________________
૨૮
શારદા સિદિ
જાણ્યા છતાં તે' આવી હલકી ઈચ્છા કરી ! તે નિયાણું કર્યુ તેથી આપણે બંને ભાઈ આ જુદા પડયા. આ વાત સાંભળીને બ્રહ્મદત્ત ચક્રવતિ ચિત્તમુનિને શુ' કહેશે અવસરે. ચરિત્ર:– ભીમસેન રાજા અને વિજયસેન રા^ 'ને પગપાળા ચાલીને રાજમહેલમાં જઈ રહ્યા હતા. પાછળ ઘણા માણસેા હતા. તે વિજયસેન રાજા અને ભીમસેન રાજાના જયજયકાર બેાલાવતા ખેાલાવતા ચાલતા હતા. જુએ, આ કમના ખેલ કેવા છે ! આજ સુધી ભીમસેન આ નગરમાં જ રહેતા હતા ને? ત્યારે એને કોઈ ભાવ પૂછનાર ન હતું ને ભૂખ્યા તરસ્યાની કાઈ ખબર લેતું ન હતું. આજે એના પુણ્યના ઉદય થયા છે એટલે એના નામના જયજયકાર ખેલાવી રહ્યા છે. એને ખમ્મા ખમ્મા કરે છે. કમની ગતિ ન્યારી છે. ઘડીકમાં રાજાને રંક અને રકને રાજા અનાવે છે, ભીમસેનના જીવનમાં આવુ' જ 'મન્યુ' છે. પેાતે પહેલા રાજા હતા અને નાનાભાઈ હરિસેનના પ્રકાપના કારણે ઉંઘમાંથી જાગીને રાજમહેલ છેોડીને ભાગવું પડયું હતું. ભીમસેન અને વિજયસેન રાજા રાજમહેલ તરફ જાય છે ત્યારે રસ્તામાં સુભટ આન્યા. તેમણે સુશીલા અને બાળકોની વાત કરી. આ સાંભળતાં ભીમસેન મેભાન બની ગયા. વિજયસેન રાજાએ ખૂબ પવન નાંખ્યા. લોકોએ હારે। ઉપચાર કર્યાં ત્યારે ભાનમાં આવ્યા. વિજયસેને કહ્યુ, ભીમસેન ! તમે ઢીલા ન થાએ. સ્વસ્થ અનેા. સુશીલાદેવી અને બંને કુમારને હમણાં શેાધી કાઢીશુ.. જુઓ, મે બધા સુભટોને તેમની તપાસ કરવા માંકલી દીધા છે, માટે તમે ધીરજ રાખો. હુમણાં ઘેાડીવારમાં જ આપણને એમનુ મિલન થશે. ભીમસેને કહ્યુ-મહારાજા! મે ઘણી ધીરજ રાખી. ઘણુા વિયાગ સહન કર્યાં. હવે હું એક ક્ષણ પણ એમને વિયેાગ સહન કરી શકું તેમ નથી. મારુ' અંતર મારી પત્ની અને બાળકોને મળવા માટે અધીરુ' મન્યુ' છે. અહા! એ બિચારા અત્યારે કયાં રહેતા હશે ? કયાં ગયા હશે ને શું ખાતા હશે ? હુ' જાતે જ એમની શોધ કરવા જઈશ. એ મળશે તે જ રાજમહેલમાં આવીશ, બાકી મારે તમારા મહેલમાં આવવુ' નથી. મારી પત્ની અને માળકો દુઃખમાં હોય તે મારે રાજમહેલમાં આવીને શુ કરવું છે ? એમ કહીને ભીમસેન રાજા ઉભા થઈ ગયા ત્યારે વિજયસેને કહ્યું, ચાલેા, હું પણ તમારી સાથે આવું છું. આ બંને રાજાએ ઘણાં મેટા સુભટના સમુહ સાથે નગરમાં ને નગરની બહાર શેાધાશેોધ કરે છે. નગરની ગલીગલીમાં બધે જ તપાસ કરે છે, પણ ક્યાંય એમના પત્તો પડતા નથી. હવે શુ ખનશે તે વાત અવસરે.
આજે ખા.—બ્ર. ભાવનાબાઈ મહાસતીજીની મ’ગલ તપશ્ચર્યાની પૂર્ણાહૂતિના છેલ્લા દિવસ છે. એમની ૩૪ ઉપવાસની ભાવના આજે પરિપૂર્ણ થઇ છે. આવતી કાલે તેમનું પારણું છે. આપ સૌ ૩૪ દિવસના સારા વ્રત નિયમ લેવાનો નિર્ણય કરીને આવશે.
சு
5
卐