________________
૬૦૨
શારદા સિદ્ધિ માણસની ખાનદાની છે ને ગરીબીમાં પણ અમીરી છે. આમ વિચાર કરતે હતો ત્યાં બાઈના પતિએ કહ્યું-ભાઈ! તમારા કપડાં ખૂબ ભીંજાઈ ગયેલા છે તે એ ઉતારીને આ મારા એક જોડી કપડા છે તે પહેરી લે, ત્યારે આવનાર વ્યક્તિએ કહ્યું, ભાઈ! મારે કપડાં બદલવા નથી. તમે મને તમારી ઝૂંપડીમાં બેસવા દીધે એ તમારે માટે ઉપકાર છે, ત્યારે કહે છે-ભાઈ! એમાં અમે કંઈ ઉપકાર નથી કર્યો. ઉપકાર તે તમે અમારા ઉપર કર્યો છે કારણ કે અમે રહ્યા ગરીબ માણસ. અમારા ઘરના મહેમાન બનવા કેણ આવે? જ્યાં અમે જ ભિખારી હોઈએ ત્યાં અમારી પાસે કોણ માંગવા માટે આવે ? આજે અમારા મહાન સદ્ભાગ્યે અમારે ત્યાં પધાર્યા છે તેથી તમે અમારા ઉપર ઉપકાર કર્યો છે. ભાઈ! તમે ભૂખ્યા થયા હશે તે અમારા ઘરમાં લખે સૂકો અડધે રોટલો પડે છે, તે ખાઈ લે.
આવનાર કહે છે ભાઈ! મારે નથી ખાવું. તે પણ પરાણે આગ્રહ કરીને રોટલો ખવડાવ્યો. માણસ પ્રેમથી લૂઓ રોટલો ખવડાવે તે પણ મીઠા લાગે. સવાર પડી એટલે આવનાર વ્યક્તિએ કહ્યું–મને મારા કપડાં પાછા આપે. હવે હું જાઉં છું, ત્યારે કહે છે, ભાઈ! હજુ કપડાં પૂરા સૂકાયા નથી ને તમે જવાની વાત કરે છે? ત્યારે કહે હા...મારે જવું છે. મારા કપડાં આપ. ગરીબીમાં પણ અમીરી બતાવનારે કહ્યું–તમારા કપડાં છે તે મારા છે ને મારા છે તે તમારા છે. તમે ખુશીથી પહેરી જાઓ, પણ પેલાએ ખૂબ કહ્યું એટલે એના કપડા પાછા આપી દીધા ને જવા માટે રજા લે છે ત્યારે કહે છે આજે મારા બાબાને ત્રણ વર્ષ પૂરા થયા ને આજે ચોથું વર્ષ બેસે છે. અમે અમારા પ્રમાણમાં બાબાની વર્ષગાંઠ ઉજવવાના છીએ. અમે બીજું તે કંઈ કરી શકીએ તેમ નથી, પણ બાજરીને સવાશેર લોટ કઈ ગરીબને આપીશું પણ તમે રોકાઈ જાઓ તે અમને વિશેષ આનંદ આવે.
આવનાર વ્યક્તિએ કહ્યું ઠીક, તમે મારી રાહ જોજો. હું થોડી વારમાં આવું છું. એમ કહીને એ માણસ પોતાના મહેલમાં ચાલ્યો ગયો. મહેલમાં જઈને સ્નાન કરી સારા કિંમતી વસ્ત્રો પહેર્યા, અને સાથે હીરા-માણેક-પન્ના-મતી વિગેરે ઘણી જાતનું ઝવેરાત, સેનામહોર, રેકડનાણું, અનાજ, વાસણું, વસ્ત્રો, ઘી, તેલ, ગોળ, ખાંડ વિગેરે ઘણી વસ્તુઓ લઈને મોટા લશ્કર સાથે રાજા ત્યાં આવ્યા, ત્યારે પેલું ગરીબ યુગલ તે બિચારું પ્રજી ઉઠયું કે આપણે શું ગુન્હો છે કે રાજા આપણે ત્યાં આવે છે? શું એ આપણને પકડીને લઈ જશે? આમ અનેક વિચાર કરવા લાગ્યા. ત્યાં તે રાજાએ બધી ચીજો ઝુંપડીના દરવાજા આગળ ખડી કરી દીધી ને કહ્યું કે બાબા કયાં ગયો ? એને મારી પાસે લાવો. મારે એને જન્મદિવસ ઉજવવો છે. આ ગરીબ દંપતિ પૂછે છે મારા દીકરાને જન્મદિન છે તે આપને કયાંથી ખબર પડી? રાજાએ કહ્યું કે તમે મને ન ઓળખે ? જે મહેમાનને તમે રાત્રે આશ્રય આપ્યું હતું તે હું