________________
૬૪
શારદા સિદ્ધિ કરી શકયું ન હોય પણ હું તને હમણાં જ પૂરે કરી આપું. આ વાત સાંભળીને પેલે માળી તે રાજી રાજી થઈ ગયો, અને હર્ષ પામતે બેલી ઉડશે કે મહારાજ ! તે તે હું આપને મહાન ઉપકાર માનીશ. આ સંતને તે કઈ રાજ્ય જોઈતું નથી પણ પોતાના સ્વાનુભવની આ વાત હતી એટલે એમણે તરત પેલા અડધા કલેકની નીચે બીજા બે પદ લખી દીધા. “પણ નો ઝિકા નાતાવ્યા વિમુઃ ”
ઘણાં માણસ આ લેક પૂરો કરવા મથતા હતા, પણ કોઈ પૂરો કરી શકયું નથી, પણ આજે આ બગીચાના માળીના ભાગ્યના દ્વાર ખૂલી ગયા કે એના બગીચામાં સંતના પાવનકારી પગલાં થયા ને સહેજ વારમાં લેક પૂરો કરી આપે, એટલે માળી ખુશ ખુશ થઈ ગયે. હાશ... હવે મને અડધું રાજ્ય મળશે. મારું દુઃખ અને દરિદ્ર ટળી જશે. એવા વિચારો કરેતે કલેક લઈને અત્યંત પ્રસન્ન ચિત્ત બનીને હર્ષભેર મુનિ પાસેથી નીકળીને રાજભવનમાં આવ્યો.
લોક સાંભળતા મૂર્શિત થયેલા ચક્રવતિ”:- બ્રહ્મદત્ત ચક્રવતિ આ સમયે સિંહાસને બિરાજતા હતા ત્યાં ગયે ને ચક્રવતિને નમન કરીને આખે શ્લેક સંભળાવ્યા. બ્રહ્મદત્ત ચક્રવતિ સમજતા હતા કે મારા ભાઈ સિવાય કોઈ આ લોક પૂરે કરી શકે તેમ નથી. તે નક્કી આ મારે ભાઈ જ લાગે છે, તેથી લોક સાંભળતાં જ પૂર્વભવના ભાઈને નેહથી ગદ્ગદિત થઈને બ્રહ્મદત્ત ચક્રવતિ મૂછ ખાઈને સિંહાસન ઉપરથી નીચે પડી ગયા, ચક્રવતિ મૂછ ખાઈને પડયા એવા જ એમના દાસ દાસીઓ ત્યાં દોડી આવ્યા ને સૌના મનમાં એમ થયું કે આ માણસ અહી આવ્યો ને એણે મહારાજાને કંઈક જંતરમંતર કર્યા. એણે કંઈક કહ્યું ને તરત મહારાજા બેભાન બની ગયા છે, માટે નક્કી આ માણસે કંઈક કર્યું છે. એમ સમજીને રાજાના માણસો એને ખૂબ માર મારવા લાગ્યા. હવે એ માળી રાજાના માણસોને શું કહેશે અને બ્રહ્મદત્ત ચકવતિ ભાનમાં આવશે ત્યારે શું બનશે તેના ભાવ અવસરે.
ચરિત્ર – ભીમસેનને ગુરૂદેર્શનની લગની હતી. ગુરૂના દર્શન થતાં એના આનંદની અવધિ ન રહી. મારા ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય કે આજે મારી ઇચ્છા થતાંની સાથે છકાયના રક્ષણહાર મારા ગુરૂભગવંતના મને દર્શન થયા. ભીમસેન તરત જ ગુરૂદેવના ચરણમાં પડી ગયે. ઘણાં સમયે ગુરૂદેવના દર્શન થવાથી આજે એના હૈયામાં અલૌકિક આનંદની લહરીઓ લહેરાવા લાગી.
ભીમસેનને મીઠે ઠપકો આપતા મુનિ” - પૂજ્ય આચાર્ય ભગવંત ખૂબ જ્ઞાની હતા. તેઓ ભીમસેનને ઓળખી ગયા. એમણે વડની વડવાઈઓના બનાવેલા ફસા તરફ જોઈને કહ્યું–હે ભીમસેન ! તું આ શું કરી રહ્યો છે? આ સંત ભીમસેનને ઓળખતા હતાં, એટલે નામ દઈને કહ્યું કે તું તે ઉજજૈની નગરીને મહારાજા, મહા શૂરવીર-ધીર બનીને આવા અકામ મરણે મરવું તને શોભે છે? તું આ રીતે આત્મહત્યા