________________
શારદા સિદ્ધિ
૬૦૧ બંધુઓ ! અહીં સમજવાનું એટલું છે કે બ્રહ્મદત્ત ચક્રવતિના આ ભવને ભાઈ નથી છતાં એમનું ભાઈ માટે કેટલું લોહી ઉછળે છે! ભાઈ પ્રત્યે કેટલી લાગણી છે કે ભાઈને માટે અડધું રાજ્ય આપવા પણ તૈયાર થયા છે ! આજે આવા ભાઈ મળવા મુશ્કેલ છે. આજે તે એક માતાની કૂખે જન્મેલા બે ભાઈઓ હોય તેમાં એક ભાઈ લાખે પતિ હોય ને બીજે સાધારણ સ્થિતિને હોય, માંડ માંડ એના પેટ પૂરું કરતે હોય છતાં ભાઈની ખબર લેતે નહિ હોય. પિતાની વાહવાહ માટે, પિતાને દાનેશ્વરી કહેવડાવવા માટે હજારે ને લાખ રૂપિયા પળવારમાં વાપરી નાંખે પણ પિતાને સગો ભાઈ રડે છે, ભૂખે ટળવળે છે એની ખબર લેતું નથી. તમને જે તમારા પુણ્યથી લક્ષ્મી મળી હોય તે પહેલા તમારા ભાઈની સંભાળ રાખે. પછી જ્ઞાતિજનોની, સ્વયમી બંધુઓની, પછી ગામના માણસોની સંભાળ લો. દુઃખીઓની સેવા કરે પણ પિતાના સુખમાં જ લક્ષ્મીને સદ્વ્યય ન કરે. જે પોતાને મળ્યું છે એમાંથી પોતાની શક્તિ પ્રમાણે ગરીબને–દુઃખીને આપે છે એ સાચું માનવું છે. આજે અમીરીમાં ગરીબી બતાવનાર ઘણું છે પણ ગરીબીમાં અમીરી બતાવનાર બહુ ઓછા છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે.
એક તદન ગરીબમાં ગરીબ કુટુંબ એક નાનકડી ઝૂંપડીમાં વસતું હતું. કુટુંબમાં પતિ-પત્ની અને એક ત્રણ વર્ષને બા હતું. એ ત્રણે જણ ઝૂંપડીમાં રહેતા હતા ને માંડ માંડ પોતાનું ગુજરાત ચલાવતા હતા. એક દિવસ રાત્રે અચાનક કેઈએ ઝૂંપડીનું બારણું ખખડાવ્યું એટલે બાઈએ બારણું ખોલીને જોયું તે એક તદન ગરીબ જે માણસ આંગણે આવીને ઉભો હતો. બાઈએ પૂછ્યું કે ભાઈ! શા માટે અત્યારે તમારે મારી ઝૂંપડીનું બારણું ખખડાવવું પડયું ? ત્યારે આવનાર વ્યક્તિ કહે છે બહેન! વરસાદ ખૂબ પડે છે. મારા કપડાં ખૂબ ભીંજાઈ ગયા છે એટલે ઠંડી ખૂબ લાગે છે. તે મને તમારી ઝૂંપડીમાં થોડી વાર ઉભો રહેવા દેશે? તે હું તમારે મહાન ઉપકાર માનીશ, ત્યારે બાઈએ મીઠે આવકાર આપતા કહ્યું-ભાઈ! આવ ને ! એમાં મારે ઉપકાર માનવાની જરૂર નથી. જે માનવ માનવને સહકાર નહિ આપે તે બીજા કેને આપશે? આપ આ ખુશીથી આવે.
એમ કહી આવકાર આપીને પોતાની ઝૂંપડીમાં બોલાવ્યા. ઝૂંપડીમાં એક ખૂણામાં ખાટલા ઉપર એને પતિ સૂ હતું ને બાજુમાં નીચે એને બાબે સૂતે હતે, એક બાજુ પિોતે ફાટલા તૂટેલા કપડાં સાંધતી હતી. ઘેર મહેમાન આવ્યા એટલે બાઈએ એના પતિને જગાડ્યો ને કહ્યું, ઉઠે! આપણે ઘેર મહેમાન પધાર્યા છે. તેથી એને પતિ પણ બેઠો થયે ને એણે પણ અતિથિને આદર સત્કાર કર્યો ને કહ્યું – ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય કે આજે અમારે ઘેર પધારીને અમારી ઝૂંપડી પાવન કરી. બંને માણસોના પ્રેમભાવ જોઈને આવનાર તે આશ્ચર્ય ચકિત બની ગયું કે શું! આ બંને શા. ૭૬