________________
શારદા સિદ્ધિ
૫૯૫ મુક્ત થઈને ખુદાની બંદગી કરવાનું સમજાવતા, પણ અફસેસ! પથ્થર ઉપર પાણી પડે તે નિષ્ફળ જાય તેમ મેલવીને ઉપદેશ નિષ્ફળ ગયે, પણ સિરાજુના અંધકારમય અને પાપી જીવનમાં એક દિવસ સેનાને સૂરજ ઊગ્યો. મૌલવીના ઉપદેશના યુગ એના જીવનને પલટાવી શકયા નહિ. એ એની બેગમની દાસીના એક જ વાકયે સિરાજુના જીવનની રોનક બદલાવી નાંખી. જીવનમાં તક તે સદાય બારણે આવીને ઊભી હોય છે પણ અભાગીને એ દેખાતી નથી. બિચારો એની રાહ જોતાં જોતાં જ પિતાનું જીવન પૂરું કરે છે. જ્યારે સમજદાર માણસ બારણે આવેલી તકને જલદી ઝડપી લે છે, અને એ જ પળે દિવસની રાહ જોયા વિના પોતાના જીવનમાં રહેલી ખામીઓને દૂર કરી, જીવનને પલ્ટો કરી નાખે છે.
ઈધર ચલણ હૈ, મગર રેણુ નહિ” – એક દિવસ બપોરના સમયે સિરાજુ બાદશાહ ભેજન કરીને હિંચકા ઉપર આરામ કરતા હતા. એ સમયે એના મોટા બેગમ સાહેબ સીવણનું કામ કરતા હતા. બેગમને કંઈક યાદ આવ્યું એટલે બહાર બેઠેલી એની બાંદી (દાસી) ને બૂમ પાડીને કહ્યું કે “વહાં ચલણકે નીચે રેણુ હૈ વો ઈધર લે આય.” (ત્યાં ચાલણની નીચે રીંગણાં છે તે અહીં લઈ આવી બેગમ સાહેબને હુકમ થતાં જ દાસી પિતાની જગ્યાએથી ઊભી થઈને રીંગણ લેવા માટે ગઈ પણ ત્યાં ચાલણની નીચે રીંગણાં ન હતા, એટલે દાસી સ્તબ્ધ બની ગઈ ને મનમાં બેલી ઉઠી કે “ઈધર રેણુ તે હય નહિ,” ત્યાં ઉભા ઉભા દાસીએ બૂમ પાડીને મોટા બેગમ સાહેબને કહ્યું કે બેગમ સાહેબ! “ઈશ્વર ચલણે હૈ મગર રેણું નહિ.” અહીં ચાલણ તે છે પણ રીંગણ નથી. હિંચકા ઉપર સૂતેલા સિરાજુ બાદશાહે દાસીનું આ વાક્ય સાંભળ્યું અને એના અંતરને ભારે આંચકો લાગ્યો ને એ મનમાં જ બોલી ઉઠો કે, શું ! એક વાર મારે અહીંથી ચાલવાનું જ છે ! અહીં રહેવાનું નથી. વાકય એવું જ છે ને કે “ચલણ હૈ મગર રેણા નહિ.” એટલે આગળની વાત જે ન જાણતું હોય એ તો એનો અર્થ એમ જ સમજે કે મારે વહેલા કે મોડા એક દિવસ અહીંથી ચાલવાનું છે પણ રહેવાનું નથી.
એક વાગ્યે જાગી ઉઠેલ સિરાજુ” :- બાદશાહ સિરાજુ પણ એવું જ સમજે. આજ દિન સુધી સુરાપાન કરી સુંદરીઓ સાથે ભેગ વિષયમાં મસ્ત રહેનારો બાદશાહ આ વાકય સાંભળીને જાગી ગયે. બસ, આ રાજ ભવ, મારી વહાલી બેગમ, ધન-ધાન્ય, બાગ, બંગલા બધું છોડીને એક દિવસ તે મારે જવું જ પડશે, તે હું મારી જાતે જ શા માટે ન છોડી દઉં? એ જ પળે બાદશાહ સિરાજુ ફકીરને વેશ પહેરીને રાજમહેલમાંથી નીકળી ગયે. ફકીર બનીને બાદશાહને જતાં જોઈને એની બેગમો રડવા લાગી. એના માણસે રડવા લાગ્યા, અને સિરાજુને રોકવા માટે ખૂબ વિનવવા લાગ્યા, પણ સિરાજુએ તે બધાને કહી દીધું કે વહેલા કે મોડા એક દિવસ