________________
શારદા સિદ્ધિ
“ કયા ઢાધે થયા ખુદા, આપણુ બેઉ માંધવા, કારણ એનું કહા ભાઈ, જાણવા ચિત્ત ઉલસે, ”
૬૨૧
હે મુનિરાજ ! આગલા ભવમાં આપણે એકબીજા વિના રહી શકતા ન હતા. આપણા પ્રેમ દૂધ સાકર જેવા હતા. આ ભવમાં એ સ્નેહની સાંકળ તૂટી ગઈ. તા આ ભવમાં આપણે કેમ વિખૂટા પડી ગયા તે મને કહે. એ જાણવાને માટે મારું દિલ થનગની રહ્યુ છે. એ જાણવાની મને ખૂબ જિજ્ઞાસા છે. માટે તમે મને જલ્દી કહો. ચિત્તમુનિ કહે છે, હે બ્રહ્મદત્ત ! તારે જાણવુ છે તે સાંભળઃ
જમ્માનિયાળનકા, તુમે રાય! વિવિત્તિયા ।
तेसि फलविवागणं, विपओग मुवागया ||८||
હે રાજન્! સંભૂતના ભવમાં એટલે કે ચંડાળના ભવમાં જાતિથી પરાભવ પામીને આપણે બંનેએ દીક્ષા લીધી હતી. દીક્ષા લઈને જ્ઞાન-ધ્યાન સાથે તપ કરતા આપણે હસ્તિનાપુરમાં ગયા. ત્યાં માસખમણુના પારણાને દિવસે તું ગૌચરી ગયા ત્યારે એક ઉપસગ આવ્યે. નમુચિ પ્રધાને ખૂબ માર મરાવ્યો તેથી તમને ખૂબ ક્રોધ આવ્યો ને તેજુલેસ્યા છેાડી તેથી આખા નગરમાં ધૂમાડા વ્યાપી ગયા. એનાથી આખા નગરના લોકેા ખણુ ખણુ થઈ ગયા ને ખચવા માટે નાસભાગ કરવા લાગ્યા, તેથી હસ્તિનાપુરમાં રાજ્ય કરતા સનતકુમાર ચક્રવર્તિના મનમાં થયુ કે આ કોઈ દૈવી પ્રોપ છે. નક્કી મારા નગરમાં કાઈ એ સાધુની ઘેાર અશાતના કરી છે. તેનું જ આ પરિણામ છે. માટે હુ' એમની પાસે જઈ ને માફી માંગુ જેથી આ પ્રકોપ શાંત થાય, અને પ્રજાને અને મને પણ શાંતિ મળે. એ ષ્ટિથી સનત્કુમાર ચક્રવતિ એમના મુખ્ય પદેરાણી તેમજ સર્વ પિરવારને લઈ ને આવ્યા ને તમારા ચરણામાં પડી લળી લળીને પેાતાનાથી અગર કઈ પણ પ્રજાજનથી અપરાધ થયા હોય તેની માફી માંગી. મેં પણ તમને ઘણુ' સમજાવ્યા ત્યારે તમારા ક્રોધ શાંત થયે ને તેજીલેશ્યા પાછી ખેંચી એટલે
ગરમી શાંત શીતળ બની ગઈ.
તમારા ક્રોધ શાંત થયા તે સમયે ચક્રવતિની પટ્ટરાણી આપના દર્શન કરતી હતી ત્યારે એના વાળની લટના સ્હેજ સ્પર્શે તમને થયા. એ સુવાળા સ્પર્શ થતાં ને ઋદ્ધિ તથા રમણી જોતાં તમારુ મન સંયમથી ચલિત થયું. તે સમયે તમે નિયાણું કયું કે મારા તપનુ' ફળ હોય તેા હું આવતા ભવમાં આવેલ મેટો ચક્રવર્તિ અનુ હે રાજન! એ ભવની તમારી સાધના મહાન કર્મોના ભુક્કા ખેલાવી દે તેવી અને ચક્રવતિના સુખથી પણ અન...તગણુ સુખ અપાવે એવી હતી પણ તમે માહમાં ભાન ભૂલી ગયા ને નિયાણું કર્યું. હાથી આપીને ગભ લીધા, હીરા આપીને કાંકરા લીધા, હાથીની અંબાડી ઉપર સ્વારી કરવાનું છેડીને ગધેડા ઉપર બેઠા. કયાં સાધુપણાના શાશ્વત સુખ અપાવે એવી ઉત્તમ સાધના! અને કયાં આ ચક્રવર્તિપણાના નશ્વર