________________
શારદા સિદ્ધિ
૬૨૩ પત્ની અને પુત્રોના દુઃખમાં સુખના સાધને શું છે ?” –
સુભટના ગયા પછી વિજયસેન રાજાએ પ્રેમથી ભીમસેનને કહ્યું હે ઉજજેની નરેશ! આપના આગમનના આનંદથી આ અશ્વો પણ હણહણાટ કરી રહ્યા છે. આપ પધારો. અધારૂઢ બને ને મારા રાજમહેલને પાવન કરો, ત્યારે ભીમસેને કહ્યું કે વિજયસેન નરેશ! જ્યાં મારા કુમળા ફુલ જેવા બાળકે ભેંય પથારી કરીને આળોટતા હોય ત્યાં મને શું મખમલની શય્યાને આરામ શેભે? જ્યારે મારી પત્ની ઉઘાડા પગે લોકોને ઘેર કાળી મજુરી કરીને થાકીને લેથ બની જતી હોય ત્યારે મને શું આ અશ્વોની સવારી કરવી શેભે ? તમારી લાગણી ને પ્રેમ છે પણ જ્યાં સુધી મારું કુટુંબ મને ભેગું નહિ થાય ત્યાં સુધી ઘોડા ઉપર નહિ બેસું એટલું જ નહિ પણ એક પણ સુખના સાધનને ઉપગ નહિ કરું, માટે તમે મને ક્ષમા કરો. વિજયસેને કહ્યું આપની વાત સાચી છે પણ હવે તમારું દુઃખ ગયું સમજે. દુઃખને કાળ વીતી ગયે. હવે સુખને કાળ આવે છે, માટે ચિંતા ન કરો, સુભટો સુશીલા રાણીને લેવા માટે ગયા છે તે એમને લઈને સીધા રાજમહેલે જશે. તે આપની ઈચ્છા ઘોડા પર બેસવાની નથી તે આપણે સૌ પગપાળા ચાલીને ત્યાં જલ્દી પહોંચી જઈએ. એમ કહીને બંને રાજાઓ ઘણાં માણસે સહિત પગપાળા ચાલીને નગરમાં જાય છે. ત્યાં આકાશમાંથી દેવવાણી થઈ કે
“સુવર્ણમુદ્રા ભીમસેનકી, જે લેગા ઔર,
શીશ ઉડેગા ઈસી વકત મેં મિલસી દંડ કઠેર.” હે નગરજન! તમે સાંભળી લેજે, જે સાડા બાર કોડ સોનામહેરોની વૃષ્ટિ થઈ છે તે બધી ભીમસેન મહારાજાની છે. કેઈ એ ભૂલથી પણ સોનામહોર લેવી નહિ. જે કઈ લઈ જશે તેનું મસ્તક ધડથી જુદું થઈ જશે, માટે કઈ એને અડશો નહિ. ભીમસેનને તે સેનામહોરો પણ યાદ આવતી ન હતી. ત્યાં દેવવાણી થઈ એટલે વિજયસેન રાજાએ તરત જ સેનામહ ભેગી કરાવીને રથમાં ભરાવીને રાજમહેલમાં લઈ જઈને અલગ રાખવાની સૂચના કરી અને થોડું આગળ ચાલ્યા ત્યાં તે સુશીલા રાણીને લેવા માટે ગયેલાં સુભટો પાછા આવ્યા. ' વિજયસેને કહ્યું તમે બધા રાણીને લીધા વિના કેમ પાછા આવ્યા? ત્યારે સુભટેએ કહ્યું મહારાજાધિરાજ! મહારાણી અને રાજકુમારોને તે ભદ્રા શેઠાણીએ માર મારીને કાઢી મૂકયા છે, અને તેઓ જે ઝૂંપડીમાં રહેતા હતા તે ઝૂંપડીને પણ એ ભદ્રા શેઠાણીએ બાળી મૂકી છે, અને તેઓ કયાં રહે છે તેની કોઈને ખબર નથી. ત્યાં રહેતા પાડોશીએ આ સમાચાર આપ્યા છે. આ સમાચાર સાંભળતાં ભીમસેનના હૈયા ઉપર વીજળી તુટી
ડી. એના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ ને મૂછિત થઈને જમીન પર પડી ગયે. બીજી તરફ ભદ્રાના આવા વર્તનથી રાજાને ક્રોધ તે હતે જ તેમાં આ સાંભળી વિશેષ કોલ આવ્યો. હવે વિજયસેન રાજા ભીમસેનને સમજાવશે ને પછી જાતે સુશીલાની શોધ કરવા જશે ને શું બનશે તેના ભાવ અવસરે.