________________
૬૨૫
શારદા સિદ્ધિ ભક્તિવંત છે. નામ દીપાવે એવે છે. આ દીકરાને બાપ સાચવે છે પૂર્ણરાગથી. એના પર પૂરો પ્રેમ છે. આ રાગ સમ્યફીને મોક્ષ પર છે.
“સમકિતી સંસારને હરામખેર માને છે ” પણ પિલા ઉડાઉ દીકરાની માફક એને અલગ કરી શકતું નથી. તત્ત્વ ઉપરની રૂચી બીજા કુળદીપક દીકરા સમાન છે. તે જીવને તારણહાર છે. “સમકિતી જીવ સંસારને ગુંડાની ગલી માને છે ને એનાથી ચેતતું રહે છે.” એને છોડીને જવામાં પિતાનું હિત માને છે. એ સમજે છે કે અંતે મધમાખીને જેમ પગ ઘસવા પડે છે અને વાઘરી બધું લૂંટી જાય છે એવી રીતે મૂખ જીવે ઉભા કરેલ આખા સંસારને કાળ રૂપ વાઘરી લઈ જશે અને છ બેહાલ બની જશે, માટે જ્ઞાની કહે છે કે હે જી ! તમે ચેતે અને દૃષ્ટિ ફેર. સંસારને, જડ પદાર્થોને અને કષાને મિત્ર ન માને, ઉપકારી ન માને. સંસાર એ તે મેહ દુશ્મનને કિલે છે. એનાથી છૂટે. સંગે તેમાંથી ન નીકળવા દે તે પણ તેને લૂટારો માને. જેનકુળને એ પ્રભાવ છે કે જન્મથી વૈરાગ્યના વાતાવરણ જોવા મળે, સાંભળવા મળે, ગળથુથીમાં સંસારની અસારતાના પાન કરવાના મળે છે. કેવું મહાન સદ્ભાગ્ય છે આવું રૂડું જૈનશાસન અને જૈનકુળ આપણને મળ્યું છે તે એને બરાબર લાભ ઉઠાવે ને સંસાર તરફને રાગ ઘટાડે. જે સંસારને રાગ ઘટાડે છે તે મોક્ષની ટિકિટ ખરીદે છે.
ચાલુ અધિકારમાં બ્રહ્મદત્ત ચક્રવતિ ચિત્તમુનિને પૂછે છે કે હે ભાઈ! આપણે પાંચ પાંચ ભવ સુધી સાથે રહ્યા ને આ છઠ્ઠાભવમાં જુદા કેમ પડી ગયા? ચિત્તમુનિ કહે છે સાંભળ.
નિરખી નધિ અને રમણી વળી, ચકવતિ સનતકુમારની, ક્ષણિક સૌખ્ય વિષે બની આંધળા, પરદુ:ખ તણું બીજ વાવીયા.
સાધુપણુમાં સનત્કુમાર ચકવતિની ઋદ્ધિ અને રમણ આ બધું જોઈને તું અંજાઈ ગયું અને એ સુખ મેળવવા માટે તે નિયાણું કર્યું. ભૌતિક સુખના ટુકડા મેળવવા માટે આવું ઉત્તમ મોક્ષનું સુખ આપનાર ચારિત્રને તું હારી ગયો. ચારિત્રની અખૂટ અને ગિરે મૂકીને ભૌતિક સુખના ટુકડા માંગ્યા. મોક્ષના મહેલમાં મહાલવાની મજ છેડીને આ સંસારના ઝુંપડામાં પડી રહેવાનું તે પસંદ કર્યું
“ વાર્યો તુ ને તદપિ ન સૂઝયું, મોહમાં ભાન ભૂલ્યો, કડી સાટે અમુલખ હીરે, હાથથી તેં ગુમાવ્યો, કર્મગ્રંથી નિયતિ થકી તે મૂખ થઈને વધારી
જ્ઞાનાદિ જે નિજ ગુણ તણી, ચિર શાતિ ગુમાવી. » તે નિયાણું કર્યું ત્યારે મેં તને ખૂબ સમજાવ્યો પણ જેમ કોઈને સર્પદંશથી ઝેર ચઢયું અને બેભાન બન્યો પછી ઢેલનગારા વાગે તે પણ તે જાગતું નથી. તેમ તને. પણ મેહના હલાહલ ઝેર ચઢી ગયા હતા. એ મેહના ઝેરથી બેભાન બનેલા શા. ૭૯