________________
१२०
શારદા સિદ્ધિ નિયમિત રીતે સાફસૂફ થતું હતું, તેથી રમણીય લાગતો હતો પણ એને માલિક હમણાં પરદેશ ગયે છે એટલે માળી એની બરાબર સંભાળ રાખતા નથી. તેથી એની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે, તેમ તું પણ પહેલાં નિયમિત રીતે દરેક ક્રિયાઓ કરતે હતું તેથી તારું શરીર સારું રહેતું હતું ને મન પણ શુદ્ધ રહેતું હતું પણ કેટલાક વખતથી તું ક્રિયાઓ કરવામાં પ્રમાદી બની ગયેલ છે. દરરેજ આ ક્રિયાઓ કરવાની શું જરૂર છે? એ ન કરીએ તે એથી શું નુકસાન! એમ માનીને તને ક્રિયાઓ ઉપર કંટાળો આવ્યો અને બધી ક્રિયાઓ કરવી છેડી દીધી. તેનું તને આ ફળ મળ્યું છે તે તું આજે જોગવી રહ્યો છે. માળીની અનિયમિતતા અને પ્રમાદથી જેમ બગીચાની દુર્દશા થઈ છે તેમ તારે પ્રમાદથી તારી પણ આ દુર્દશા થઈ છે. ગુરૂની હિતશિખામણ શિષ્યના હદયપટ પર કોતરાઈ ગઈ અને તે જ દિવસથી શિષ્ય પ્રમાદને ત્યાગ કરીને પુનઃ પૂર્વવત્ બધી ક્રિયાઓ કરવા લાગ્યા, તેથી તેમનું શરીર અને મન બંને સુધરી ગયા, અને છેક સુધી અપ્રમત્ત જીવન જીવી સુંદર રીતે સંયમનું પાલન કરી આત્માનું શ્રેય સાધી ગયા. જુઓ, પ્રમાદથી જીવન કેટલું બગડ્યું ને અપ્રમાદથી જીવન કેટલું સુધર્યું !
- બંધુઓ ! આ દષ્ટાંત સાંભળીને તમે પણ તમારા જીવનમાંથી પ્રમાદને ખંખેરી નાંખજે. પ્રમાદ જીવને ભવવનમાં ભમાવે છે ને અનેક પ્રકારના કષ્ટો આપે છે, આટલા માટે ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વના જ્ઞાતા પટ્ટ ગણધર ગૌતમ સ્વામી જેવા મહાન પુરૂષને પણ ભગવાને ટકેર કરી કે “સમય ગાયમ મા પમાયએ.” હે ગૌતમ! સમય માત્રને પ્રમાદ ન કરે. આ ટકે આપણે પણ ગ્રહણ કરવાની છે. ભગવાનના વચનની એક ટકે રે ચકર બની જાઓ. ટકે રે ચકર બને તે હોંશિયાર અને ટકે રે ચકાર ન બને તે હેવાન, બેલે, તમારે નંબર શેમાં છે ? (હસાહસ) તમારા મનથી તમે સમજી લેજે. ભગવાનની આજ્ઞા પ્રમાણે જે ચાલે છે તેનું કલ્યાણ થઈ જાય છે.
આપણુ અધિકારમાં ચિત્તમુનિ જેમણે સંસારના સુખ-વૈભવને ત્યાગ કરીને દીક્ષા લીધી છે. ચિત્તમુનિ અને બ્રહ્મદત્ત ચક્રવર્તિ બંનેનું મધુરું મિલન થયું. તેમાં બ્રહ્મદત્ત ચક્રવર્તિ મુનિને કહે છે:
"देवा य देवलोगम्मि, आसी अम्हे महिडिया।
इमा णो छट्ठिया जाइ, अन्नमन्नेण जा विणा ॥७॥" સાધુપણામાં અંતિમ સમયે સંથાર કરીને આપણે પહેલાં દેવલેકમાં પદ્મગુલ્મ નામના વિમાનમાં મહર્થિક દેવ થયા. ત્યાંથી ચવીને (છઠ્ઠી પર્યાયમાં) છઠ્ઠા ભાવમાં આપણે બંને એકબીજાથી વિખૂટા પડી ગયા. આવું કેમ બન્યું?