________________
૫૧૪
શારદા સિદ્ધિ નાનાભાઈને કહે છે ભાઈ! તું ગાડું ઉભું રાખ. મને ખૂબ તરસ લાગી છે એટલે હું પાણી પીને આવું છું, તેથી નાનાભાઈએ ગાડું ઊભું રાખ્યું ને મેટેભાઈ પાણી પીવા માટે ગયે. જંગલમાં આમતેમ ખૂબ તપાસ કરી તે એક તળાવ જોયું. તેણે પાણી પીધું ને નાનાભાઈને માટે પાણું લઈને આવી રહ્યો છે. ત્યાં જે ચીલામાં પિતાના ભાઈએ ગાડું ઉભું રાખેલું છે, એ જ ચીલામાં એક આંધળી નાગણ પડી છે, એટલે મોટાભાઈએ નાનાભાઈને કહ્યું કે ભાઈ ! આ ચીલામાં એક આંધળી નાગણ પડી છે, માટે તું ગાડું આ ચીલેથી ફેરવીને બીજા ચીલા ઉપર લઈ જા. ચીલો બદલાવી નાંખ, ત્યારે નાને ભાઈ કહે છે ભાઈ! જરા એછે ધરમ ઢીંગલો થા. ચાલ બેસી જા ગાડામાં. જંગલમાં તે એવા ઘણા જ હોય. એને બચાવવા રહીશું તે જ્યાં જવાનું છે ત્યાં ક્યારે પહોંચીશું?
મોટાભાઈના મનમાં હતું કે હું ગમે તેમ કરીને આ ચીલેથી બીજા ચીલે ગાડું લેવડાવીશ, એટલે તે ગાડામાં બેસીને નાનાભાઈને કહે છે ભાઈ! તું સમજ. આપણે આ ચીલે જે ગાડું ચલાવીશું તે બિચારી આંધળી નાગણ મરી જશે. આપણે માણસ છીએ ને એ પશુ છે. માનવ માત્રને ધર્મ છે કે આવા જીવે ઉપર કરૂણ રાખવી. જોઈએ. જે આપણે જીવ છે એ જ એને જીવ છે. એ બિચારી આંધળી છે એટલે તે ચીલામાં પડી રહી છે. જે દેખતી હોય તે જ્યારની ભાગી ગઈ હોય, માટે તું ગાડું બીજા ચીલે લઈ લે, પણ નાનો ભાઈ માને નહિ, એણે તે એ ચીલે જ ગાડું ચલાવ્યું. પેલી નાગણીના બે ટુકડા થઈ ગયા. આ જોઈને મોટાભાઈને આત્મા કકળી ઉઠશે. અરેરે....આજે કેટલું મોટું પાપ થઈ ગયું ! નાનાભાઈને કહે છે અરેરે...ભાઈ! તે મારી વાત માની નહિ! મને તે એટલું દુઃખ થાય કે મારા જેવા ઘોર પાપકર્મને ઉદય કે મારે ભાઈ આ નિર્દય ! આજે તારી સાથે હું ન આવ્યો હોત તે સારું થાત. આજે હું તારા ગાડામાં બેઠો તે તારી સાથે પાપને ભાગીદાર બન્યું ને ! મેટાભાઈનું અંતર વલોવાઈ ગયું. એની આંખમાં આંસુ આવી ગયા પણ નાનાને એની બિલકુલ અસર થતી નથી ને મોટાભાઈના દિલમાંથી એ પાપની અસર જતી નથી. મોટેભાઈ નાનાને કહે છે ભાઈ! તું કેઈ સંત મહાત્માની પાસે જઈને તારા પાપનું પ્રાયશ્ચિત કરી લે, પણ નાનાને આ વાત ગમતી નથી.
નાગણના ટુકડા થઈ ગયા. એ નો ગણ મરી ગઈ. એ નાગણીને જીવ એક બ્રાહ્મણને ઘેર દીકરીપણે જમે. એ બ્રાહ્મણની પુત્રી મોટી થઈ એના માતા પિતાએ એને પરણાવી. પરણીને સાસરે ગઈ પછી થોડા સમયમાં પેલા બે ભાઈમાંથી મોટાભાઈ મરીને બ્રાહ્મણની પુત્રીના ગર્ભમાં આવીને પુત્રપણે ઉત્પન્ન થયે. આ દીકરે ગર્ભમાં આવ્યો ત્યારથી બ્રાહ્મણને ખૂબ આનંદ થઈ ગયે. દાન દઉં, ગુરૂભક્તિ કરું એવા સારા વિચારો આવવા લાગ્યા. ગર્ભસ્થિતિ પૂરી થતાં બાઈ એ પુત્રને જન્મ આપે.