________________
શારદા સિદ્ધિ
૬૧૭
સુખોની ઈચ્છાવાળા છે એમણે પ્રમાદને ત્યાગ કર જોઈએ. અપ્રમત્ત દશા એ જાગૃતિની દશા છે. અપ્રમત્ત દશામાં જીવ હિતાહિતને વિવેક કરી શકે છે. એ દશામાં પિતાના અંતઃકરણમાં પ્રવેશતા પાપરૂપ ચારથી પોતાના આત્માની રક્ષા કરી શકે છે. પ્રમત્ત દશા એ સુષમ દશા છે. જેમ દ્રવ્ય નિદ્રામાં આંખ બંધ થાય છે તેમ ભાવનિદ્રામાં આંતરિક નેત્રે પર પડદા પડી જાય છે. સૂતેલો પુરૂષ જેમ હિત કે અહિતને વિચાર કરી શકતા નથી તેમ ભાવનિદ્રામાં પડેલો આત્મા હિત કે અહિતને વિચાર કરી શક્તિ નથી. ગાઢ નિદ્રામાં સૂતેલો પુરૂષ પોતાના ધન વિગેરેનું રક્ષણ કરી શકો નથી તેમ પ્રમાદી જીવ પિતાને આત્મિક ધનનું રક્ષણ કરી શકો નથી. ઉઘ વખતે દુનિયા અંધકારમય લાગે છે તેમ પ્રમાદી પુરૂષના ભાવનેત્ર સામે અજ્ઞાનને ગાઢ અંધકાર ફેલાઈ જાય છે. માટે સુજ્ઞ પુરૂએ પ્રમાદને અવશ્ય ત્યાગ કરવાની જરૂર છે.
બંધુઓ ! પ્રમાદ એ કર્મ રૂપી રોગને ઉત્પન્ન કરનાર છે. ત્યારે અપ્રમાદ એ કર્મ વ્યાધિને નાબૂદ કરવા માટે અમેઘ ઔષધ છે. દરેક સંસારી જીવોને અનાદિ કાળથી કર્મ રૂપ વ્યાધિ લાગેલો છે. એમાં મૂળ કારણ પ્રમાદ છે. હવે એ કર્મ વ્યાધિને જે જડમૂળથી નાશ કરવાની ઈચ્છા હોય તે અપ્રમાદ નામના ભાવ ઔષધનું સેવન કરે. પ્રમાદને જીવનમાં પેસવા દેશે નહિ. પ્રમાદ કરવાથી તે કર્મ વ્યાધિ વધે છે. માટે મધ, વિષય-કષાય-વિકથા, નિદ્રા, અવત, અસંયમ, ધર્મ પ્રત્યે અનાદર, અજ્ઞાનતા અને અસદાચાર રૂપી પ્રમાદોનો ત્યાગ કરી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ દાન-શીલ–તપ ભાવરૂપી અપ્રમાદ નામના ઔષધનું નિયમિત, અને શ્રદ્ધાથી સતત સેવન કરે.
અનાદિ કાળથી જીવે સતત પ્રમાદનું સેવન કર્યું છે. જીવન ઘરમાં અહો જમાવી ગયેલા એ પ્રમાદ રૂપી કૂતરાને કાઢવા માટે અપ્રમાદની લાકડી લઈને હાંકી કાઢવા પ્રયાસ કરે પડશે. કેઈ વાર દાન આપીને નિરાંતે બેસી રહેવાશે નહિ. થોડું શીલ પાળીને સંતોષ માની લેવાશે નહિ, કેઈક વાર શેડ તપ કરીને પછી રાત દિવસ ખા ખા કરાશે નહિ. કેઈક વાર થડે સંત સમાગમ કરી લેવાથી નહિ ચાલે. કલાક, બે કલાક આત્મધ્યાનથી કામ નહિ પડે. અનાદિકાળથી ખૂબ જ અભ્યસ્ત કરેલે પ્રમાદ સતત સાદર અપ્રમાદનું સેવન કરવાથી દૂર થશે. પ્રમાદ એ પાપ છે અને એ સંસારને માર્ગ છે. જ્યારે અપ્રમાદ એ મોક્ષને માગે છે. સકલ દુઃખનું મૂળ જે કર્મ વ્યાધિ છે તેને જડમૂળથી નાશ કરવા અપ્રમાદનું ઔષધ સૌ ખાઓ અને સદા માટે નિરોગી બને.
ज्वरे निवृत्त रुचिरेधते यथा, मलेगते शाभ्यति जाठरि व्यथा।
तथा प्रभादे विगते ऽभिवद्यते, गुणाच्यया दुर्बलता य नश्यति ॥ માણસને તાવ ઉતરી ગયા પછી જેમ ભેજન લેવાની રૂચિ ઉત્પન્ન થાય છે, જેમ પિટમાં જામેલ મળ નીકળી ગયા પછી જઠરની પીડા શાંત થાય છે તેવી રીતે જ્યારે પ્રમાદ દૂર થાય છે ત્યારે આત્મિક ગુણે ઉત્પન્ન થવા માંડે છે. જ્યાં ગુણે શા, ૭૮