________________
૬૩૪
શારદા સિદ્ધિ “લેહરુ ચુ ખાઈ ગયા, સાબુરી સરી ગઇ ને કેરીમાં કરા પર.”
વેરાની દાનત બગડી એટલે એણે વાણિયાને શું કહ્યું, તે તમે સમજી ગયા ને? લે ઉદરડા ખાઈ ગયા, સાબુ સડી ગયે ને કકડીમાં કીડા પડી ગયા. બેલ ભાઈ! હવે તારા માલના પૈસા કયાંથી લાવવા? (હસાહસ) વાણિયે ભલે હતે પણ કંઈ ભોટ ન હતું એટલે વેરાની પેટી દાનત સમજી ગયે. માલ આપ્યો હતો પણ કંઈ લખાણ કરેલું ન હતું, તેથી વાણિયે વિચાર કરવા લાગે કે આ કામ કળ વિના થાય તેમ નથી. એમ સમજીને વાણિયાએ વાત ઉથલાવીને કહ્યું ખરું છે શેઠ. તમે એમાં શું કરો ? આ જમાને બદલાઈ ગયો છે. આ જમાનાના ઉંદરે પણ લેટું ખાતા થઈ ગયા છે. કકડીમાં કીડા પડયા ને સાબુ. પણ સડી ગયે. એમાં તમે શું કરો? એ તો હેય જેવી ખુદાની મરજી! એમ કહીને વાણિયે તે ચા ગયો પણ વછી તે આ વાણિયો ગામડામાંથી શહેરમાં રહેવા આવી ગયા ને વેરાની સાથે મૈત્રી સારી જમાવી.
આ વેરાને ત્રણ ચાર વર્ષની હરબાઈ નામની છોકરી હતી. તે અવાર નવાર વાણીયાને ઘેર આવતી જતી હતી. આ જોઈને વાણિયાના દિલમાં એક બુધિ જાગી એટલે એક દિવસ વાણિયાએ પીપરમીન્ટ, ગાંઠીયા, ચવાણું વિગેરેની લાલચ આપીને હુરબાઈને પોતાના ઘરના એક ઓરડામાં સંતાડી દીધી. આ તરફ ઘણીવાર થઈ છતાં પણ હુરબાઈ ઘેર ન આવી ત્યારે વોરાભાઈ એની શોધાશોધ કરવા લાગ્યા. ખૂબ શોધ કરવા છતાં હરબાઈ ન મળી ત્યારે વોરો વાણિયાની પાસે આવ્યા ને પૂછ્યું કે હીરાલાલ શેઠ! અમારી હુરબાઈને તમે દીઠી છે? ત્યારે વાણિયાએ કહ્યું હા શેઠ હા! ઈસમાઈલજી શેઠ! મેં તમારી હરબાઈને સગી આંખે દીઠી. ખુદા તમને સહાય કરે, મારી જીભે કેમ કહેવાય! કહેતા જીભ ઉપડતી નથી પણ કહેવું પડશે. તમારી હુરબાઈ અહીં આટલામાં રમતી હતી ત્યાં બગલા આવ્યા ને હરબાઈને ચાંચમાં નાંખીને લઈ ગયા. (હસાહસ)
- વોરા વાણિયાનું ગપુ સમજી ગયે. નક્કી મારી હરબાઈને આ વાણિયાએ સંતાડી દીધી લાગે છે, એટલે એણે તે બિચારા વાણિયાને ખૂબ દમદાટી દીધી, પણ આ વાણિ હવે ગામડામાંથી શહેરમાં આવીને હોંશિયાર થઈ ગયું હતું એટલે વોરાથી ગાં જાય એવો ન હતો. વોરાએ વાણીયાને ફરિયાદની ધમકી આપી પણ વાણિયાએ કંઈ દાદ ન દીધી. એ તે ચાલ્યા ગયે, વાણિયાએ હરબાઈને માલપાણી ખવડાવીને ખુશખુશ ને સાજી તાજી રાખી છે. આ તરફ વેરાભાઈએ કોર્ટમાં ફરિયાદ કરી કે “મારી દીકરી હરબાઈને આ વાણિયાએ સંતાડી છે. એને પછી અપાવે. એને ત્યાં એ રમવા માટે જતી હતી અને મેં પૂછયું ત્યારે વાણિયો પિતે એમ કહે છે કે હુરબાઈને બગલા લઈ ગયા. શું આ વાત શકય છે? બિલકુલ બનાવટી વાત છે.