________________
શારદા સિદ્ધિ આપણે ચિત્ત અને બ્રહ્મદત્તની વાત ચાલે છે. એમાં બ્રહ્મદરો ચકવતિ બન્યા પછી તેમના ભાઈની શોધ માટે અડધે ક ર છે અને જાહેર કર્યું છે કે જે આ શ્લોક પૂરે કરશે તેને અડધું રાજ્ય મળશે. આથી આખા નગરના પ્રજાજનેએ
મારા i gો માતા યમ તથા ” આટલે લોક કંઠસ્થ કરી લીધે અને ભણેલા, અભણ, બાળક, બુઢ્ઢા, યુવાન સર્વના મુખમાં આ લોકનું રટણ હતું. પણ કઈ આ કલોક પૂરે કરી શકતું નથી. બ્રહ્મદત્ત ચકવતિ પોતાના ભાઈને મળવા આતુર બન્યા છે. “પૂર્વબંધુ વિયોગથી થયો તે દુખી રાજવી, જરા એ સુખના પામે વૈભવ કે વિલાસમાં
પિતાને ભાઈ કયાં છે તે બ્રહ્મદત્ત ચક્રવતિ જાણી શકતા નથી, તેથી તેમના દિલમાં ખૂબ દુઃખ થયા કરે છે. જેને ઘેર છ છ ખંડની સમૃદ્ધિ છે, ૩૨ હજાર ઋતુ કલ્યાણિકા અને ૩૨ હજાર જનપદ કલ્યાણિકા એમ ૬૪ હજાર રાણીઓ હોય છે. છત કલ્યાણિકા એટલે જેને સ્પર્શ ઉણઋતુમાં શીતળ લાગે અને શીતઋતુમાં ઉષ્ણ લાગે અને છ ઋતુમાં સુખદાયી હોય એવી ૩૨ હજાર રાણીઓ છે. તેમને ઋતુ કલ્યાણિકા કહેવામાં આવે છે, અને જે બધા દેશની સ્ત્રીઓમાં અતિ ઉત્તમમાં ઉત્તમ હોય એવી ૩૨ હજાર રાણીઓ છે. તેમને જનપદ કલ્યાણિકા કહેવામાં આવે છે. આમ ચકવતિને ૬૪ હજાર રાણીઓ હોય છે. ચક્રવતિઓનું ભજન કલ્યાણ ભોજન કહેવાય છે. એ વિષયમાં એવું કથન છે કે રોગરહિત એક લાખ ગાયનું દૂધ દોહીને તે પચાસ હજાર ગાયોને પીવડાવી દેવામાં આવે છે. એ પચાસ હજાર ગાયનું દૂધ દોહીને પચીસ હજાર ગાયને પીવડાવી દેવામાં આવે, એવી રીતે કરતાં કરતાં અનુક્રમે છેલ્લે એ દૂધ એક ગાયને પીવડાવી દેવામાં આવે, પછી એ એક ગાયનું દૂધ દેહીને તેમાં ઉત્તમ જાતિના ચાવલ નાંખીને ખીર બનાવવામાં આવે, તેમાં ઉત્તમ જાતિના મસાલા, પદાર્થો નાંખવામાં આવે છે. આવી ખીરનું ભજન કલ્યાણ ભજન કહેવામાં આવે છે. ચક્રવતિ અને એમની પટ્ટરાણી સિવાય બીજું કઈ એ ખીર ખાઈ શકતું નથી. અને કદાચ ખાઈ જાય તો એને પચાવી શકતા નથી પણ એમના શરીરમાં મહાન ઉન્માદ પેદા થાય છે. - બ્રહ્મદત્ત ચક્રવર્તિની પટ્ટરાણી (સ્ત્રીરત્ન)નું નામ કુરૂમતી હતું. ચકવતિની એવી શક્તિ હોય છે કે તે મૂળ રૂપે તે પટ્ટરાણી પાસે રહે છે તે સિવાયની બધી રાણીઓ પાસે વેકિય રૂપે રહે છે, એટલે સૌને એમ લાગે કે ચક્રવતિ પિતાની પાસે છે. આટલા વૈક્રિય રૂપે કરી આટલી રાણીઓની સાથે ચકવતિ એકસાથે ભોગ ભોગવે છે. જેમની આટલી ત્રાદ્ધિ, સંપત્તિ અને વૈભવ વિલાસો છે એવા બ્રહ્મદત્ત ચકવતિને પિતાના પૂર્વભવના ભાઈને વિયેગના કારણે કયાંય ચેન પડતું નથી તેથી પિતાના ભાઈની તપાસ કરવા માટે જે અડધે લેક પૂરો કરી આપશે તેને અડધું રાજ્ય આપવામાં આવશે એવી જાહેરાત કરાવી છે,