________________
શારદા સિદ્ધિ “સુપાત્ર દાનના ચમત્કાર :- જે સમયે ભીમસેને સંતના પાત્રમાં વહેારાખ્યું તે જ સમયે આકાશમાં દેવદુંદુભીના સૂર ગુંજી ઊઠયા. દેવ વિમાનામાંથી દેવાએ પારિજાતક પુષ્પોની વૃષ્ટિ કરી. સુગંધિત જળની વર્ષા કરી. દિવ્ય વસ્ત્રોના વરસાદ વરસાવ્યે. અને સાડા બાર ક્રોડ સેાનામહેારાની વૃષ્ટિ કરી. બુલંદ સ્વરે અહ દાન....અહે। દાન....ના ઘાષપૂર્વક ધર્માંદ્યાષ મુનિના જયનાદ કર્યાં અને ધરતી ઉપર આવીને દેવ દેવીઓએ વિધિપૂર્વક આચાર્ય ભગવ'તને વંદ્યના કરી તેમજ ભીમસેને આવા તપસ્વી સંતને સુપાત્ર દાન આપ્યું. તે માટે તેની ખૂબ પ્રશંસા કરી. દેવાએ પોતાની જાતે જ રાજાનેા પાશાક તેમજ મૂલ્યવાન આભૂષણો પહેરાવી દીધા. તેથી ભીમસેન એક દિવ્ય પુરૂષની માફક શાલવા લાગ્યા. પહેલા રાજા તે હતા જ પણ એના પાપકમના ઉદયે એને ભિખારી બનાવ્યા હતા. હવે એનું દુઃખ અને દરિદ્ર બધુ ટળી ગયુ. દેવે એની પ્રશ'સા કરતા ખાલવા લાગ્યા કે ખરેખર ! આ માનવભવ ઉત્તમ છે. જીવને મેાક્ષમાં લઈ જનાર એક માનવ જન્મ છે. “ મહામાનવ ભીમસેનના જય હેા. ” એમ જયનાદ કરીને દેવે તે અદૃશ્ય થઈ ગયા, પણ આ દેવદુદુભીના સૂર કઈ છાના રહે ખરા ? એ તે ઘણે દૂર સુધી સ'ભળાય છે.
દેવદુ દુભીના કણપ્રિય અવાજ સાંભળીને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના પ્રજાજનાને ખૂબ આશ્ચર્ય થયું કે દેવવ્રુદુભીના અવાજ કયાંથી આવ્યે ? આ નગરના વિજયસેન મહારાજાએ પણ આ નાદ સાંભળ્યા. આ રાજા જૈનધમી અને શ્રદ્ધાળુ હતા. જૈનધર્મીનુ જ્ઞાન પણ પ્રાપ્ત કરેલું હતું એટલે સમજી ગયા કે આ અવાજ દેવદુંદુભીનેા છે. કેઈ દાતારે પ્રભુને દાન વહેારાવીને પુણ્ય પ્રાપ્ત કર્યું લાગે છે. તેથી અહે। દાન.....અહા દાન....એવી ઘેાષણા થઈ રહી છે.
૧૪
દેવદુ'દુભી એ કારણે વાગે છે. જયારે તીર્થંકર પ્રભુને કોઈ દાતાર દાન દે અગર તીથંકર પ્રભુ કે કેાઈ પવિત્ર સંતને કેવળજ્ઞાન થાય ત્યારે દેવા દેવદુદુભી વગાડે છે. તીર્થંકર પ્રભુને દાન દે ત્યારે દેવા આવા પાંચ દિવ્યેાની વૃષ્ટિ કરે છે. અગર કોઈ તપસ્વી પવિત્ર સ ́ત હાય, દ્રવ્યથી ને ભાવથી શુદ્ધ હાય આવા સતેાને દાન દેતા હોય ત્યારે દેવા એમના ઉપર પ્રસન્ન થઈને પંચજ્યની વૃષ્ટિ કરે છે ને દેવ દુંદુભી વગાડે છે. હરકેશી મુનિને જયારે દાન દીધુ' ત્યારે પણ આવી વૃષ્ટિ થઈ હતી. અહી પણ ભીમસેને જ ધાચરણુ ઉગ્ર તપસ્વી સંતને દાન દીધુ. એટલે પચ ક્રિષ્યની વૃષ્ટિ થઈ અને આકાશમાં દેવદુંદુભી વાગી. મા સાંભળીને વિજયસેન રાજા રાજ્યના હજારો કામ પડતા મૂકીને પેાતાના રાજશાહી રસાલા સાથે જે તરફથી અવાજ આવતા હતા તે દિશા તરફ ચાલ્યા. આ તરફ ભીમસેન રાજા મુનિ જાય છે તેમની પાછળ જાય છે. એને આટલી સોનામહારા વિગેરે વરસ્યુ છે એ લેવાના મેહ નથી. એની દૃષ્ટિમાં એને સ'ત સિવાય બીજુ કોઈ દેખાતુ' નથી.