________________
શારદા સિદ્ધિ
૬૦૯
યુવરાજના દિલમાં વિકાર ભાવ જાગ્યા ને મનમાં ખેલી ઉઠયો કે કેવી સૌ વાન સુ'દરીઓ છે! આ રાજદરબારમાં શેાભી ઉઠે તેવી છે. કુમાર આમ વિચાર કરતા રહ્યા ને નિહારીએ ચાલી ગઈ. એમની તેા આ તરફ દૃષ્ટિ પણ ન હતી. એમના ગયા પછી યુવરાજ એકદમ સ્વસ્થ બની ગયા ને એમના ચિત્તના ગગન ઉપર ધસી આવેલી વિકારની કાળી વાદળી એકદમ વિખરાઈ ગઈ. ગમે તેમ તે ય ઉત્તમ આત્મા હતા. હૃદય પવિત્ર હતુ. એટલે પેાતાના મનમાં આવેલા કુવિચારના ખૂબ પશ્ચાતાપ વધવા લાગ્યા. અરે, મારા મનમાં આવેા વિચાર આબ્યા જ કયાંથી? મારાથી આવું અકા થઈ ગયું ! આવા પ્રકારની ચિંતાથી યુવરાજને કયાંય ચેન પડતું નથી. એનું મન ઉદાસ બની ગયુ. કીડીના ચટકાની જેવી વેદના થાય તેમ પાપકની કીડીઓના ચટકાની વેદના થવા લાગી, એટલે મુખ કરમાઈ ગયું.
-
“ પાપનું પ્રાયશ્ચિત કરવા કુમારે છોડેલા પ્રાણુ ” બીજે દિવસે ચુવરાજના મિત્રે પૂછ્યુ–યુવરાજ ! આજે તમારુ મુખ કેમ કરમાઈ ગયું છે ? તમને શુચિ'તાનું કારણ છે ? ત્યારે યુવરાજે કહ્યું કે ગઈ કાલે આપણે ઝરૂખામાં બેઠા હતા. તે વખતે એ સૌ વતી પનિહારીઓને જોઈને મારા મનમાં વિકારભાવ જાગ્યા હતા. તેને મને ખૂબ પશ્ચાત્તાપ થાય છે કે મેં આ શું કર્યું? હવે મારે એનું પ્રાયશ્ચિત કરવું છે. મિત્રે કહ્યું આપણે કાઈ મહાત્મા પાસે જઈ ને કરી લઈશું. પણ અત્યારે તમારો પશ્ચાતાપ એટલો બધે છે કે એમાં જ તમારા પાપનુ' પ્રાયશ્ચિત થઈ રહ્યુ છે. પાપના પશ્ચાતાપ જેમ તીવ્ર તેમ પાપના વધુ નાશ. પાપને પશ્ચાતાપ માનવીને ધર્મના મહેલ ચણી આપે છે. યુવરાજે કહ્યું કે મિત્ર ! તમારી વાત સાચી છે, પણ મને તે એમ જ થાય છે કે આજે મારાથી મનથી પાપ થઈ ગયું છે પણ કોણ જાણે કાલે કાયાથી શું પાપ નહિ થાય! અને મારુ જીવન ભ્રષ્ટ થઈ જાય તા પહેલાં મારે તે મારા પાપનુ પ્રાયશ્ચિત કરવું છે. એમ કહેતાંની સાથે મહેલની ગેલેરીમાંથી પડતુ મૂકયું. ધરતી ઉપર પડતાની સાથે ખાપરી ફૂટી ગઈ ને યુવરાજ તરત મરણ પામ્યા.
64
કુંવરના મૃત્યુથી લાગેલા આંચકા ” :– આ દૃશ્ય જોઈને મિત્ર તે સ્તબ્ધ બની ગયેા. ચેડી જ વારમાં આ વાત વાયુવેગે આખા નગરમાં પ્રસરી ગઈ. લોકો દોડતા આવ્યા ને પૂછવા લાગ્યા કે યુવરાજને આપઘાત કરવાનુ` કારણ શું ? ત્યારે મિત્રે પૂછનારને સત્ય વાત કહી, એટલે એ વાત પણ ભેગી ફેલાતી ગઈ. પેલી એ સૌ વતી પનિહારીઓને પણ યુવરાજના આપઘાતની ખબર પડી, તેથી એ પણુ જોવા આવી. એમણે પણ પૂછયુ` કે યુવરાજને શા માટે આપઘાત કરવા પડચા ? ત્યારે કાઈ એ એમને કહ્યુ` કે એમણે આપધાત નથી કર્યાં પણ એ સૌ'વતી પનિહારીઓને જતી જોઈને મનમાં વિકાર ભાવ જાગ્યા તેનુ પ્રાયશ્ચિત કર્યુ છે. આ સાંભળીને એ બંને યુવતીએ વિચારમાં પડી ગઈ કે નક્કી આપણે બંને કાલે સાથે પાણી ભરવા ગયા હતા
શા. ૭૭