાવે છે! કઈ માલપૂઆની ચોરી કરવાને લાગ શેલતે હતું, પણ એની પાસે જે ચેકીદાર હતું તે બહુ કડક હતે બરાબર ધ્યાન રાખતે હતે. ત્યાંથી સહેજ પણ ખસતું ન હતું એટલે બિચારો ચોરી કેવી રીતે કરી શકે? જ્યારે બીજા કંદોઈઓના મનમાં ચોરી કરવાની ભાવના ન હતી. ત્યાં ચાકીદારો સારા હતા, એટલે બહુ બારીકાઈથી ધ્યાન રાખતા ન હતાં. ડીવાર બીજે આંટો મારી આવતા. પેલા કંદોઈને નાને છોકરો કોઈ કામે ત્યાં આવ્યો, એટલે કદઈને મનમાં થયું કે મારો છોકરો સહેજે સહેજે આવ્યો છે તે લાવને બે માલપુઆ ઘેર એકલાવી દઉં પણ ચોકીદાર ખસતું નથી. કેવી રીતે પિતાની ભાવના પૂરી કરવી? કંઈએ ચોકીદારને કહ્યું–ભાઈ! અત્યારે બહુ ગરમી છે. ખાઈને તરત આ ગરમીમાં તાવડા પર બેઠો છું એટલે મને વોમીટ થાય એવું થાય છે તે તું મારા માટે એક સેડાની બાટલી લઈ આવ. ચોકીદાર બહુ જબરો હતો. કહે ભલે, લઈ આવું છું. એ સેડાની બાટલી લેવા તે ગયે પણ એની જગ્યાએ બીજા ચેકીદારને મૂકતે ગયે. એ ચેકીદાર એના જેવું જ હતું. પેલે સીધી રીતે જોયા કરે ને આ આડકતરી રીતે જોયા કરે છે. આંખ બીજે રાખે છે ને ધ્યાન આ તરફ હોય છે.
કદઈને મનમાં થયું કે આ ચોકીદાર સારો છે. એની નજર બીજી તરફ જઈ એણે બે માલપૂઆ છોકરાને આપી દીધા. એ માને છે કે કોઈ જોતું નથી પણ ચેકીદારનું બરાબર ધ્યાન હતું પણ એ કંઈ બોલ્યો નહિ. કંઈએ માની લીધું કે મેં જે ચેરી કરી તે કોઈ જાણતું નથી પણ ભગવાન કહે છે કે તમે પાપ ગુપ્તપણે કરો કે પ્રગટપણે કરો એ કદી છાનું રહેવાનું નથી. નાનું સરખું કરેલું પાપ પણ છાનું રહેતું નથી. પગમાં વાગેલે નાનકડો કાંટે પણ ખૂંચે છે ને પીડા કરે છે. આંખમાં પડેલું નાનકડું કાણું પણ બેચેન બનાવે છે. મનમાં ચૂિંટેલી નાની ચિંતા પણ ઉગ કરાવે છે. આગને એક નાનકડો તણખે મોટા મોટા વન બાળીને ભસ્મીભૂત કરે છે. સ્ટીમરમાં પહેલું નાનું કાણું મોટા મકાન જેવી સ્ટીમરને દરિયામાં ડૂબાડી દે છે અને ઝેરની નાનકડી પ્યાલી માનવીના પ્રાણ લઈ લે છે એવી રીતે કરેલું નાનકડું પાપ પણ માનવીને મહાન દુઃખના સાગરમાં ધકેલી દે છે,