________________
શારદા સિદ્ધિ ભાઈ છે. વળી આપે જ લેક પૂરો કરી આપે છે તેથી મારી જાહેરાત પ્રમાણે તમે અર્ધા રાજ્યના માલિક તે ખરા જ ને? માટે આપ અડધું રાજય લઈને સુખી થાઓ. મને તમારી આવી દશા જોઈને ખૂબ દુઃખ થાય છે. આપણે આગળના ભાવમાં કયાં હતા ?
दासा दसण्णे आसी, मिया कालिंजरे नगे । .
हंसा मयंग तीरे य, सोवागा कासीभूमिए ॥६॥ બ્રહ્મદત્તના મનમાં એમ છે કે હું જ્ઞાનના બળથી જાણું છું કે આગળના પાંચ ભવમાં આપણે કેણ હતા? તેથી પિતે ચિત્ત મુનિને કહે છે કે હે મુનિવર ! આપણે બંને પહેલાં દશાર્ણ દેશમાં શાંડિલ્ય બ્રાહ્મણની યશોમતી નામે દાસીના પુત્ર થયા. ત્યાં દાસપણે સાથે હતા. ત્યાં સર્પદંશ થવાથી સાથે મર્યા. ત્યાંથી મારીને કાલિંજર પર્વત ઉપર હરણ રૂપે અવતર્યા. ત્યાં શિકારીઓએ આપણને મારી નાંખ્યા ત્યાંથી મરીને આપણે મૃતગંગા નદીના કિનારે હંસ થયા. ત્યાં પણ શિકારીએ આપણને બાણથી વિધી નાંખ્યા, એટલે ત્યાંથી મરીને આપણે બંને કાશી નગરમાં ચાંડાલને ત્યાં પુત્રરૂપે અવતર્યા. ત્યાં આપણું નીચ જાતિના કારણે આપણે પરાભવ થયે તેથી અપમાનિત બનેલા એવા આપણે આપઘાત કરવા માટે જંગલમાં ગયા. ત્યાં આપણને સંતના, દર્શન થયા. એમણે આપણને ધર્મને ઉપદેશ આપ્યો તેથી આપણે દીક્ષા લીધી." દીક્ષા લઈને ખૂબ ઉગ્ર સાધના કરીને આયુષ્ય પૂરું થતાં કાળધર્મ પામીને આપણે બંને ભાઈઓ દેવલોકમાં ગયા. આ રીતે આપણે બંને ભાઈઓ પાંચ પાંચ ભવ સુધી સાથે ને સાથે રહ્યા. (ઉપરની ત્રણ ગાથાનું વર્ણન આગળ વિસ્તારપૂર્વક આવી ગયું છે તેથી અહીં તેનું વિવેચન કર્યું નથી.) આ પ્રમાણે બ્રહ્મદત્ત ચક્રવતિએ ચિત્તમુનિને કહ્યું. ચિત્તમુનિ એમની બધી વાત મૌનપણે સાંભળી રહ્યા છે. હજુ બ્રહ્મદત્ત પૂછશે ને ચિત્તમુનિ શું જવાબ આપશે તેના ભાવ અવસરે.
ચરિત્ર – ભીમસેને મુનિને પૂછયું કે આપ કયાં પધારે છે? ત્યારે કહ્યું મારે આજે ૬૦ ઉપવાસનું પારણું છે, માટે નિર્દોષ આહારની ગવેષણ કરવા માટે જાઉં છું. આ સાંભળીને ભીમસેને વિચાર કર્યો કે મારી પાસે મીઠાઈ પડી છે તે હું સંતને વહોરાવીને લાભ લઉં. આમ વિચાર કરીને ભીમસેને કહ્યું કે હે મારા ઉપકારી પરમ કૃપાળુ ગુરૂદેવ ! હું મારા માટે ને સંન્યાસીને ખાવા માટે મીઠાઈ અને ફરસાણ લાવ્યો હતો. સંન્યાસી મારું સુવર્ણરસનું તુંબડું લઈને ચાલ્યો ગયો છે. અમારા માટે લાવેલું છે, તદ્દન નિર્દોષ છે ને આપને ખપે તેમ છે. તે આપ કૃપા કરીને મને લાભ આપે તે મારો ભવ સાર્થક બની જશે. અંતરની ભાવનાથી ભીમસેને ખૂબ આગ્રહ કર્યો એટલે મુનિએ એની ભાવના અને આહાર શુદ્ધ અને નિર્દોષ છે એમ જાણુને પાત્ર ધર્યું. ભીમસેને અત્યંત ઉલ્લાસભાવથી હરાવ્યું. એના હૈયામાં હર્ષ સમાતું નથી. ઉત્કૃષ્ટ ભાવે દાન દેવામાં ભીમસેનના ઘણું કર્મો ખપી ગયા.