________________
શારદા સિદ્ધિ એમ છેલ્લા બે શબ્દો કહીને મુનિરાજ જવા માટે તૈયાર થયા, ત્યારે ભીમસેને વિનયપૂર્વક પૂછ્યું-ભગવંત! આપ અહીંથી કઈ તરફ પધારી રહ્યા છે? સંતે કહ્યું કે આજે મારે ૬૦ ઉપવાસનું પારણું છે, માટે કઈ મોટા શહેરમાં ગૌચરી માટે જાઉં છું. આ શબ્દો સાંભળીને ભીમસેનને આનંદ થયો. હવે તે મુનિરાજને વિનંતી કરશે ને શું બનશે તેના ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૬૧ ભાદરવા વદ અમાસ ને ગુરૂવાર
તા. ૧૯-૯-૭૯ “માનવજીવનની સાર્થકતા શેમાં ?” સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અતજ્ઞાની ભગવંતે સંસારને એક બંધન રૂપ કહે છે. જ્યાં સુધી સંસારની લપ જીવને વળગેલી રહેશે ત્યાં સુધી પરમાત્મા બનવાની પરમ શક્તિ ધરાવતે આત્મા પણ પિંજરમાં પૂરાયેલા મહાન બળવાન સિંહની માફક રાંક અને બળહીન બનીને રહેશે. આટલા માટે આત્મતત્વને અને આત્માની પરમ શક્તિને સાક્ષાત્કાર કરવા ઈચ્છનાર માણસે સૌથી પહેલાં એ આત્મશક્તિને રૂંધી રાખનાર સંસારની બેડીને તેડીને એના ટુકડે ટુકડા કરી નાંખવા જોઈએ. આટલા માટે શાસ્ત્રકાર ભગવંતે એ શાસ્ત્રોમાં એ બેડીને તેડવાના એટલે કે એ સંસાર રૂપ મહા સમુદ્રને ઓળંગવાના સાધનનું ખૂબ વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. તમે સમજી લેજો કે નાનામાં નાના કાર્યથી માંડીને મહાનમાં મહાન કાર્ય સુધીનું કોઈ પણ કાર્ય એવું નથી કે જે કંઈ પણ પ્રકારના સાધનોનો ઉપયોગ કર્યા વિના માત્ર એમને એમ સિદ્ધ થઈ શકે, એટલે દરેકનું સૌથી પહેલું કાર્ય એ છે કે આવા ઉત્તમ સાધનેને શેધીને એને ઉપયોગ શરૂ કરે. સાધન હશે તે સાધ્ય મળશે પણ જ્યાં સાધન નહિ હોય ત્યાં સાધ્યને પડછાયો પણ કયાંથી મળવાને છે?
શાસ્ત્રોમાં આપણું પરમ ઉપકારી તીર્થકર ભગવતેએ સંસાર સમુદ્રને તરવાના જે જે ઉપાયે અને સાધનોનું વર્ણન કર્યું છે એ બધામાં સૌથી પ્રથમ અને સૌથી મહત્વના સાધન તરીકે મનુષ્ય જન્મને ગણવામાં આવેલ છે. દેવપણું એ કોઈ અપેક્ષાએ મનુષ્યપણું કરતાં જરૂર ચઢિયાતું ગણવામાં આવે છે પણ એ તે કેવળ ભૌતિકસુખ, વૈભવ અને સાંસારિક આનંદ વિલાસની દષ્ટિએ જ. જે કેવળ આધ્યાત્મિક દૃષ્ટિને લક્ષમાં રાખીને આ બંનેનું નિરીક્ષણ કરવામાં આવે તે નિવિવાદપણે મનુષ્યપણું સર્વોત્તમ ગણાય. દેવપણું ગમે તેટલું ભોગવે છતાં ત્યાંથી સંસારથી મુક્તિ ન થઈ શકે. એ તે મનુષ્ય થાય ત્યારે થઈ શકે છે. આટલા માટે શાસ્ત્રોમાં ઠેકાણે ઠેકાણે મનુષ્યપણાને એક ઉચ્ચ અવસ્થા તરીકે ગણવામાં આવે છે.